Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

gtpl

જીટીપીએલ હેથવે લિમિટેડ (“કંપની” કે “ઇશ્યૂઅર”)એ ૨૧ જૂન, ૨૦૧૭ને બુધવારે રોકડનાં બદલામાં (શેર પ્રીમિયમ સહિત) રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)નો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં રૂ. ૨,૪૦૦ મિલિયનનાં નવા ઇક્વિટી શેર (“ફ્રેશ ઇશ્યૂ”) અને ૧૪,૪૦૦,૦૦૦ ઇક્વિટી શેરનાં વેચાણની ઓપર સામેલ છે. આ ઓફર ફોર સેલમાં શ્રી અનિરૂદ્ધસિંહજી જાડેજાનાં ૧,૧૩૬,૦૦૦ ઇક્વિટી શેર, શ્રી કનકસિંહ રાણાનાં ૪૪૦,૦૦૦ ઇક્વિટી શેર, ગુજરાત ડિજિ કોમ પ્રાઇવેટ લિમિટેડનાં ૫,૪૮૦,૦૦૦ ઇક્વિટી શેર, હેથવે કેબલ એન્ડ ડેટાકોમ લિમિટેડનાં ૭,૨૦૦,૦૦૦ ઇક્વિટી શેર અને શ્રી અમિત શાહનાં ૧૪૪,૦૦૦ ઇક્વિટી શેર (સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો”) સામેલ છે. બિડ/ઓફર ૨૩ જૂન, ૨૦૧૭ને શુક્રવારે બંધ થશે. ઓફરની પ્રાઇઝ…

Read More
twilight

વેસ્ટ જપાન રેલવે કંપનીએ હોટેલ ઑન વ્હીલ્સ તરીકે વિખ્યાત એની સુપર ડીલક્સ ક્રૂઝ ટ્રેન ટ્વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝે ગઈ કાલે સવારે લૉન્ચ કરી હતી. ટ્વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝે યોગો પ્રીફેક્ચરના એમરબ બ્રિજ પરથી પસાર થઈ ત્યારે એના ફોટોગ્રાફ્સ અનેક લોકોએ ઝડપ્યા હતા. દસ કોચ ધરાવતી ટ્રેનમાં સ્વીટ્સ, ટ્વિન અને સિંગલ રૂમ્સ, ડાઇનિંગ કાર, લાઉન્જ બાર, ઑબ્ઝર્વેશન કોચ અને ટ્રેનના બન્ને છેડે પબ્લિક એરિયા છે. લક્ઝુરિયસ ઇન્ટીરિયર્સ ધરાવતી ટ્વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝેમાંની ૧૬ રૂમમાં માત્ર ૩૪ પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા છે. એમાં બે વ્યક્તિઓ માટે એક રાતનો પ્રવાસ એક રૂમમાં કરવાનું મહત્તમ ભાડું સવાસાત લાખ રૂપિયાથી વધારે થાય છે. સ્વીટ્સમાં પ્રવાસ કરવા ઇચ્છતા પ્રવાસીઓ માટે…

Read More
aadhar

સરકારે બેન્ક ખાતાઓ ખોલવા માટે અને સાથો સાથ રૂ 50000 અને તેથી વધુના કોઈ પણ નાણાંકીય વ્યવહાર માટે બાયોમેટ્રિક ઓળખ નંબર આધાર ટાંકવાનું ફરજિયાત બનાવ્યુ છે. વર્તમાન બેન્ક ખાતા ધારકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્રારા આપવામાં આવેલ આધાર નંબર 31 ડિસેમ્બર 2017 સુધી રજૂ કરે,અને તેમ કરવામાં નિષ્ફ્ળ જવાથી વ્યવહારો માટે બેન્ક ખાતું સ્થગિત કરી દેવામાં આવશે. આ અંગે મહેસુલ વિભાગના એક જાહેરનામામાં  જણાવ્યુ હતું, જેથી કરચોરી કરવા વ્યક્તિઓ એકથી વધુ પાનનો  ઉપયોગ કરે તે સ્થિતી  ટાળી શકાય. પ્રિવેંશન ઓફ મની લોન્ડરીંગ રૂલ્સ 2005માં સુધારો કરતું જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. જે આધારને પાન અથવા ફોર્મ 60…

Read More
sushma passport

નવી દિલ્હી: પ્રત્યેક પચાસ કિ.મી.ના વિસ્તારમાં પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરતા હવે પાસપોર્ટ મેળવવા વધુ લાંબો પ્રવાસ નહીં કરવો પડે. વિદેશ ખાતાનાં પ્રધાન સુષમાસ્વરાજે નવા ૧૪૯ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાની શનિવારે જાહેરાત કરી હતી. આ સાથે જ પ્રથમ તબક્કામાં વિદેશ ખાતા દ્વારા નવા ૮૬ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાની કરવામાં આવેલી જાહેરાતમાં નવા ૧૪૯ પાસપોર્ટ સેવા કેન્દ્રનો ઉમેરો થશે. વિદેશ ખાતા અને પોસ્ટ ખાતા દ્વારા સંયુક્ત રીતે આ કવાયત હાથ ધરવામાં આવી છે.  સત્તા પર આવ્યા બાદ એનડીએ સરકારે પણ દેશના ઇશાન વિસ્તારને પ્રાથમિકતા આપી ૧૬ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કર્યા હતા.  મે ૨૦૧૪માં સત્તા પર…

