ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે.
પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના નારોલ વિસ્તારની કે જ્યાં નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ.પટેલ અને વહીવટદાર હરપાલસિંહ દ્વારા નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.નારોલ પોલીસ સ્ટેશન ના પી.આઈ. અને વહીવટદાર હરપાલસિંહ દ્વારા દરેક અડ્ડાઓ ઉપર ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :
1.દેરાણી જેઠાણી નામથી ફેમસ
દેશી દારૂ
સ્થળ : નારોલ દશામાં મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં
2. ગીતાબેન જુલા વાળા
દેશી દારૂ
સ્થળ : નારોલ પોલીસ સ્ટેશનની પાછળ વિજયનગર ની અંદર તલાવડી પાસે
3.ચકુ બેન
દેશી દારૂ
વિનસમ હોટેલ ની પાછળ ખુલ્લા મેદાનમાં નારોલ.
જો આવીરીતે અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ દારૂ અને જુગાર તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ ધંધા ધમધમતા હોય અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ વાત થી અજાણ હોય તે વાત જરા પણ માનવામાં ન આવે તેવી હોય તેવું લાગી રહ્યું છે.
આ તમામના ના ત્યાં દારૂ અને નશીલા પદાર્થો સપ્લાય કરનાર મુખ્ય વ્યક્તિઓ સાજીદ અને બાબુલ કે જેઓ નારોલ થી લઈ વટવા સુધી પોતાનો અડીંગો જમાવી ઠેકઠેકાણે દારૂ અને બીજા નશીલા પદાર્થો સપ્લાય કરી રહ્યા છે !
ક્રમશઃ