રાજકોટના આટકોટમાં ટેન્કરમાંથી મળ્યો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

આટકોટ હોટલના પાર્કિંગમાં છુપાવાયો હતો વિદેશી દારૂનો જથ્થો

6 ડિસેમ્બર 2025ની રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલી બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં ઉભેલા ટેન્કર પર રેડ કરી હતી. તપાસ દરમિયાન ટેન્કરના ટાંકા અંદર ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 26,724 બોટલો મળી આવી હતી, જેના મૂલ્યનો અંદાજ રૂ. 2,22,62,319 જેટલો થાય છે. આ મામલે હેડ કોન્સ્ટેબલ સંજય ચાવડાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.

આરોપીઓમાં યુવક, સગીર તથા મુખ્ય સપ્લાયરનો સમાવેશ

પોલીસ ફરિયાદમાં રાજસ્થાનના બારમેર જિલ્લાના 21 વર્ષીય જોગરામ જાટ, 17 વર્ષીય સગીર ક્લીનર, રાજસ્થાનના ફતેપુરના મુખ્ય સપ્લાયર અનિલ પંડ્યા, તેનો સર્વન્ટ, ટેન્કર ઓનર અને આટકોટ ખાતે જથ્થો રિસીવ કરનાર અજાણી વ્યક્તિને આરોપી બનાવાયા છે. રેડ સમયે ટેન્કરની કેબિનમાં બે લોકો મળ્યા હતા જેમાં એક જોગરામ અને બીજો સગીર હોવાનું સામે આવ્યું છે. બંને ગાડી સંભાળી રહ્યા હતા અને લાંબા સમયથી રાજસ્થાનના સપ્લાયરના સંપર્કમાં હોવાનું જણાયું હતું.

atkot liquor tanker raid 2.jpeg

- Advertisement -

ગુપ્ત માહિતી આધારે કરવામાં આવી હતી કાર્યવાહી

પીએસઆઇ એસ.વી. ગળચરે જણાવ્યું હતું કે પંજાબથી અનિલ પંડ્યાએ મોટા વાહનો મારફતે ગુજરાતમાં દારૂ મોકલાવ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. તેમાંના એક બલ્કર ટેન્કર વિશે ખાસ હકીકત મળતા તેની મૂવમેન્ટની તપાસ શરૂ કરવામાં આવી હતી. ટ્રેક કરતા ટેન્કર આટકોટની બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં ઊભું હોવાની માહિતી મળતા ટીમે સ્થળ પર પહોંચીને કડક તપાસ હાથ ધરી હતી. કેબિનમાંથી બંને વ્યક્તિ મળતા તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં જોગરામે જણાવ્યું કે તે છેલ્લા છ મહિનાથી અનિલ પંડ્યા સાથે કામકાજ કરતો હતો અને તેમના વચ્ચે માત્ર ફોન દ્વારા જ વાતચીત થતી હતી. તેને 30 નવેમ્બરે બલ્કર લઈ ગુજરાતમાં પ્રવેશવાનો આદેશ મળ્યો હતો અને ડીઝલ માટે 40,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. ગુજરાત પાર કર્યા બાદ એક લાખ રૂપિયા મળશે એવી લાલચ પણ અપાઈ હતી. તેને જણાવવામાં આવ્યું હતું કે અનિલ પંડ્યા વોટ્સએપ કોલ કરશે અને ત્યારબાદ કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને ટેન્કર સંભાળી જશે.

- Advertisement -

atkot liquor tanker raid 1.jpeg

મુખ્ય સપ્લાયર સામે અનેક જુના ગુના ખુલ્યા

પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે અનિલ જગદીશપ્રસાદ જાટ એટલે કે અનિલ પંડ્યા વિરુદ્ધ કચ્છ, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં અત્યાર સુધી 17 જેટલા પ્રોહિબિશનનાં ગુના નોંધાયા છે. જેથી આ સમગ્ર નેટવર્કનું વિસ્તૃત જોડાણ ખુલાસા માટે તપાસ એજન્સીઓને વધુ ઊંડાણમાં જવું પડશે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.