ચેનલ હેડ,આગમ શાહ
શહેરની મહત્વની ત્રણ એજન્સીઓમાં ડીસીપી પર એસીપીનું વર્ચસ્વ
ગુજરાતમાં ગુનાનો ભેદ ઉકેલાય નહીં ત્યારે આ એજન્સીઓ પર મદાર રખાય
નવા ડીસીપી ની સરખામણીમાં એસીપી ખાતામાં ખૂબ જ જૂના અને જાણકાર હોવાથી તેમનું વર્ચસ્વ
ગુજરાત પોલીસ ગુનાનો ભેદ ઉકેલવામાં દેશભરની પોલીસ માં અગ્ર હરોળમાં આવી રહી છે. ત્યારે સૌથી મહત્વની ત્રણ એજન્સીઓનું સુકાન સંભાળી રહેલા ડીસીપીની સરખામણીમાં તેમના એસીપી ખૂબ જ સિનિયર અને અનુભવી હોવાથી ત્રણે એજન્સીઓમાં એસીપી નું વર્ચસ્વ ડીસીપી કરતા વધારે છે સાથે સાથે તેણે ડીસીપી ત્રણે સિનિયર એસીબીના સંપૂર્ણ કંટ્રોલમાં હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે.
ગુજરાતમાં કોઈ મોટી ગુનાખોરી થાય અને તેનો ભેદ ઉકેલાતો ના હોય ત્યારે ખુદ સરકાર પણ જે એજન્સીઓ ઉપર મદાર રાખતી હોય છે તે એજન્સીમાં ડીસીપી તરીકે ફરજ બજાવતાં અધિકારીઓ પોલીસ ખાતામાં ઘણા નવા છે. તેમના ટેલેન્ટ અને ટેકનોલોજીની જાણકારી તેમને મહત્વની ત્રણેય એજન્સીમાં કી પોસ્ટ ઉપર લાવી શકી છે.
અમદાવાદની આ ત્રણે મહત્વની એજન્સીમાં ડીસીપી ની હાથ નીચે કામ કરતા ત્રણેય એસીપી વર્ષો સુધી પોલીસ ખાતામાં ઘડાયેલા છે અને તેમની સૂઝબૂઝના કારણે ખુદ ડીસીપી પણ મહત્વના નિર્ણય લેતા પહેલા તેમની સલાહ લેતા હોય છે.
એક એજન્સીના ડીસીપીની જેટલી ઉંમર છે તેટલા વર્ષોથી પોલીસખાતામાં મહત્વનાં ટાસ્ક સંભાળનાર એસીપી તેમની સામેની ચેમ્બરમાં જ બિરાજમાન થાય છે. જ્યારે પણ મહત્વનું ઓપરેશન કરવાનું હોય કે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો ખુદ ડીસીપી સામે ચાલીને એસીપીની સલાહ લેતા હોય છે.
વર્ષોથી સરકારના અને પોલીસ ખાતાના ટ્રબલ શૂટર રહેલા એસીપી સંપૂર્ણ એજન્સીને પોતાના કંટ્રોલમાં રાખી ગુનાખોરીનો ભેદ ઉકેલી રહ્યા છે. જ્યારે ડીસીપી હજુ અમદાવાદમાં ખૂબ જ નવા હોવાથી એસીપીનું એક વડીલ તરીકે માર્ગદર્શન લઇ રહ્યા છે.
અદ્યતન ટેક્નોલોજીના જાણકાર ગુનેગારોને ઝડપી લેવા માટે કાર્યરત એજન્સીના ડીસીપી પણ ખૂબ જ ટેલેન્ટેડ હોવાથી ડિટેક્શન રેટ ખાસ્સો વધી ગયો છે. આ એજન્સીમાં પણ એસીપી ખૂબ જ સિનિયર અને મોટું પીઠબળ ધરાવતા હોવાથી તેમનું પણ ખાસ્સું વર્ચસ્વ છે. પણ ડીસીપી તેમની સલાહ લેવાના બદલે જાતે જ પોતાના નિર્ણય લઇ રહ્યા હોવાથી ઘણી વખત એસીપી નારાજ પણ થતા હોય છે પરંતુ ડિસિપ્લીન ફોર્સ હોવાને કારણે તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી શકતા નથી.
ત્રણે એજન્સીના ડીસીપી તેમના લેવલે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે સામે ત્રણે એસીપીનો રોલ પણ ડિરેક્શનમાં અસામાન્ય રહેતો હોવાથી ડીસીપી ત્રણેય એસીપીને ચોક્કસ માન આપી રહ્યા છે જેને પગલે એજન્સીના તમામ કર્મચારીઓ પણ એસીપીનું માન જાળવતા હોય છે