Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WhatsApp Image 2017 06 21 at 3.58.13 PM

વલસાડ આર.ટી.ઓ કચેરી પર નવા તથા જુના લાયસન્સ કામ અર્થે આવેલ વાહન ચાલકો થયા પરેશાન , છેલ્લા 3 કલાક થી લાઈન માં બેસી રહેલ લરનીગ લાયસન્સ ની કોમ્પ્યુટર ટેસ્ટ આપવા આવેલ નવા વાહન ચાલકો ને કલાકો સુધી હેરાન થયા હતા અથવા તો એમ પણ કહેવાય કે એમના હેરાન થવા થી વહીવટી તંત્ર ને કોઈ લેવાદેવા નથી કેમ કે જ્યારે સવાર થઈ અવર નવર આર. ટી.ઓ કચેરી પર લાઈટ આવ જાવ કરે છે પરંતુ UPS કે INVERTER નો ઉપયોગ કર્યા વગર જ કાર્ય કરવા માં આનાકાની જેવો હાલ 3 વાગ્યે કચેરી ના પાછળ ભાગના વીજ ટ્રાસ્ફોમર માં સૉર્ટ સર્કિટ થતા લાઈટ…

Read More
2k

[highlight]કેન્દ્રએ ૫૬.૯૬ કરોડની ગ્રાન્ટ આપી એમાંથી બાકી લોનના નાણા બાદ થતા ૩૭.૯૭ કરોડ જ વધ્યા[/highlight] રાજ્ય સરકાર એક તરફ પ્રચારલક્ષી કાર્યક્રમોમાં બેફામ ખર્ચ કરી રહી છે. બીજી તરફ મનરેગા હેઠળના જરૂરી નાણા ચુકવવાની તકલીફ છે. આર્થિક કટોકટી થતા સરકારે મનરેગાનું અમુક પ્રકારનું ચુકવણુ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ અંગે અધિક ગ્રામ વિકાસ કમિશ્નર એસ.એમ.પટેલની સહીથી ત્રણ દિવસ પહેલા તમામ જીલ્લાના કાર્યક્રમ કો.ઓર્ડીનેટર અને નિયામકને પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે હાલ મનરેગા યોજનાના SEGF એકાઉન્ટમાં ખુબ સીમિત ફંડ ઉપલબ્ધ છે. ભારત સરકાર તરફથી હાલ પ્રથમ હપ્તાથી ગ્રાન્ટ માલસામાન અને વહીવટી ખર્ચના ચુકવણા અન્વયે માત્ર રૂપિયા ૫૬.૯૬…

Read More
fresh kesar mango

તાલાલા (ગીર): ફળોમાં રાજા ગણાતી કેસર કેરીની સિઝન હવે પૂરી થવાની તૈયારીમાં છે. તાલાલામાં કેસર કેરીની ૫૭ દિવસની સિઝન હવે પૂર્ણતાને આરે છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ખેડૂતોને કેરીના પાકમાં ખૂબ ફાયદો થયો છે અને તાલાલાથી ૩૨૫ ટન કેસર કેરીની વિદેશોમાં નિકાસ કરવામાં આવી હતી. તાલાલા પંથકનું જગ પ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરીની પ૭ દિવસની સિઝનની પૂર્ણાહુતિ થઈ છે. રવિવારે છેલ્લા દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ર૬રપ કેસર કેરીના બોક્સ વેચાણ માટે આવ્યા હતાં. જેટલો ભાવ સારા કેરીના ૪૩૦ નબળા ૧૬૦ સરેરાશ ભાવ રૂ. ૩૧૦ રહ્યો હતો. તાલાલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રમેશભાઈએ આપેલી વિગત પ્રમાણે ગત વર્ષ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં…

