કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં અાવેલ બજેટમાં કર્મચારીઓના પ્રશ્નોની અવગણનાને લઇને સંઘની ભગિની સંસ્થા ભારતીય મઝદૂર સંઘ દ્વારા બજેટનાં વિરોધમાં રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો યોજવાનું નક્કી કરવામાં અાવ્યુ હતુ.
કેન્દ્રીય બજેટના વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા અમદાવાદ જિલ્લા મઝદૂર સંઘ, AMTS, BRTS, GISF, અાંગણવાડી તેમજ અમ્યુકોના અાગેવાનોએ કોર્પો.કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં અેકત્રિત થઈ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરેલ.