અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસ હદ વિસ્તારમાં બે સગા ભાઈઓ એ નવા વર્ષ માં વેચવા માટે નકલી વિદેશી દારૂ ઘરે જ બનાવવાનું ચાલુ કરી દીધું હતું પણ પોલીસ ના હાથે ઝડપાતા નવા વર્ષ માં લોકઅપ માં જવાનો વારો આવ્યો હતો.
અમદાવાદ પીસીબીની ટીમ ને મળેલી બાતમીના આધારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદમાં નવા વર્ષની ઉજવણી માટે લોકોને વેચવા નકલી વિદેશી દારૂ બનાવવાનુ કૌભાંડ ઝડપાયું હતું. પીસીબીએ બે સગા ભાઈની ધરપકડ કરી છે. પોલીસે નંગ-152 ,ખાલી બોટલો નંગ-235,બૂચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા/-1,89,784 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
અહીંના આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલા કમલા એપાર્ટમેન્ટમાં હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઇ જૈન અને જીતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈન નકલી વિદેશી દારૂ બનાવતા હતા તેવી બાતમીના આધારે પીસીબીએ રેડ કરતા ઘરે જ બ્રાન્ડેડ નકલી દારૂ બનાવવા નું કૌભાંડ ઝડપાયું હતું પોલીસે બન્ને ભાઈઓ ની ધરપકડ કરી હતી.
Saturday, May 4