અમદાવાદમાં ઠેરઠેર વહીવટદારોના રાજમાં દારૂના ધંધા ચાલી રહ્યા છે અને સત્યડેમાં આ અંગેના અહેવાલો આવ્યા બાદ રેડ પડી રહી છે ત્યારે અમદાવાદના નરોડા પાટિયા, મહાજણીયા વાસમાં દરોડા પડ્યા છે. દારૂના અડ્ડાઓ પર ઘોસ બોલી છે, દારૂના ધંધા માટે જાણીતા વિસ્તાર ગણાતા સરદારનગરમાં SMCએ સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડા પાડતા બુટલેગરો બૂમ પાડી ઉઠ્યા છે અને પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં SMCની (સ્ટેટ મોનેટરિંગ સેલ)ટીમે રેડ કરી સાડા છ લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે.
આજે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા પાટિયા, મહાજણીયા વાસમાં રેડ થઈ છે. જોકે, આ કાર્યવાહી સ્થાનિક પોલીસે નહીં પણ મૉનિટરિંગ સેલે કરીને સ્થાનિક પોલીસની પોલ ખોલી નાખી હતી, શુ આ દારૂના ધંધા સ્થાનિક પોલીસને દેખાતા ન હતા?
મૉનિટરિંગસેલે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહાજણીયા વાસ, નરોડા પાટિયા પાસે રેડ કરી 34 લીટર દેશી દારૂ ઉપરાંત વિદેશી દારૂના 2882 ટીન અને બૉટલો જપ્ત કરી કુલ 6 લાખ 78 હજારનો મુદ્દામાલ SMCએ કબ્જે લીધો હતો. આ ઉપરાંત 14 જેટલા આરોપીઓને ઝડપી લઈ બૂમ પડાવી દીધી છે.
–આ દરોડામાં ઝડપાયેલા આરોપીઓમાં
(1) ભરતભાઈ કુતિયાણા (2) મનોજભાઈ ગીડવાણી(3)રમણીકભાઈ સુરાણી(4) રાહુલ સોલંકી(5) કાર્તિકભાઈ સાગર(6) કૌશિકભાઈ પટેલ(7) અનિલભાઈ સોલંકી(8) ભરતભાઈ ગોહિલ(9) ચિરાગભાઈ સિસોદીયા(10) આનંદભાઈ વાઘેલા (11) શહાબુદ્દીન પઠાણ(12) વિજય હોટવાણી(13) સચિન માચરેકર(14) વિકી હોટવાણીનો સમાવેશ થાય છે
જ્યારે 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં
(1) પદ્મ રાઠોડ
(2) માનવ રાઠોડ
(3) આનંદચંદભાઈ રાઠોડ
(4) મયુર રાઠોડ
(5) આનંદભાઈ રાઠોડ સાથે રક્ષાબેન
(6) રાજુ સિંધી
(8) વિજુ સિંધી
(9) સાહિલ રાઠોડ
(10) લીલા મહેશ
(11) સારિકા મહેશ
(12) દેશી દારુ સપ્લાયર નો સમાવેશ થાય છે.
સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠ હવે ખુલ્લી પડી રહી હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.
મૉનિટરિંગ સેલે એકપછીએક વિસ્તારમાં રેડ કરવાનું ચાલુ કરતા બુટલેગરો અને વહીવટદારોમાં ભારે ફફડાટ જોવા મળી રહયો છે.