Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WhatsApp Image 2017 06 24 at 11.02.59 AM

નગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરી ના ધજાગરા વિસ્તાર ના તમામ ડ્રેનેજ થી લઇ ગટર સાફ કરવામાં ન આવ્યા જેના લીધે વેપારીઓ ભય માં મુકાયા.

Read More
droon ahmedabad

રવિવારે અમદાવાદમાં નગરચર્યાએ નીકળનારી રથયાત્રાને લઇને પોલીસ તરફથી પોલીસ બંદબોસ્તનો આખરી ઓપ અપાઇ દેવાયો છે. ત્યારે બંદોબસ્તમાં રહેલી પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરાયું હતું. આ રિહર્સલ સવારે 7 વાગ્યાથી પોલીસ વાહનો સાથે નીકળ્યા હતા અને 10 વાગ્યા સુધીમાં પોલીસે રિહર્સલ પૂર્ણ કરી મંદિર પરત ફર્યા હતા. ત્યારબાદ પોલીસ કમિશનર એ.કે.સિંહ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે પોલીસ હેડક્વાર્ટર ખાતે મહત્વની મિટીંગ પણ યોજાઇ હતી. આ મિટીંગમાં રથયાત્રાના દિવસે રિહર્સલ મુજબ જ પોલીસે કામગિરી કરવી તેવી ચર્ચા થઇ હતી. આ રિહર્સલમાં 300 સીસીટીવી કેમેરાનું પણ ટ્રાયલ લેવામાં આવ્યું. દરિયાપુરની આર.સી સ્કુલમાં પોલીસે સરકારી ડ્રોન ઉડાવી તે વિસ્તારની પરિસ્થિતી પર ચિતાર…

Read More
kangana

મુંબઈઃ કંગના રનૌતે પોતાના યોગગુરુને ગુરુદક્ષિણામાં રૂં ૨ કરોડનો ફ્લેટ ભેટ આપ્યો છે. એટલું જ નહીં ફ્લેટની મોટી બાલકનીમાં યોગ સેન્ટર ખોલવા માટે પણ મદદ કરવાની છે. કંગનાએ બોલિવૂડમાં કારકિર્દી શરૂ કરી તે પહેલાં જ તેની મુલાકાત યોગ અને જિમનેશિયમાં નિપુણ વ્યક્તિ સાથે થઇ હતી. કંગના તેની આવડતથી પ્રભાવિત થઈ હતી. તેણે આ વ્યક્તિને પોતાનો ગુરુ બનાવી દીધો અને ત્યારથી તે આજ સુધી તે આ વ્યક્તિ પાસે જ યોગ અને વિવિધ કસરતો શીખી રહી છે. હવે કંગનાએ આ યોગગુરુને દક્ષિણામાં રૂ. ૨ કરોડનો ફ્લેટ ગિફ્ટ આપ્યો છે આ ફ્લેટની ભવ્ય બાલ્કનીમાં યોગા ક્લાસિસ ખોલવા માટે પણ કંગના તેમને મદદ કરશે. કંગનાની…

Read More
canada

ટોરેન્ટોઃ કેનેડાના ૧૫૦મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે કેનેડિયન સરકારે રાતના અંધારામાં ચમકે તેવા સિક્કા બહાર પાડ્યા છે. સિક્કાનો સંગ્રહ કરવાના શોખીનો માટે ખાસ મર્યાદિત માત્રામાં સિક્કા તૈયાર કરવામાં આવ્યા છે. રોયલ કેનેડિયન મીન્ટે કહ્યું હતું કે આ સિક્કાને ડાન્સ ઓફ સ્પિરિટ નામ આપવામાં આવ્યું છે. તેની આકર્ષક ડિઝાઇન ડો. ટીમોથી હૈસાએ તૈયાર કરી છે જે રિચન્ડના રહેવાસી છે અને તેમના વકીલ ભાઈએ આ આટવર્ક તૈયાર કરવામાં મદદ કરી છે. આ સિક્કા મીન્ટની નવી પેડ પ્રિન્ટેડ પ્રોસેસની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે અને તેની શાહીમાં લ્યુમિનસેન્ટ મટિરિયલનો ઉપયોગ કરાયો છે.

Read More
bank holiday

ચાલુ સપ્તાહના શુક્રવારને અંતિમ દિવસ માનવામાં આવી રહ્યો છે, કેમ કે તારીખ 24મી જુનના રોજ આ મહિનાનો છેલ્લો શનિવાર છે, અને નિયમ મુજબ બેંક સહિત સરકારી કચેરીઓમાં રજા હોય છે, ત્યારે સોમવારના દિવસે રમઝાન ઈદની જાહેર રજા હોવાના કારણે ત્રણ દિવસ દરમિયાન બેન્કિંગ કામકાજની સાથે સરકારી કચેરીઓમાં પણ મીની વેકેશનનો માહોલ જોવા મળશે. ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેવાના કારણે શુક્રવારના રોજ બેંકોમાં નાણાંકીય વ્યવહારને લઈને ભારે ભીડ જોવા મળી હતી.જોકે લગભગ મોટા ભાગના બજારો કે દુકાનોમાં હવે કાર્ડ થી પેમેન્ટ કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે તેથી આ તહેવારોમાં રજાના સમયે રોકડને લગતી ખેંચ નહિ રહે તેમ પણ…

