રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે જેમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાય રહ્યા હોય આજથી તંત્ર દ્વારા માસ્ક ફરજીયાત કરી દેવાયું છે. શહેરમાં વધતા જતાં કોરોના કેસના પગલે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવા આરોગ્ય વિભાગ દ્વારા આજે સોમવારથી અભિયાન શરૂ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, અને અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે, જેણે માસ્ક નહીં પહેર્યું હોય સામે આજથી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન આજે સોમવારથી કરવામાં આવશે. આજથી જુદીજુદી ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે.
બીજીતરફ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અનેઆગામી દિવસોમાં પણ જુદાજુદા સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
આજથી અમદાવાદમાં માસ્ક અભિયાન શરૂ થતાં જે લોકોએ માસ્ક નહિ પહેર્યું હોય તેઓ દંડાશે.