વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2020 લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં પહેલા ક્વાર્ટરની અને આજે બીજા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. આમ ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે.
જેમાં સમગ્ર દેશમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ 5માં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10 ક્રમે રહ્યું છે. જ્યારે વર્ષ 2019માં અમદાવાદ 6ઠ્ઠા ક્રમે અમદાવાદ, રાજકોટ 9માં નંબર પર, સુરત 14માં નંબરે અને વડોદરા 79 ક્રમે રહ્યું હતું.
આમ અમદાવાદ એક રેન્કની, સુરતે 12 રેન્કની, રાજકોટે 3 રેન્કની જ્યારે વડોદરા 69 રેન્કની સૌથી મોટી છલાંગ લગાવી ટોપ 10માં પહોંચી ગયું છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યું છે. આગાઉ રાજકોટ 9માં નંબરે હતું. પરંતુ આ વખતે છઠ્ઠા ક્રમાંકે આવ્યું છે. આ અંગે રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલ અને મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ અને સફાઈકર્મીઓનો અમે આભાર માનીએ છીએ. આગામી સમયમાં ટોપ 3માં સ્થાન મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.