શહેરમાં દિવસને-દિવસે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અકસ્માતની ઘટનાઓમાં થતા વધારાને નાથવા અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્ગારા નવા –નવા પ્રયોગ હાથધરવામાં આવે છે ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા સમયાતરે શહેરમાં ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવતુ હોય છે. બેફામ રીતે શહેરમાં ધમધમતા વાહનો અંકુશ લાવવ માટે નવી –નવી -ટેકનોલોજી વિકસવામાં આવતી હોય છે.
શહેરમાં બેફામ સ્પીડ પર લગામ લગવવા ખાસ કાર્યવાહી કરવામાં આવી છે. અને થોડાક દિવસ આગાઉ શહેરમાં બ્લેકફેક ધકાવતી કાર અને માઇડફાઇ સાયલેન્સર ધરાવતી બાઇકો સામે મેગા ડ્રાઇવ યોજી દંડનીય કાર્યવાહી હાથધરવામાં આવી હતી
24 કલાક વાહનોથી ધમધમતો એવો એસ જી આઇ ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં દિવસને દિવસે ચિંતાજનક વધારો થઇ રહ્યો છે એસ જી હાઇવે બેફામ ગતિએ કાર, બાઇક ,સહિત ભારે વાહનો ચાલવનાર સામે ટ્રાફિક પોલીસે લાલઆંખ કરી છે અને ખાસ એસ જી હાઇવે પર સ્પીડ લિમિટ યંત્રો વિકસવામાં આવ્યુ છે. જેમાં કારચાલક 70થી વધુ ઝડપે વાહન હંકરશે તો મસમોટો દંડની જોગવાઇ કરવામાં આવી છે જો ડ્રાઇવ આજથી એસ જી હાઇવે બનતા અકસ્માતોને નાથવા અમલમાં લેવાઇ છે જો કારચાલક પહેલી વખતમાં પકાડાશો તો 2 હજાર અને બીજી વખતમાં પકડાશો તો 4 હજાર દંડ વસૂલવામાં આવશે અને જો હજુ પણ નહી સુધરે અને ત્રીજી વાર પકડાશે તો 6 મહિના લાયસન્સ રદ કરવાની જોગવાઇ કરવામા આવી છે
હવે કેવી રીતે ઓવર સ્પીડ ચલાવત કાર ચાલકો પકડાશે ?
એસ જી હાઇવેના બ્રિજના ખુણામાં મશીનો લગાવમાં આવ્યા છે અને રોડ પર સીસીટીવી કેમરોઓ લાગેલા છે જેમાં સીસીટીવી અધારે સોફ્ટવેર ઇન્સટોલ કરી બેફામ ગતિએ કાર હંકરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે