અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ કેસ એકસાથે આવતાં હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિ.ની ટીમ આ સમાચારને પગલે દોડી ગઈ છે. સફલ, પરિસર-1માં 42 અને 2માં 38 મળીને કુલ 80 કેસ આવ્યા હોવાનું જણાયું છે. મ્યુનિ.એ બિલ્ડીંગને કન્ટેનમેન્ટ ઝોનમાં લાવી દીધા છે.
અમદાવાદમાં કોઈ એક જ રહેણાંક કોલોનીમાં આટલા વ્યાપક પ્રમાણમાં કેસ આવવા એ કોરોના પોઝિટિવનો ફરી વેવ શરૂ થયાની મોટી નિશાની છે. આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.