રાજ્ય માં કોરોના વેકસીન આપવાનું અભિયાન શરૂ થયું અને એક દિવસ રસી આપ્યા બાદ અમદાવાદ માં સૉફ્ટવેર બગડી જતા હવે જ્યાં સુધી તે રીપેર ન થાય ત્યાં સુધી વેકશીન આપી શકાશે નહિ અને આજે સોમવારે વેક્સિન આપવાની પ્રક્રિયા બંધ રહેશે.
પ્રથમ દીને જ શનિવારે કરવામાં આવેલી કામગીરી દરમિયાન જ કેટલાક સ્થળોએ સોફ્ટવેરમાં ખામી સર્જાઈ હતી. જેને કારણે મેસેજ મોકલવામાં અને અન્ય ઓનલાઈન કામગીરી બંધ રહી હતી. આ પ્રક્રિયા સુધરે નહીં ત્યાં સુધી એક દિવસ માટે આ કામગીરી બંધ રહેશે. જ્યારે મંગળવારથી વેક્સિનેશનની કામગીરી શરૂ થશે તેમ મ્યુનિ. અધિકારીનું કહેવું છે. શનિવારે કુલ 1900 પૈકી 1115ને વેક્સિન મૂકવામાં આવી હતી. રવિવારે આ કામગીરી બંધ રહી હતી અને આજે સોમવારે પણ બંધ રહે તેમ જાણવા મળ્યું છે.
Sunday, May 5