અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ને આ ગેરકાયદેસર બંધાઈ રહેલ બાંધકામ તોડી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ના હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશનના એસ્ટેટ અધિકારીઓ દ્વારા પ્રાઇવેટ વહીવટદારો રાખ્યા હોવાની વાતો સ્થાનિક વેપારીઓના મુખે સાંભળવા મળી રહી છે તો એક વહીવટદાર “આકાશ સરકાર” નામનો વ્યક્તિ એટલી હદે બેફામ બન્યો છે કે દાણીલીમડા પોલીસ સ્ટેશન ની બાજુમાં જ પોતે કોર્પોરેશનના અધિકારીની મિલીભગતથી ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી દીધું અને બીજા કોઈ વેપારી કે રહીશો બાંધકામ કરે તો તે લોકોનું તોડાવી નાખવાનું કાવતરું આકાશ સરકાર દ્વારા રચવામાં આવી રહ્યું છે અને જે કોઈ બાંધકામ કરતી વ્યક્તિ આકાશ સરકારને ખંડણી પેટે રૂપિયા આપી દે તો તેનું બાંધકામ બિન્દાસ પણે બંધાઈ જાય છે.
આકાશ સરકારના ગેરકાયદેસર બાંધકામના ફોટા :
આ આકાશ સરકારની વાત કરવામાં આવેતો તે પોતે એક સામાજિક કાર્યકર અને આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ હોવાનું લોકોને જણાવી રહ્યો છે અને અનેક રહીશો અને વેપારીઓને પોલીસ અને કોર્પોરેશનની દાદાગીરી થી ગભરાઈ રહ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.અને બીજી વાત તો એ કે કોઈ વેપારી કે કોઈ સ્થાનિક રહીશ આકાશ સરકાર નામની વ્યક્તિ સામે અવાજ ઉઠાવે તો તરત જ આકાશ સરકાર અને તેના માણસો દ્વારા એટરોસિટી ના ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોય છે અને અગાઉ પણ આકાશ સરકાર ઉપર અનેક ગુન્હાઓ પણ દાખલ થયેલા હોવાનું સ્થાનિક રાહીશોનું કહેવું છે ત્યારે બીજી તરફ કોર્પોરેશનના પણ અનેક અધિકારીઓ અને કર્મચારીઓ આ આકાશ સરકારના ત્રાસથી કંટાળી બીજા ઝોનમાં બદલી કરાવી દેવાની વાતો પણ સામે આવી રહી છે તો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આકાશ સરકારની ખાનગી રાહે તપાસ કરે તો આકાશ સરકારના અનેક મસમોટા કૌભાંડો નો પર્દાફાશ થવાની ભીતિ સેવાઈ રહી છે.
“આકાશ સરકારની” બીજી અનેક હકીકતો આવતા અંકે અમારા ન્યૂઝમાં જોતા રહો.