અરવલ્લી રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ટેકાના ભાવ ન મળતા વિરોધનો વંટોળ શરૂ થયો છે.હાલ માંજ મહારાષ્ટ્રમાં ખેડૂતોએ 180 કિમી પદયાત્રા કાઢી ટેકા ના ભાવ મુદ્દે વિરોધ કર્યો હતો.ત્યારે હવે ગુજરાતનાં ખેડૂતોએ પણ વિરોધ શરૂ કર્યો છે.અરવલ્લી જીલ્લામાં આજે ખેડૂતોએ પૂરતા ટેકાના ભાવ ન મળતા અંતે આજે વિરોધ કરીને હાઇ વે ચક્કાજામ કર્યો છે.
મોડાસા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતોએ ચક્કાજામ કર્યો. ઘઉં વેચવા આવેલા ખેડૂતોને ટેકાના ભાવ ના મળતા વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને ટેકાના ભાવથી હરાજી ના કરતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.સરકારે નક્કી કરેલા રૂપિયા 347ની સામે 320 રૂપિયે માર્કેટયાર્ડમાં હરાજી શરૂ કરતા ખેડૂતોએ હરાજી અટકાવી. મોડાસા-અમદાવાદ હાઈવે પર ખેડૂતો ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો.જો કે પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી આવીને પરિસ્થીતી પર નિયત્રંણ મેળવ્યુ હતુ..