અમદાવાદ ખાતે નવીન ડિઝાઈનરને તક અને મંચ પુરૂ પાડવાના હેતુ સર વિકેન્ડવીન્ડોનું અાયોજન કરાયુ. વેકેશન સિઝનને ધ્યાનમાં રાખીને વાયએમસી ક્લબખાતે વિકેન્ડવીન્ડો 27 થી 29 અેપ્રિલ દરમિયાન કરવામાં અાવ્યુ હતુ. જે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. અા ઈવેન્ટમાં રાજકોટ, દુબઈ, મુંબઈ, પુણે, અમદાવાદ વગેરે શહેરોના ડિઝાઇનરોએ ભાગ લીધો હતો. અા અેક્ઝિબિશનમાં 150થી વધુ ફેશન બ્રાન્ડ, 30થી વધુ બ્રાન્ડ અને 50થી વધુ બાળકોમાટે વર્કશોપ અને પ્રવૃત્તિઅોનુ અાયોજન કરવામાં અાવ્યુ હતુ. ડાન્સવર્કશોપ સ્ટેન્ડિંગ કોમેડી જેવી અનેક પ્રવૃત્તિઓનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. અા વખતે 70થી વધુ બ્રાન્ડ અમદાવાદ બહારની છે.અાવનારા વેકેશનને ધ્યાનમાં રાખીને અા વખતની થીમ કલર્સ રાખી છે.
બાળકોથી લઈને દરેક વયના લોકો માટે કંઈક અલગ અેક્ઝિબિશનમાં ઉપલબ્ધ છે. અા પ્રકારના અેક્ઝિબિશનના કારણે અેવા કંઈક ડિઝાઈનરોને તક સાંપડે છે જે લોકો ઘરેથી જ પોતાનો ધંધો કરે છે.