અમદવાદ શહેરમાં આવેલ દાણીલીમડા પોલીસ સ્ટેશનએ મળેલી બાતમીના આધારે શહેરમાં ચાલતા ગેરકાયદેસર કોલસેન્ટર પર દરોડા પડ્યા હતા ,ત્યારબાદ આરોપીઓને ઝડપીને દાણીલીમડા પોલીસે તેમની સામે કાયદાકીય ગુનો નોંધ્યો હતો
અમદવાદના દાણીલીમડા ખાતે બેરલ માર્કેટ ગોસીયા મસ્જિદની પાસે આવેલ એઝાજપાર્કના મકાન નંબર 18માં આરોપી દુર્ગેશ લેપટોપ અને મોબાઇલ ફોનથી ગેર-કાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો આ કોલ સેન્ટરમાંથી તે કોલ કરનારી વ્યક્તિને પોતે અમેરીકાની “ CASHNET USA ” તથા “ ADVANCE AMERICA “ નામની લોન આપનારી કંપની તરીકેની ઓળખાવે છે ત્યારબાદ તે લૉન આપવાનું કહીને અમેરીકન નાગરીકો ને TEXT NOW ડાયલર સોફ્ટવેર મારફતે અમેરીકાનો નંબર ડિસ્પ્લે કરી કોલ કરીને લોન આપવાનાબહાને Payday પ્રોસેસથી ગેરકાયદેસર રીતે ફસાવે છે અને અને આવી રીતે લોકોને ઠગે છે બાદમાં તે ભોગ બનનારને એવું જણાવે છે કે, “અમે તમારા ખાતામાં લોનના પૈસા ડીપોઝીટ કરાવવાની કોશિશ કરીયે કરીયે છીએ પણ તમારો ક્રેડીટ સ્કોર ઓછો હોવાથી આ સકસેસફુલ થયું નથી ,જેના લીધે તમારે અમારી કંપની સાથે મ્યુચ્યુઅલ ટ્રાન્જેકશન કરવાનુ રહેશે, જેનાથીતમારો સ્કોર 700 પોઇન્ટ અંદાજે વધી જશે અને તમને પણ ખાત્રી થઇ જશે કે લોનના પૈસા તમને આપવામાં આવશે અને લોન તમારા ખાતામાં ડીપોઝીટ થઇ જશે,તેમજ વૉલમાર્ટ તેમજ ઇ-બે કાર્ડ ખરીદ કરાવડાવી તેનો નંબર મેળવી તેની ઉપર પ્રોસેસ કરાવી નાણાં મેળવી લઇ અમેરીકન નાગરીકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃતિ ચાલતી હતી.આ રીતે ગેરકાયદેસર કોલસેન્ટરમાં લોકોને મૂર્ખ લાખોની ઠગાઈ કરવામાં આવતી હતી
દાણીલીમડા સિનિયર પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.તડવીની સુચના અને માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી કરવામાં આવી જેમાં સર્વેલન્સ સ્કોડના એન.પી.ગરાસીયા ,પોલિસ સબ.ઇન્સ્પેક્ટર તથા એ.એસ.આઇ.રમેશકુમાર નાથુભાઇતથા હેડ કોન્ટેબલ મોસીનમીયા યાસીનમીયા ,તથા હેડ કોન્ટેબલ અમરસિહ રઘુરાજસિહતથા અનાર્મ હેડ કોન્ટેબલ બિપીનચન્દ્ર ખુશાલદાસ તથા પોલિસ કોન્સ્ટેબલ એઝાઝહુ સેન સાબીરભાઇતથા પોલિસ કોન્સ્ટેબલ ખુમાનસિહ બળદેવભાઇ વગેરે સ્ટાફના માણસોએ સાથે મળીને પેટ્રોલીંગમાં દરમિયાન 8 આરોપીની ધરપકડ કરીને ડેલ કંપનીનું લેપટોપ જેની જેની કિંમત રુ, 60,000 / તથા અલગ અલગ કંપનીના દસ મોબાઈલ ફોન જેની કિંમત ,રુ 1,38,000 / તેમજ 1 વાઇફાઇરાઉટર જેની જેની કિંમત રુ 500 /મળીને કુલ કિંમત , રુ 1,98,500/ નો મુદામાલ પકડી લઇને દાણીલીમડા પોલીસ સ્ટેશન “ એ “ પાર્ટ કલમ 406 , 419 , 420 ,120 (બી) તથા આઈ.ટી.એકટ કલમ 66(સી), 66 (ડી) મુજબનો ગુનો નોંધ્યો છે