અમદાવાદ માં રીક્ષા ગેંગ આતંક વધી રહ્યો છે અને સામાન્ય માણસ માટે લોકડાઉન પછી નું જીવન હજી પણ કપરું થઇ રહ્યું છે વાત જાણે એવી છે કે નરોડા વિસ્તાર માં રાજસ્થાનથી આવેલા દલપતસિંહ ચાવડા ને રીક્ષા ગેંગ એ લૂંટી લીધા.
ભાઈ ની દીકરી ના લગન માટે દલપતસિંહ ચાવડા પૈસાની સગવડ કરવા આવ્યા હતા.તેઓ ને દેના બેંક માં થી 8000 રૂપિયા લીધા પછી રીક્ષા માં બેઠા અને બીજે એમના મિત્ર ને આપેલા 100000 રૂપિયા પરત લઇ ત્યાં થી નીકળ્યા અને કઠવાડા જી.આઈ ડી સી.માંથી ભત્રીજા પાસે થી 15000 રૂપિયા લઇ ને રીક્ષા માં બેઠા.
ફરિયાદી ને 88 ગેલેક્સી દહેગામ રોડ જવાનું હોવાથી રીક્ષા માં બેઠા હતા.ત્યાં પાછળ 2 લોકો બેઠા હતા રીક્ષા ચાલકે આગળ પોલીસ છે એમ કહી ને ઈસમ ને પાછળ બેસવાનું કીધું ત્યારે ફરિયાદી પાસે એક ખિસ્સા માં 118000 અને બીજા ખિસ્સા માં 5000 હતા જેવું ફરિયાદી ગેલેક્સી આવી જતા રીક્ષા ઉભી રખાવી અને ઉતાર્યો ત્યારે રીક્ષા ચાલાક એ તરત જ રીક્ષા આગળ ભગાવી ત્યારે ફરિયાદી ને શંકા જતા ખિસ્સા માં તાપસ કરતા ખબર પડી કે 118000 ની ચોરી થઇ છે ત્યાર બાદ એમની બહેન ને બોલાવી ફરિયાદ નોંધી હતી રીક્ષા ચાલાક સાથે 4 લોકો હતા એવી ફરિયાદ પોલીસ ને મળી.આવા કિસ્સા હાલ માં ખુબ જ વધી રહ્યા છે. ત્યારે સુરત માં હમણાંજ રીક્ષા ગેંગ પકડાઈ હતી.