Read More
virat kohli anil kumble m

નવી દિલ્હી: અનિલ કુંબલેએ કૅપ્ટન વિરાટ કોહલી સાથેના ખૂબ ચર્ચાસ્પદ બનેલા ઘર્ષણને પગલે ટીમ ઇન્ડિયાના ચીફ કોચનો હોદ્દો છોડી દીધો છે. બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ ગઈ કાલે રાત્રે બહાર પાડેલા નિવેદનમાં કુંબલેના રાજીનામાની બાબતને પુષ્ટિ આપી હતી. કુંબલેનો એક વર્ષનો કૉન્ટ્રૅક્ટ ચૅમ્પિયન્સ ટ્રોફીના અંત સાથે પૂરો થયો હતો, પરંતુ ક્રિકેટ બોર્ડે તેને વેસ્ટ ઇન્ડિઝના આ મહિનાના પ્રવાસના અંત સુધી કોચના સ્થાને ચાલુ રહેવાનો વિકલ્પ આપ્યો હતો. જોકે, કુંબલેએ આઇસીસીની વાર્ષિક પરિષદ માટે લંડનમાં રહેવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, ભારતીય ટીમ લંડનથી બાર્બેડોઝ જવા રવાના થઈ હતી. આઇસીસીની વાર્ષિક પરિષદ સોમવારે શરૂ થઈ હતી અને શુક્રવાર…

Read More
mubarakan official trailer

બોલીવુડ અભિનેતા અનિલ કપુર અને અર્જુન કપુર સ્ટાર ફિલ્મ મુબારકાંનું ટ્રેલર આખરે લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મસ્તીથી ભરપુર છે. અર્જુન કપુર આ ફિલ્મમાં ડબલ રોલમાં છે, બન્ને ભાઈ બન્યા છે એક કરણ અને બીજો ચરણ. ફિલ્મમાં અનિલ કપુરનું પાત્ર ઘણુ મજેદાર છે. ટ્રેલર જોઈને લાગી રહ્યુ છે કે ફિલ્મમાં હિરોઈનો અને હીરોને લઈને ઘણુ કન્ફ્યુઝન છે, જેના કારણે ફિલ્મ મજેદાર બને છે અને ફિલ્મમાં ખૂબ હાસ્યના ફુવારા પણ છે. ફિલ્મમાં અભિનેત્રી આથિયા શેટ્ટી અને ઈલિયાના ડીક્રુઝની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મમાં અનિલ કપુર અને અર્જુન કપુર પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. અર્જુન…

Read More
hasmukhadhia

કેન્દ્રના મહેસૂલ સચિવ હસમુખ અઢીયાએ એમ કહ્યું છે કે જો વેપારી અને ડિલર અત્યાર સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી શકયા ન હોય તો પણ મુંઝાવાની જરૃર નથી. તેઓ ૧લી જૂલાઈ બાદ જીએસટી લાગુ થયા બાદ પણ સામાન્ય રૃટથી જ કારોબાર કરી શકશે અને એમને કોઈ અવરોધ આવશે નહીં. ૧૫ અંકોવાળા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ પેયર આઈડેન્ટીફીકેશન નંબર પ્રારંભિક મહિનામાં કારોબાર માટે ચાલશે. અઢીયાએ જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પર ઉધોગ અને વેપાર જગતની ચિંતાઓને દૂર કરીને એમ કહ્યું છે કે જીએસટી માટે ગભરાવાની જરૃર નથી. રજિસ્ટ્રેશનની ચિંતા કરવાની પણ જરૃર નથી કારણ કે આ નવી વ્યવસ્થામાં કામચલાઉ આઈડીથી કારોબાર થઈ શકશે અને…

Read More
namo yog

ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનૌ ખાતે 35000 થી વધુ લોકો સાથે યોગ કરીને આ વિશેષ દિનની ઉજવણી કરશે. યોગ ભગાએ રોગના સૂત્ર સાથે લખનૌમાં પીએમ મોદી યોગ થકી વિશ્વને તંદુરસ્તીનો સંદેશો પાઠવશે.પીએમ મોદીની રજૂઆતને પગલે 21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે 21મી જૂન બુધવારના 2017ના રોજ ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. લખનૌમાં યોગ દિવસની ઉજવણીને લઈને પોલીસ દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

