અમદાવાદ માં માસ્ક ના નામેં લોકો ને ટાર્ગેટ કરાતા પબ્લીક માં હવે પોલીસ અને અને લોકો વચ્ચે રોજ બરોજ ઘર્ષણ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં નવરંગપુરા માં યુવતી પર હાથ ઉપાડનાર પોલીસકર્મી વિક્રમસિંહ ઈશ્વરસિંહને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરતા પબ્લિક ઉપર બહાદુર બનતા પોલીસવાળા માં સોપો પડી ગયો છે. યુવતી ને બે લાફા ઝીંકી દેનાર પોલીસ કર્મી ને સસ્પેન્ડ કરી દીધા બાદ સમગ્ર ઘટના મામલે બી ડિવિઝન એસીપી એલ.બી. ઝાલાને વધુ તપાસ સોંપાઈ છે.
કાયદા મુજબ, પોલીસકર્મી કોઈ વ્યક્તિ પર હાથ ઉપાડી શકતો નથી. ખાસ કરીને મહિલા પોલીસ વગર પુરુષ પોલીસકર્મી મહિલાને હાથ પણ અડાડી શકે નહીં છતાં પણ અમદાવાદના એક પોલીસકર્મીએ આ રીતે હાથ ઉપાડ્યા જે અંગેનો મોબાઈલ ફોન માં વિડિયો રેકોર્ડ થઈ વાઇરલ થતા આ મામલો ઉપર સુધી પહોંચ્યો હતો, સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં પણ લોકો આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા હતા.
અત્રે એ નોંધનીય છે નેતાઓ જાહેરમાં સરકારી ગાઇડલાઈન તોડતા હોય છે ઘણીવાર માસ્ક ની પણ અવગણના કરતા હોય છે તેમછતાં પોલીસ નેતાઓ સામે ઉંચી નીચી થતી નથી કેમકે તે નેતા છે પણ પબ્લિક માં કોઈનું માસ્ક જરા નાક નીચે હોય , પાણી પીતો હોય,ગાડી માં એકલો હોય , દુકાન માં હોય તેવા કેટલાય લોકો પાસેથી હજાર-હજાર ના દંડ થપકાર્યા છે તેથી પબ્લીક માં નારાજગી ફેલાઈ છે અને રોષ જોવા મળી રહયો છે.
Sunday, May 5