અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે BRTS બસના એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર નીકળી જવા સૂચના આપતા બસમાં આ સમયે સવાર તમામ 25 પેસેન્જર બસ બહાર નીકળી ગયા અને BRTS બસ સ્ટેન્ડ પરથી પણ લોકોને દૂર કરવામાં આવ્યા બાદ મિનિટોજ માં બસમાં અગનગોળામાં લપેટાઈ ગઈ હતી.
ઘટના અંગેની જાણ થતાંજ ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે.
સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
આ બસ RTOથી મણિનગર જઈ રહી હતી ત્યારે મેમનગર સ્ટોપ ઉપર બસમાંથી ધુમાડો નીકળતા બધા બહાર નીકળી જતા જીવ બચ્યો હતો.