શહેરના પૂર્વના વિસ્તારોમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ગઇકાલે નરોડામાં દિવસે જાહેરમાં એક યુવકનું મર્ડર થયું હતું. ત્યારે આજે એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં લુખ્ખા તત્વો ચાકુની અણીએ લોકોને ડરાવી રહ્યા છે અને હપ્તા ઉઘરાવી રહ્યા છે.
શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે એક તરફ સરકાર દાવો કરે છે કે શહેરમાં શાંતિ છે ત્યારે બીજી તરફ શહેરના પૂર્વના વિસ્તારોમાં જાહેરમાં હત્યા અને લુખ્ખા તત્વોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે. હાલ શહેરમાં સોશિયલ નેટવર્ક ઉપર એક વીડિયો વાયરલ થયો છે જેમાં લુખ્ખા તત્વો ચાકુની અણીએ લોકોને ડરાવી રહ્યા છે અને હપ્તા પણ ઉઘરાવી રહ્યા છે ત્યારે પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને આ તમામ ઘટનાઓ જોઇ રહી હોય એવું લાગી રહ્યું છે.