Read More

શું વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી ને વલસાડ MLA ની ટિકિટ મળવી જોઈએ ? YES NO DON’T KNOW Other Please Specify: polling

Read More
retailer

 ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાયદાના અમલ કરવાના દિવસો પહેલાં સરકારે નવા કરવેરાની પ્રણાલી અડચણરૃપ અને કરદાતાઓ પર ભારે બોજારૃપ હોવાની માન્યતા અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રિટેલરો હાલ જેવી રીતે રિટર્ન ફાઇલ કરે છે તેવી જ રીતે તેમણે દર મહિને માત્ર એકવાર રિટર્ન ભરવું પડશે. મહેસૂલ ખાતાના સચિવ હસમુખ અઢિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એસેસીઓએ દર મહિને ત્રણ રિટર્ન ફાઇલ કરવાની બાબતે જે માન્યતા પ્રવર્તે છે તે પાયાવિહોણી છે. રિટેલરો અથવા બી-ટુ-સી ડીલરોએ દર મહિને ઇન્વૉઇસ પ્રમાણે વિગતો આપવાની જરૃર નથી. તેમણે રિટર્ન ફાઇલ કરતી વખતે એંસી ટકા બિઝનેસ કુલ ટર્નઑવરની વિગતોમાં જણાવવાનું રહેશે, કારણ કે તેઓ…

Read More
Cloudy weathernashik scaled

તા. ૨૩ :ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે હવામાનમાં પલટા વચ્ચે ઘણી જગ્યાએ વરસાદ થયો હતો. બીજી બાજુ કચ્છમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી હતી. બીજી બાજુ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દિવના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી વાદળા રહ્યા બાદ આજે લોકોને ગરમીથી રાહત મળી હતી. વાતાવરણમાં પલટો આવ્યા બાદ પાટણમાં વરસાદની શરૂઆત થઇ હતી. બીજી બાજુ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બનાસકાંઠાના ધાનેરામાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ મોટાનાયકા ગામે વિજળી પડતા બે પશુઓના મોત થયા છે. સરસ્વતી તાલુકાના વાગડોદમાં ગાજવીજ…

Read More
jiofi

નવી દિલ્હી: રીલાયન્સ જીઓ પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવ્યું છે. નવી ઓફર અંતર્ગત કંપની હવે 600થી વધુ શહેરોમાં જીઓ સિમની ડીલેવરીની સાથે JioFi 4G હોટસ્પોટ પણ 90 મિનિટની અંદર પહોચાડશે. કંપની દ્વારા આ પહેલા જીઓ સિમ ઘરે પહોચડવાની સેવા ભારતના 600 શહેરોમાં શરૂ કરી હતી. આ માટે ગ્રાહકે જીઓની વેબસાઇટ પર જઈને રિકવેસ્ટ નાખવાની રહેશે, અને પિનકોડ પર ડીલેવરી છે કે નહીં તે પણ ચેક કરવાનું રહેશે. ત્યારબાદ ગ્રાહક દ્વારા આપવામાં આવેલા ઇ-મેલ આઇડી પર ઇનિવિટેશન મેઇલ કરવાનો રહેશે. જીઓ સિમને ઘરે પહોચાડવા માટે પહેલા MyJio એપ ડાઉનલોડ કરી તેમાં કૂપન જનરેટ કરવાનું રહેશે, ત્યારબાદ ડીલેવરી…

Read More
ramnath 3

એનડીએના રાષ્ટ્રપતિપદ ના ઉમેદવાર રામનાથ કોવિંદે શુક્રવારે ઉમેદવારી પત્ર ભર્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી,  ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી હાજ રરહ્યા. કોવિંદની સામે  17  વિપક્ષી પક્ષના ઉમેદવાર મીરાકુમાર ચૂંટણી લડશે. કોવિંદની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી,  ભાજપના અધ્યક્ષ અમિતશાહ, વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. આડવાણી,  મુરલીમનોહર જોશી પણ હાજર રહ્યા.  કોવિંદના નોમિનેશન માં કુલ  480  પ્રસ્તાવક બન્યા,  પીએમમોદી,  લાલકૃષ્મઆડવાણી અને મુરલીમનોહર જોશી કોવિંદના પ્રસ્તાવક બન્યા. કોવિંદના નોમિનેશન માટે ભાજપના દિગ્ગજ નેતા સંસદ ભવનમાં હાજર રહ્યા હતા. પ્રકાશસિંહ બાદલ,  રામવિલાસ પાસવાન,  મેનકા ગાંધી,  જનરલ વી. કે. સિંહ,  મુખ્તાર અબ્બાસ નકવી,  કૈલાશ વિજયવર્ગીય, થાવરચંદ ગહલોત,  શિવરાજસિંહ…

Read More