Read More
arun jetly

GSTના અમલીકરણને લઈને અનેક અટકળો તેમજ વિરોધ બાદ પણ હવે 1 જુલાઈ થી તેનો અમલ શરૂ કરવામાં આવશે.અને 30મી જુનની મધ્યરાત્રીએ રાષ્ટ્રપતિના હસ્તે GST લોન્ચ કરવા માટેની તૈયારીઓ શરુ  કરવામાં આવી છે. સમગ્ર દેશમાં 1 જુલાઈથી GST  લાગુ કરવા માટેની તૈયારીઓ પુરી થઈ રહી છે. 1 જુલાઈથી સમગ્ર દેશમાં  GST  લાગુ થશે.કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આ અંગે કહ્યું હતુ કે  30 જુન રાત્રે 12 વાગ્યાથી GST  લાગુ  થશે. GSTને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે લોન્ચ કરવામાં આવશે.30 જુનની રાત્રે સંસદના સેન્ટ્રલ  હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ  મુખર્જી , વડાપ્રધાન  નરેન્દ્ર  મોદી, લોકસભા અધ્યક્ષા સુમિત્રા  મહાજન અને પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ અને દેવગૌડા પણ ઉપસ્થિત રહેશે.

Read More
1993 blast

નવી દિલ્હી તા. ૨૦ : ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર થયેલાં ૬માંથી ૫ લોકોને સખતમાં સખત સજાની અપીલ કરવામાં આવી છે. પ્રોસિકયુશને ટાડા કોર્ટ સમક્ષ આ માગ રાખી છે. એટલે કે ઈનડાયરેકટલી મામલામાં દોષિત થયેલા મુસ્તફા ડોસા સહિત ૫ દોષિતો માટે ફાંસીની સજાની માગ કરવામાં આવી છે. સાલેમને પોર્ટુગલથી પ્રત્યાર્પણ સમજૂતિથી લાવવામાં આવ્યો છે. આ સમજૂતિ મુજબ સાલેમને ફાંસી કે આજીવન કેદની સજા ફટકારવામાં ન આવી શકે. દોષિતોને કેટલી સજા થવી જોઈએ તે અંગે કોર્ટમાં દલીલ ચાલી રહી છે. ૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ થયેલા વિસ્ફોટમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા. જયારે ૭૧૩ લોકો ગંભીર રીતે દ્યાયલ થયા હતા. તે…

Read More

 નવી દિલ્હી,તા. ૧૯ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપના વડા અને કારોબારી સુબ્રતા રોયને ૧૦ વધુ દિવસની મહેતલ આપીને ૭૦૯.૮૨ કરોડ રૂપિયા સહારા-સેબી રિફંડ એકાઉન્ટમાં જમા કરવા માટે આદેશ કર્યો છે. કોર્ટે આશરે બે વર્ષ તિહાર જેલમાં રહી ચુકેલા રોયના જામીનને પાંચમી જુલાઈ સુધી વધારી દેવાનો પણ આદેશ કર્યો હતો. આ મામલામાં પાંચમી જુલાઈના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સેબીએ સહારા ઇન્ડિયાના રિયલ એસ્ટેટ કોર્પોરેશન, સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ, તેમના પ્રમોટર સુબ્રતા રોય અને તેમના ત્રણ નિર્દેશકની સામે ૨૦૧૨માં એક કેસ દાખલ કર્યો હતો. સેબીનો આક્ષેપ રહ્યો છે કે, આ કંપનીએ સ્ટોક એક્સચેંજમાં સિક્યુરીટી લિસ્ટ કરાવ્યા વગર મૂડીરોકાણકારો…

Read More