વલસાડ જિલ્લા માં કોરોના ના કેસો અચાનક વધવા લાગતા જિલ્લા નું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર એક્શન માં આવી ગયું છે,ઓમીક્રોન ની દહેશત ને લઈ પગલાં ભરવામાં આવી રહયા છે.વલસાડ સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો ફિમેલ વોર્ડ તેમજ 30 બેડનો મેલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, વલસાડ જિલ્લામાં 9 દિવસમાં જ 24 કેસ નોંધાતાં જિલ્લા પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈન નો અમલ કરાવવામાં આવી રહ્યોછે. સંક્રમણ અટકાવવા પોલીસ દ્વારા ગુરૂવારથી જ માસ્ક ચેકીંગ અભિયાનનો વલસાડ શહેરથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.આ સાથે સમગ્ર જિલ્લામાં માસ્ક સહિત કોવિડ-19ના નિયમોના ભંગ કરનારાને ઝડપી પાડવા પોલીસ ચેકિંગ અભિયાન શરૂ કરાતાં લાપરવાહી વર્તનારાઓમાં ફફડાટ ફેલાયો છે.…
કવિ: SATYA DESK
નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવતના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શુક્રવારે સવારે 11 વાગ્યાથી જનરલ રાવત અને તેમની પત્નીના મૃતદેહને તેમના પરિવાર, મિત્રો અને જનતાના અંતિમ દર્શન માટે તેમના દિલ્હી સ્થિત ઘરે રાખવામાં આવશે. બપોરે લગભગ 2 વાગ્યે અંતિમયાત્રા શરૂ થશે. અંતિમ સંસ્કાર બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં સાંજે 4 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ ગુરુવારે પાલમ એરપોર્ટ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, આર્મી ચીફ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ…
ગતરોજ બપોરે 3.30થી 3.45ની વચ્ચે બંનેને સાત ફેરા લીધા. માહિતી એવી પણ મળી રહી છે કે બંનેએ પોતાના લગ્નજીવન શરૂ કરવા માટે અહીંના પ્રસિદ્ધ ચૌથ માતા મંદિરમાં દેવીના આશીર્વાદ પણ લીધા હતા. લગ્નમાં માત્ર નિકટના પરિવારજનો હાજર રહ્યાં હતાં.ગઈકાલે બપોરે 12 વાગે લગ્નની વિધિ શરૂ થઈ હતી. વિન્ટેજ કારમાં મહેલની અંદર જાન કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિકી કૌશલે ઘોડી પર ચઢીને તોરણ મારવાની વિધિ પૂરી કરી હતી. ત્યારબાદ વર પક્ષ તથા કન્યા પક્ષ એકબીજાને મળ્યા હતા. વિકીના પપ્પા શામ કૌશલ તમામને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. બપોરે સાડા ત્રણ વાગે ફેરા ફર્યા હતા અને પછી લગ્નની અન્ય વિધિ શરૂ થઈ હતી.…
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૨માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. જાેકે તેમ છતાં દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૧૯ નવા કેસ નોંધાયા છે અને ૧૫૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૨૫૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૪.૭૪૨ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૦૩૯ કેસ નોંધાયા છે અને ૧૧૨ સંક્રમિતોના મોત થયા છે. બુધવાર, ૮ ડિસેમ્બરે ૮૪૩૯ કેસ અને…
કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જે અંતર્ગત તેને માર્ચ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યું છે. બેઠક બાદ પત્રકારોને આ માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં તમામ માટે આવાસ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૬માં ગ્રામીણ વિસ્તારોમાં તમામ માટે આવાસ અંગે, એવો અંદાજ હતો કે ૨.૯૫ કરોડ લોકોને પાકાં મકાનોની જરૂર પડશે. જેમાં મોટી સંખ્યામાં પરિવારોને આવાસ આપવામાં આવ્યા છે. ઠાકુરે કહ્યું કે આ યોજનાને ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં…
