શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો 30 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં રવિવારે સૌથી વધી 54 મિમી (2 ઈંચથી વધુ) વરસાદ ગોતા વોર્ડમાં પડ્યો છે. આ સિવાય રાણીપ અને ચાંદખેડામાં 50-50 મિમીથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરખેજમાં 46 મિમી, ઉસ્માનપુરામાં 41, દૂધેશ્વરમાં 40, દાણીલીમડામાં 40, બોડકદેવમાં 39, નરોડામાં 37, કોતરપુરમાં 34, મેમ્કોમાં 34 અને પાલડીમાં 34 સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે
અમદાવાદમાં રવિવાર સુધી સિઝનનો 767 મિલીમીટર (30 ઈંચથી વધુ) વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 870 મિલીમીટર વરસી ચૂક્યો છે. મધ્ય ઝોનમાં 798 મિલીમીટર, દક્ષિણમાં 776, પશ્ચિમમાં 768, પૂર્વમાં 768 મિલીમીટર અને ઉત્તર-પશ્ચિમમાં 688 મિલીમીટર વરસાદ વરસ્યો છે.