અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંભારે ચકચાર જગાવનાર 4ડી સ્ક્વેરમાં બુદ્ધા રિલેક્સિંગ સેન્ટરની આડમાં ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ પાડીને થાઇલેન્ડની બે યુવતીઓ અને ગ્રાહકોનો કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ રેકેટમાં ત્રણ ગ્રાહકો અને એક મેનેજરની ધરપકડ કરી છે. ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે, વિસત-ગાંધીનગર હાઈવે પર આવેલા 4D સ્ક્વેર મોલમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટચલાવાય રહ્યું છે . જેના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ ગ્રાહક, એક મેનેજર સહિત ચારને ઝડપી પાડ્યા હતા. સુરતનો યુવક અમદાવાદમાં આ સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચલાવતો હતો. રિલેક્સિંગ સેન્ટરના બહાના હેઠળ બે થાઈ યુવતીઓને નોકરીએ રાખી સેક્સ રેકેટ ચલાવાતું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ સેક્સ રેકેટ જ્યાં ચાલતું હતું, તે સ્પા સેન્ટરનો માલિક સુરતનો આશિષ અવસ્થી નામનો યુવક હોવાનું બહાર આવ્યું છે, જેને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે.
થાઈલેન્ડની બંને યુવતીઓ વિઝિટર વીઝા પર અહીંયાં આવી છે અને તેઓ પાસે વર્ક પર્મિટ ન હોવા છતાં સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. પોલીસે રાજેશ તેજરાવ ખરાત (રહે. 4D સ્ક્વેર મોલ, ચાંદખેડા), અમિત ઉર્ફે આર્યન ચાવડા (રહે. સ્વામિનારાયણપાર્ક, નરોડા), વિપુલ જેઠાલાલ પટેલ (રહે. પુષ્પ રેસિડેન્સી, વસ્ત્રાલ), કાર્તિક શૈલેશભાઈ પટેલ (રહે. જૈન દેરાસર ખડકી, અડાલજ)ની ધરપકડ કરી છે. જ્યારે આશિષ અવસ્થી (રહે.સુરત) હજુ ફરાર છે. આ સેક્સ રેકેટ નો મામલો સામે આવતા સ્થાનિક વિસ્તાર માં ભારે ચર્ચા જાગી હતી.