દાણીલીમડા પોલીસને મળેલી બાતમીના આધારે જુની રચુલ કડીયાની ચાલી ઉર્દુ શાળા ૫,૬ ની બાજુમા બહેરામપુરા દાણીલીમડા વિસ્તારમાં જુગારનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો. દાંડી પોલીસના સર્વેલન્સ સ્કોડ એ .એસ . આઈ રમેશકુમાર નાથુભાઈ, હેડ કોન્સ્ટેબલ બિપીનચંદ્ર ખુશાલદાસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર સવજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રમેશભાઈ વગેરે સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ બિપીનચંદ્ર ખુશાલદાસ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રમેશભાઈને મળેલી સંયુક્ત મળેલી બાતમીના આધારે આરોપી મોહમ્મદરફીક ઉર્ફે ઇલુભાઈ ભાઈ અને આરોપી અબ્દુલ રજાક શેખજુની રચુલ કડીયાની ચાલી માં બહેરામપુરા વિસ્તારમાં જુગાર રમતા પોલીસે ઝડપી પાડયા હતા
દાણીલીમડા પોલીસે રૂપિયા 98,680 નો મુદ્દામાલ સહિત સુઝુકી કંપનીનું બર્ગમેન જેનો નંબર GJ27DL9543 છે તે સહિતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આગળ હવે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે