અમદાવાદમાં માસ્ક વગર જાહેર માં ફરવા જતા ખોખરાના ભાજપના યુવા કોર્પોરેટર ચેતન પરમાર કોરોના સંક્રમિત થયા છે. કોર્પોરેટર ચેતન પરમારે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવતાં તેઓ હાલમાં હોમ ક્વોરન્ટાઇન થયા છે. સોશિયલ મીડિયામાં તેઓએ પોસ્ટ કરી છે કે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને સેલ્ફ ક્વોરેન્ટાઇન થયા છે અને તેઓના સંપર્કમાં આવેલ સૌને રિપોર્ટ કરાવવા વિનંતી કરી હતી.
એક તરફ માસ્ક ન પહેરવા બદલ પોલીસ અને કોર્પોરેશન દ્વારા લોકોને રૂપિયા એક હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આજે ખોખરાના યુવા કોર્પોરેટર ચેતન પરમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓએ સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા ભાઈપુરા, ખોખરા વિસ્તારમાં ડ્રેનેજ, પાણી અને રોડના કામ માટે પ્રજા વચ્ચે ફરતા નજરે પડ્યા હતા ત્યારે તેઓએ માસ્ક પહેર્યું ન હતું અને સાથે ઉભેલા લોકોએ પણ માસ્ક પહેર્યું ન હતું. બે દિવસ પહેલાં જ આ રીતે પ્રજાના કામ કરતા હોવાના ફોટો સોશિયલ મીડીયા ફેસબુકમાં તેમના એકાઉન્ટમાં મુક્યા છે. જેમાં તેઓ માસ્ક વગર જ નજરે પડે છે અને આજે તેઓ કોરોના સંક્રમિત આવતા અન્ય લોકો પણ માસ્ક પહેરે તે જરૂરી બન્યું છે.
Wednesday, May 8