અર્જુન તેંડુલકરે ટ્રેનિંગ દરમિયાન શેર કર્યો પપ્પા સચિનના બેટ સાથે જોડાયેલો કિસ્સો

3 Min Read

અર્જુન તેંડુલકરે પિતા સચિનના બેટને લઈને ખોલ્યું રહસ્ય, જાણીને દંગ રહી ગયો ઋષભ પંત

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના કેમ્પમાંથી એક ખૂબ જ રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર અને ટીમનો કેપ્ટન ઋષભ પંત બેટના વજનને લઈને ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. અર્જુને જ્યારે પોતાના પિતાના બેટના વજન વિશે ખુલાસો કર્યો ત્યારે પંતની પ્રતિક્રિયા જોવા જેવી હતી.

આ વખતે આઈપીએલમાં અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સનો સાથ છોડીને લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. અર્જુન હાલમાં લખનઉના ઇકાના સ્ટેડિયમમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યો છે, જ્યાં આ મજેદાર કિસ્સો બન્યો હતો.

- Advertisement -

arjun.jpg

અર્જુને જણાવ્યું કે કેમ તે ભારે બેટથી રમવાનું પસંદ કરે છે

ટ્રેનિંગ સેશન દરમિયાન ઋષભ પંતે અર્જુનને તેના બેટના વજન વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં અર્જુને જણાવ્યું કે, તેના બેટનું વજન લગભગ 1200 થી 1220 ગ્રામની વચ્ચે છે. અર્જુને હસતા હસતા કહ્યું કે, “ભારે બેટનો ફાયદો એ છે કે બોલ ફક્ત બેટને અડે તો પણ સીધો બાઉન્ડ્રી બહાર જતો રહે છે.”

- Advertisement -

આ વાતચીત દરમિયાન અર્જુને મોટો ખુલાસો કરતા કહ્યું કે, “પપ્પા (સચિન તેંડુલકર) તો 1310 થી 1315 ગ્રામ વજન ધરાવતા બેટનો ઉપયોગ કરતા હતા. હું પોતે પણ ક્યારેય 1200 ગ્રામથી હલકા બેટથી રમતો નથી.” ઉલ્લેખનીય છે કે ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરના ભારે બેટની ચર્ચા હંમેશા થતી રહી છે અને હવે અર્જુન પણ પિતાના આ વારસાને આગળ વધારી રહ્યો છે.

“તું તો લગ્નના બીજા જ દિવસે ટ્રેનિંગ કરવા પહોંચી ગયો!”

બેટ સિવાય ઋષભ પંતે અર્જુનની પર્સનલ લાઈફ અને ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સા વિશે પણ વાત કરી હતી. પંતે મજાકિયા અંદાજમાં પૂછ્યું કે, “તું તો તારા લગ્નના બીજા જ દિવસે યુવી પાજી (યુવરાજ સિંહ) સાથે ટ્રેનિંગ કરવા જતો રહ્યો હતો, તું ખરેખર ખૂબ જ ઉત્સાહી છે.” પંતે અર્જુનને ટીમમાં કોઈપણ મદદની જરૂર હોય તો નિઃસંકોચ જણાવવા પણ કહ્યું હતું.

- Advertisement -

લખનઉ સુપર જાયન્ટ્સ માટે ગત સીઝન ઘણી નિરાશાજનક રહી હતી, તેથી આ વર્ષે ટીમ નવા જોશ સાથે મેદાનમાં ઉતરશે. LSG ટીમ 1 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચથી પોતાની સફર શરૂ કરશે. ચાહકો હવે એ જોવા આતુર છે કે અર્જુન તેંડુલકર તેના ભારે બેટથી લખનઉ માટે કેવો કમાલ કરે છે.

Share This Article