Gujarat:સાબરમતી નદીનું પ્રદુષણ દૂર કરવા રૂ. 400 કરોડનો નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન બનાવ્યો હતો. રૂ. 500 કરોડ ખર્ચ થઈ ગયું છતાં નદીનું પ્રદુષણ ઓછુ થયું નથી. હતુ તેનાથી વધી ગયુ છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે 2011માં આ ખર્ચ ચૂક્યુ હતું. મોદીની સાબરમતી મેલી જ રહી છે. મોદી જે રીતે વારાણસીની ગંગા નદી શુધ્ધ કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમ સાબરમતીને શુધ્ધ કરવામાં તેઓ ગંગા પ્લાન પહેલા નિષ્ફળ હતાં.
500 કરોડો રૂપિયા એળે ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના પાણી શુદ્ધિકરણ એસટીપી પ્લાન્ટ છે. પણ ગટર અને ઉદ્યોગો દ્વારા ટ્રીટ કરીને છોડવામાં આવતા પાણીમાં પ્રદુષણની માત્રા વધારે છે.
રૂ. 444.44 કરોડના પ્લાનમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે નરેન્દ્ર મોદીને આ પ્લાનના 60 ટકા નાણા આપ્યા હતાં. માર્ચ 2022ના રોજ કામ માંડ પુરુ થયું હતું. છતાં નદીનું પ્રદુષણ લેશમાત્ર પણ ઓછું થયું નથી.
અમદાવાદ શહેરમાં રૂ. 430 કરોડના ખર્ચે 6 સ્થળે નવા એસટીપી પ્લાન્ટ બનાવ્યા છે.
આ તમામ પ્લાન્ટ એસબીઆર ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ તેના પણ પેરામીટર્સ મળતા નથી. ખાસ કરીને વાડજ જલવિહાર, શંકરભુવન અને નવા પીરાણા 155 પ્લાન્ટમાં સમસ્યા જોવા મળી રહી છે. ટેકનોલોજી નિષ્ફળ ગઈ છે.
સાબરમતી નદી શુદ્ધિકરણ યોજનામાં ગાંધીઆશ્રમના ચંદ્રભાગા નાળા પાસે, મેઘાણીનગર, હાથીજણ, ચિલોડા, વાસણા, નવા નિકોલ અને વસ્ત્રાલમાં રૂ. 60 કરોડના ખર્ચથી ગટર પપીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
સરખેજ, રાણીપ, વટવા, હંસપુરા, નરોડા અને વસ્ત્રાલમાં રૂ. 43 કરોડના ખર્ચથી 88 કિ.મી.ની નવી લાઈનો નાંખવામાં આવી છે. રૂ.૭૦ કરોડના ખર્ચથી 11 કિ.મી.ની લંબાઈની લાઈનો રિહેબ કરી છે. જેમાં એપીએમસી વાસણાથી ગુપ્તાનગર, વાસણાથી પાલડી, નહેરુનગરથી વિજય, દરિયાપુરથી કાલપુર, મેમ્કોથી બાપુનગરનો સમાવેશ થાય છે.
નદીમાં જતા પાણીના પરિણામો પરથી જાહેર થાય છે. સીપીસીબીના નિયમ મુજબ નદીમાં ડીઓડીની માત્રા બે હોવી જરૂરી છે પરંતુ પીરાણા ટર્મિનલ અને શાસ્ત્રીબ્રિજ મેઘાલયના આઉટલેટમાં તેની માત્રા 100 કરતા પણ વધારે છે.
જયારે નદીમાં એલિસબ્રિજ પાસે બીઓડીની માત્રા 5, સરદારબ્રિજ પાસે 4 અને આંબેડકર બ્રિજ પાસે 6 છે જે નિયત માપદંડો કરતા વધુ છે. નદીનું પાણી નાહવા લાયક કે પીવાલાયક રહયું નથી.