અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા, દાવેદારોને ફોન આવવાના શરૂ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ એક્શન મોડમાં આવી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી છે. પાર્ટી દ્વારા સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલાં જ પસંદગી પામેલા ઉમેદવારોને ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાને કારણે શહેરના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે આ વખતે અનુભવી જૂના જોગીઓ અને નવા ઉત્સાહી ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
પશ્ચિમ વિસ્તારના મહત્વના વોર્ડમાં ઉમેદવારોની પસંદગી
બોડકદેવ વોર્ડ: બોડકદેવમાં ભાજપે વિશ્વાસ જાળવી રાખતા વર્તમાન કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. તેમની સાથે AMTSના ચેરમેન ધરમશી દેસાઈને પણ ટિકિટ આપવામાં આવી છે. મહિલા ઉમેદવારોમાં ભાવનાબેન પટેલ અને પારુલ મકવાણા પર પસંદગી ઉતારવામાં આવી છે.
જોધપુર વોર્ડ: જોધપુર વોર્ડમાં પક્ષે પરિવર્તનનો પવન ફૂંક્યો છે. અહીં માત્ર ભારતીબેન ગોહિલને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની ત્રણ બેઠકો પર ભાગ્યેશ પટેલ, વિનોદ પટેલ (જાખડ) અને નયનાબેન કોટક જેવા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે.
સરખેજ અને વેજલપુરમાં નવા સમીકરણો
સરખેજ વોર્ડ: સરખેજમાં સ્થાનિક જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને આધારે પસંદગી કરાઈ છે. અહીં રાજુ શુક્લા, દ્વિયેશ ત્રિપાઠી, હેમા શાહ અને જેઠી ભરવાડના નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.
વેજલપુર વોર્ડ: વેજલપુરમાં પણ પાર્ટીએ અનુભવી કાર્યકરોને પ્રાધાન્ય આપ્યું છે. અહીં દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર અને જુલી ચૌહાણને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
વિવિધ વોર્ડના સંભવિત ઉમેદવારોની યાદી
ભાજપ દ્વારા જે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અથવા જેમના નામ ચર્ચામાં છે તેની યાદી નીચે મુજબ છે:

