—અમદાવાદમાં INDIAN PUBLIC SCHOOLમાં ફી નો વિવાદ વકર્યો તપાસ કરવાની જવાબદારી કોની?
— શાળામાં ફી રેગ્યુલેશન કમીટી FRC ના નિયમોનું પાલન કરવામાં આવતુ નહિ હોવા સહિત સરકાર તેમજ શિક્ષણ ખાતાને, FRC કમીટી ને અંધારામાં રાખી ને વાલીઓ પાસેથી શાળામાં શિક્ષણના-ટ્યુશન ના નામે ફી વસૂલવા માં આવતી હોવાના લાગ્યા ગંભીર આરોપ
અમદાવાદમાં એક અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ફી મામલે મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને ગંભીર પ્રકારના આક્ષેપો થયા છે તેમાં જે ફી ભર્યાની જે રસીદ આપવામાં આવે છે તે માંથી એક ફી ની રસીદ GMEMS
INDIAN PUBLIC SCHOOL, કુબેરનગર,અમદાવાદ શાળાના નામની આપવામાં આવે છે.
જ્યારે બીજી વાર જે ફી ભરવામાં આવે છે તે AMBAKRUPA PUBLIC CHERITALE TRUST જેનો રજી. નંબર TRUSTREG.: E/16576 છે એટલેકે ટ્રસ્ટ ના નામે શાળાની ફી વસૂલ કરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે.
આ શાળામાં ફી રેગ્યુલેશન કમીટી FRC ના નિયમોનું પાલન કરવામાં આવતુ નહિ હોવા સહિત સરકાર તેમજ શિક્ષણ ખાતાને, FRC કમીટી ને અંધારામાં રાખી ને વાલીઓ પાસેથી શાળામાં શિક્ષણના-ટ્યુશન ના નામે ફી વસૂલવા માં આવતી હોવાનું સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે.
આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યું છે.
દરમિયાન આ અંગે વાલીએ શાળા ના આચાર્ય અને ટ્રસ્ટી સાથે વાત કરતા તેમને ધમકી આપી જે થાય તે કરી લેવા જણાવી શિક્ષણ મંત્રી કે DEO,પોલીસ સ્ટ્રેશન જ્યાં જવું હોય ત્યાં જાવ ફરિયાદ કરો જે થાય તે કરી લો બીજી વાર ફી માટેના આવા સવાલો લઈ ને આવ્યા છો તો તમારા બાળકો ના નામ કમી કરી દઇશું અને કોઈ પણ શાળા તમારા બાળકો ને એડમીશન નહી આપે પછી જ્યાં તમારા બાળકો ને ભણાવા હોય ત્યાં ભણાવી લેજો તે પ્રકારની ધમકી આપ્યાનો અને DEO અને FRC કચેરીમાં સાહેબો ને વ્યવહાર આપવાના હોય છે એ લોકો પણ કઈ નહી કરી શકે પ્રયત્ન કરવો હોય તો કરી લો તમારા બાળકો અભ્યાસ બંધ થઈ જશે. તમારા જેવા કેટલાય આવ્યા અને કેટલી એ ફરિયાદો થઈ જે ત્યાં પડી રહી છે અને આમ કહી અમો ને ઓફિસમાંથી કાઢી મૂક્યા હોવાના ગંભીર આક્ષેપ થતાં ભારે ચકચાર મચી ગઇ છે.
સત્યડે દ્વારા આ શાળામાં ચાલતા આ પ્રકારના વહીવટ કે નિયમ વિરુદ્ધ ચાલતા વહીવટ નો પર્દાફાશ કરશે (કર્મશ:)