પોલીસનું કામ પ્રજાની સુરક્ષા અને સલામતી માટેનું છે અને કાયદા વ્યવસ્થા જાળવવાનું છે તે સૌ કોઈ જાણે છે પણ અમદાવાદમાં કેટલાક પોલીસવાળા ખાખીના કેફમાં પત્રકારો ઉપર જ્યારે હાવી થાય ત્યારે થોડું વધારે પડતું કહેવાય.
જેમ તેઓ પોતાની ડયૂટી નિભાવે છે તેમ પત્રકારો પણ રાતદિવસ પોતાની ફરજના ભાગરૂપે સમાચારો માટે દોડતા હોય છે ક્યાંક ખોટુ થતું હોય તેનો વિરોધ કરતા હોય છે.
પણ કેટલાક પોલીસવાળાના અસભ્ય વર્તનના કારણે પોલીસ વિભાગની આજે લોકોમાં જે છબી છે તે સૌ કોઈ જાણે છે.
અમદાવાદ રિવરફ્ર્ટ વેસ્ટ પોલીસના અમુક કર્મચારીઓએ પત્રકારો સાથે ગેરવરતણૂક વર્તન કરી તેઓને હેરાન કર્યા હતા.અને ઈગો ઉપર આવી ગયેલા આ પોલીસવાળા ખોટી ફરિયાદ કરવા માટે પણ હુલ મારી હોવાની વાત સામે આવી છે તેઓએ રીતસર પત્રકારોને દબડાવી ખાખીનો રોફ બતાવ્યો હતો.
–શું હતો સમગ્ર મામલો વિસ્તારથી સમજો
26 જુલાઈ રાત્રે 2 વાગ્યાની આસપાસ દશામાની મૂર્તિનું વિસર્જન કાર્યક્રમ સાબરમતી નદી પાસે ચાલી રહ્યો હતો. જયારે આ ઘટનાનું કવરેજ માટે બે પત્રકાર રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન પાસે મોટસાયકલ લઈને પહોંચ્યા હતા. જયાં બે ત્રણ પોલીસ કર્મચારીઓ પણ બંદોબસ્ત ઊભા હતા તેવા સમયે એક મહિલા પોલીસ કોન્સટેબલ તેઓને રોક્યા અને આગળ રસ્તો બંધ છે તેવું કહી બાઈક પર ડંડો માર્યો.
આવા વર્તનને લઈ પત્રકારો એ ડંડો મારવાનું ના પાડતા ચડભડ થતાં આ સમયે એક બીજો કોન્સ્ટેબલ ત્યાં આવ્યો હતો અને પૂછપરછ કરતા પત્રકારોએ પોતાની ઓળખ આપી હતી અને કાર્ડ બતાવ્યું હતુ.
જોકે,પ્રેસનું કાર્ડ જોઈ તે પોલીસવાળો વધુ ફોર્મમાં આવી ગયો હોય તેમ વધારે બોલશો તો ગાડી જમાં લઇ લઈશ તેવું કહેવા લાગ્યો હતો.જે વર્તનને લઇ હેડ કોન્સ્ટેબલ પાસે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમ સિંહ સોલંકી પણ પત્રકારોની વાત સંભાળવાના બદલે પોતાના પોલીસ કર્મીઓનું ઉપરાણું લઇ પત્રકારો સાથેજ વિવાદમાં ઉતરી પડ્યા હતા અને પત્રકારોને પોલીસ સ્ટેશન અંદર લઇ જઇ ઉગ્રતાથી અને ઊંચા અવાજે બોલવા લાગ્યા અને કાયદો બતાવવા લાગ્યા હતા.
હેડકોન્સ્ટેબલ વિક્રમ સિહ સોલંકી પત્રકારોને તેમની ડયૂટી કેવી રીતે કરવી તે શીખવવા લાગ્યા હતા તેઓના કહેવા મુજબ રાત્રિ દરમિયાન રિપોર્ટિંગ ન કરવા સહિત તમારી જોડે કેમેરા કેમ નથી અને ફોરવ્હીલ કેમ નથી તેવા તર્ક વગરના સવાલો કર્યા હતા.
પત્રકારનું આઈકાર્ડ આપી મીડિયા કર્મી હોવાનું જણાવવા છતાં તેમણે પત્રકારો સાથેનો દૂરવ્યહાર ચાલુ રાખ્યું હતું.
ભલે તમે પત્રકાર છો અને અહીં આવ્યા પણ પોલીસ તમારું વાહન ડિટેઈન કરી શકે છે.
તેવું કહી બેહદુ વર્તન કર્યું હતું.
રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ઉપર મીડિયાકર્મી સાથે જે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતુ.
આ ઘટના ઉપરથી સહેજેય ખ્યાલ આવે કે જયારે પત્રકારો સાથે પોલીસ આવું વર્તન.કરતી હોય તો પ્રજાજનો સાથે કેવો વ્યવહાર કરતા હશે તે એક પ્રશ્ન છે.
મોટાભાગના લોકોમાં એકજ ચર્ચા હોય છે કે કેટલાક પોલીસવાળા છેલ્લેતો ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવાની હુલ આપતા ફરતા હોય છે.
આવા પોલીસવાળાના કારણે જનતામાં પોલીસની છબી ખરડાઈ રહી છે ત્યારે આવા પોલીસ કર્મચારીઓ સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર કોઈ પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યુ.