વડોદરા તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૧ (ગુરુવાર) વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીએ શહેરના એક માર્ગ પર વાહન વ્યવહાર નિયમન માટે જાહેરનામુ બહાર પાડ્યુ છે. ગેંડા સર્કલથી મનિષા સર્કલ સુધી ઓવરબ્રીજની કામગીરી શરુ છે. આ કામગીરી શરુ હોય તબક્કાવાર ટ્રાફિક જંકશન બંધ-ચાલુ કરવામાં આવે છે. ઓવરબ્રીજ કામગીરી દરમિયાન વીર સાવરકર સર્કલનો રસ્તો બંધ કરી વૈકલ્પિક રુપે વડીવાડી ફાયર સ્ટેશન સામે કટ ખોલવામાં આવ્યા છે. વડીવાડી ફાયર સ્ટેશનથી ઇલોરા પાર્ક તરફ જતા વાહનો તેમજ ઇલોરાપાર્કથી વડીવાડી ફાયર સ્ટેશન તરફ વાહનો અવરજવર કરે છે. ઇલોરા પાર્કથી વડીવાડી ફાયર સ્ટેશન જતાં સીએનજીના બે પેટ્રોલપંપ છે, તે બંને સીએનજીના પેટ્રોલપંપ પર આવતા-જતાં વાહનોના કારણે તે રોડ પર ટ્રાફિકનું…
વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન બાદ જેકલીન ફર્નાન્ડીઝની ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીને તાજેતરમાં ડિરેક્ટોરેટ ઓફ રિફ્લેક્શન દ્વારા એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવી હતી. જાેકે પૂછપરછ બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. ઈડીએ તેને ફરીથી હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડી જેકલીનની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં અમે તમને જેકલીનની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેકલીન ફર્નાન્ડીઝ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. તે શ્રીલંકાની છે અને તે શ્રીલંકામાં ટાપુની માલિક છે. જેકલીન ફર્નાન્ડીઝ સલમાન ખાનની ખૂબ જ નજીકની મિત્ર છે. ફિલ્મો ઉપરાંત, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને ઇવેન્ટ્સમાંથી પણ કમાણી કરે છે.…
વિરાટ કોહલીએ જ્યારથી ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કમાન છોડી છે ત્યારબાદથી સતત તે વાત પર ચર્ચા શરૂ થઈ છે કે વનડેમાં પણ રોહિત શર્માને કેપ્ટન બનાવી દેવો જાેઈએ. માનવામાં આવી રહ્યું છે કે ર્નિણયનો સમય આવી ગયો છે. હકીકતમાં વિરાટે ટી૨૦ની કમાન છોડી ત્યારબાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં પ્રથમવાર વનડે રમશે. ટી૨૦ અને ટેસ્ટ સિરીઝ તો ન્યૂઝીલેન્ડ સામે રમી છે. ટી૨૦ ટીમની કમાન પર શંકા દૂર થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ પર મુંબઈ ટેસ્ટ મળેલી મોટી જીત સાથે સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. હવે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. કાનપુરમાં થનારી સિલેક્શન મીટિંગને કોવિડ-૧૯ના નવા વેરિએન્ટ ઓનિક્રોનને…
રાજ્યમાં કોરોના વાયરસનો ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ જામનગરમાં નોંધાઈ ચૂક્યા છે, તેમ છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત થનારના ઘરે ટ્યુશન ક્લાસિસ ચાલતા હોવાનો સૌથી મોટો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. જામનગરમાં સંક્રમિતના પરિવારજનોની બેદરકારી ટ્યૂશન આવતા બાળકો પર ભારે પડી શકે છે. જેના કારણે આજે તંત્ર એક્શનમાં આવી ગયું છે અને બાળકોની ભાળ મેળવીને તેમના કોરોના ટેસ્ટ કરવાનો ર્નિણય કરાયો છે. આ વિશે મળતી માહિતચી પ્રમાણે જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સુતું ઝડપાયું છે. શહેરમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના ઘરમાં મહિલા ટ્યુશન ચલાવતી હતી. શહેરના વોર્ડ નંબર…
200 કરોડની ઉચાપત કરનાર સુકેશ ચંદ્રશેખરના કેસમાં જ્યારથી જેકલીન ફર્નાન્ડીઝનું નામ સામે આવ્યું છે ત્યારથી અભિનેત્રી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રવિવારે જેકલીનને દેશ છોડવા પર રોક લગાવવામાં આવી હતી.અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જેકલીન તેના એક શો માટે વિદેશ જતી રહી હતી પરંતુ તેને દેશની બહાર જવાની ના પાડી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, EDના લુક આઉટ સર્ક્યુલરના કારણે જેકલીનને એરપોર્ટ પર રોકી દેવામાં આવી છે અને તેને વિદેશ જવા દેવામાં આવી નથી. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં EDએ દાવો કર્યો હતો કે સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી છે. ED અનુસાર,…