અમદાવાદ IIMમાં છેલ્લા બે દિવસ માં વધુ વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વિગતો જાણવા મળી છે
છેલ્લા 12 દિવસમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45 જેટલી થઈ ગઈ છે. જેમાં 38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. IIM-Aના કોરોના ડેશ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIMમાં 26-27 માર્ચે 5 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પણ 114 લોકોના ટેસ્ટ થયા હતા. જેમાં 91 RT-PCR ટેસ્ટ કરાયા હતા. તેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
નોંધનીય છે કે ગત તા.12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા.
આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ હવે કુલ 45 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.
Tuesday, May 7