અર્જુન તેંડુલકરના પ્રી-વેડિંગમાં પિતા સચિન થયા ભાવુક: કહ્યું કંઈક એવું કે મહેમાનોની આંખોમાં આવી ગયા આંસુ!

3 Min Read

અર્જુન તેંડુલકરના પ્રી-વેડિંગ ફંક્શનની ધૂમ: દીકરા માટે સચિન તેંડુલકરે કહી હૃદયસ્પર્શી વાત, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના ઘરે હાલ ખુશીઓનો માહોલ છે. સચિનના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન આગામી 5 માર્ચના રોજ થવાના છે, જેના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ચૂકી છે. અર્જુન અને તેની મંગેતર સાનિયા ચંડોકના લગ્ન પહેલાના કાર્યક્રમો જામનગરમાં યોજાઈ રહ્યા છે, જ્યાં સચિન તેંડુલકર પોતાના પુત્ર માટે સ્પીચ આપતા ભાવુક થઈ ગયા હતા.

જામનગરમાં અંબાણી પરિવાર સાથે સેલિબ્રેશન

અર્જુન અને સાનિયાના પ્રી-વેડિંગ ફંક્શન માટે તેંડુલકર પરિવાર જામનગર પહોંચ્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા. આ પ્રસંગે મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સચિન અને અંજલિ તેંડુલકરની સાથે અંબાણી પરિવાર પણ જોવા મળી રહ્યો છે. તેંડુલકર પરિવારે પૂજા અર્ચના સાથે આ મંગલ કાર્યક્રમોની શરૂઆત કરી હતી. સચિને આ સુંદર આયોજન માટે અંબાણી પરિવારનો આભાર માનતા કહ્યું કે, “નવી સફરના આશીર્વાદ આપવા માટે આનાથી શ્રેષ્ઠ જગ્યા અને શ્રેષ્ઠ લોકો બીજા કોઈ ન હોઈ શકે.”

- Advertisement -

sachin.jpg

દીકરાને મોટો થતો જોઈ સચિન થયા ઈમોશનલ

ફંક્શન દરમિયાન સચિન તેંડુલકરે એક અત્યંત ભાવુક સ્પીચ આપી હતી. તેમણે અર્જુન અને સાનિયાના પ્રેમ વિશે વાત કરતા જણાવ્યું કે, “જ્યારે દીકરો કોઈ છોકરીને ઘરે લાવીને પરિચય કરાવે છે, ત્યારે અહેસાસ થાય છે કે દીકરો હવે ખરેખર મોટો થઈ ગયો છે. આ બંને એકબીજાના પ્રેમમાં પાગલ લાગે છે.” સચિને વધુમાં ઉમેર્યું, “અર્જુન, મારે કહેવું જ પડશે કે મને તારા પર ગર્વ છે. તને જીવનમાં એવી વ્યક્તિ મળી છે જે તને એટલો જ પ્રેમ કરે છે જેટલો તું તેને કરે છે.” સચિનની આ વાતો સાંભળી ત્યાં હાજર મહેમાનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

- Advertisement -

નીતા અંબાણીએ અર્જુન માટે વ્યક્ત કર્યો પ્રેમ

આ સેલિબ્રેશન દરમિયાન નીતા અંબાણીએ પણ તેંડુલકર પરિવાર પ્રત્યેનો તેમનો સ્નેહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “સચિન અને અંજલિ, તમે હંમેશા અમારા પરિવારનો હિસ્સો રહ્યા છો. આજે તમારી આ ખુશીમાં સામેલ થઈને અમારું હૃદય ભરાઈ આવ્યું છે.” તેમણે અર્જુનને યાદ અપાવતા કહ્યું કે, “મારા વહાલા અર્જુન, મેં તને અમારી સ્કૂલમાં એક નાના બાળકથી લઈને આજે અહીં પોતાની જિંદગીની સૌથી સુંદર પાર્ટનરશિપ શરૂ કરવા તૈયાર થતા જોયો છે.”

Share This Article