Read More
traffic1

મુંબઈમાં પાર્કિંગની  જગ્યા મેળવવી હંમેશા એક સમસ્યા રહી છે,પરંતુ હવે મહાનગર  પાલિકા એક નવી એપ વિકસાવી રહી છે,જેના માધ્યમથી  વાહનચાલક ઓનલાઇન પાર્કિંગ બુક કરાવી શકશે. પ્રથમ તબક્કામાં આગામી ત્રણ મહિનામાં દક્ષિણ મુંબઈના આઠ પાર્કિંગ નિર્ણય લેવામાં આવ્યો છે,ઓનલાઇન પાર્કિંગ શરૂ થયા બાદ દક્ષિણ મુંબઈમાં ઘરેથી નીકળતા તમે તમારી પસંદગીના જગ્યાએ પાર્કિંગ બુક કરાવી શકશો, પાલિકાના કમિશનર અજોય મહેતાની હાજરીમાં ઓનલાઇન પાર્કિંગ સુવિધાની ટેક્નિકલ ટ્રાયલ પણ લેવામાં આવી હતી. પાર્કિંગ વ્યવસ્થા માટે પોતાનું વાહન ક્યાં પાર્ક કરવું છે તેનો નિર્ણય વાહનધારક ત્યાં પહોંચતા પહેલા લઈ શકશે,વેબસાઈટ કે એપ પર બુકિંગ  કર્યા બાદ વાહનધારકોને પાર્કિંગનું સરનામું જગ્યાનો નંબર બુકિંગનો સમય વાહનનો નંબર વગેરે માહિતી મોબાઈલ…

Read More
Mallya

નવી દિલ્હીઃ વિજય માલ્યાને વેસ્ટમિન્સટર કોર્ટે ચોથી ડિસેમ્બર સુધીના જામીન આપી દીધા છે. જોકે માલ્યા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. ત્યારે એક ટીવી ન્યૂઝ ચેલને દાવો કર્યો છે કે માલ્યાએ એપ્રિલ ૨૦૦૮માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી રૂ. ૫૦૦ કરોડની લોન લીધી હતી. જેમાંથી ૪૭૬ કરોડ રૂપિયા રોયલ ચેલેન્જર્સ બેંગલોર નામની આઈપીએલ ક્રિકેટ ટીમ ખરીદવામાં વાપરી નાંખ્યા હતા. આ ચેનલે માલ્યાની શરાબ કંપની યુનાઈટેડ સ્પિરિટ્સ લિ.ના સર્વર પરથી મેળવેલા ઈ-મેઈલમાંથી વિગતો જાહેરાત કરી છે. આ ઈ-મેઈલમાંથી જાણવા મળ્યું છે કે માલ્યાએ એસબીઆઈની લોનનો દુરુપયોગ કર્યો. એ બેંકના અધિકારીઓએ તેમનો વિરોધ પણ કર્યો હતો. આમ છતાં માલ્યાએ અધિકારીઓની ચેતવણીઓને અવગણી હતી અને લોનની…

Read More
paltan

અભિષેક બચ્ચે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અભિષેક બચ્ચને પોતાની આગામી ફિલ્મ પલટનનું પ્રથમ પોસ્ટર જાહેર કરીને આ અંગેની જાહેરાત કરી. ફિલ્મને જેપી દત્તા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા અભિષેક અને જેપી દત્તા રેફ્યુઝી, એલઓસી કારગીલ અને ઉમરાવજાન જેવી ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. પલટન ફિલ્મમાં અભિષેક ઉપરાંત અર્જુન રામપાલ પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મ પણ રેફ્યુઝી અને એલઓસી કારગીલની જેમ આર્મી પર આધારીત હશે. જોકે આ વખતે ફોકસ ચીન અને ભારતના સૈનિક ટકરાવ પર છે, જેનું શુટિંગ લેહ-લદ્દાખમાં કરવામાં આવશે.જેપી દત્તાએ હાલમાં જ બોર્ડરની રીલીઝના ૨૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી…

Read More
indianhockey

તા. ૧૮ : પ્રભાવશાળી દેખાવ વચ્ચે ભારતે આજે હોકી વર્લ્ડ લીગની સેમિફાઇનલમાં પાકિસ્તાનને ૭-૧થી કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. ભારતે સતત ત્રીજી જીત મેળવી હતી. ભારત તરફથી તલવિન્દરસિંહ, હરમનપ્રિત સિંહ અને આકાશદીપસિંહે બે બે ગોલ ફટકાર્યા હતા. પુલ બીમાં ભારતીય ટીમ ટેબલમાં ટોપ ઉપર પહોંચી ગઈ છે. ભારતે શાનદાર રમત રમી હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રિતે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને જોરદાર દેખાવ કર્યો હતો. જ્યારે પરદીપમોરે બીજો પેનલ્ટી કોર્નરનો લાભ લીધો હતો. ભારત તરફથી તમામ ખેલાડીઓએ જોરદાર દેખાવ કરીને પાકિસ્તાન પર સતત દબાણ વધાર્યું હતું. તલવિન્દરે બે શાનદાર ગોલ ફટકાર્યા હતા. ભારત તરફથી તમામ ખેલાડીઓ આક્રમક દેખાયા હતા. ભારતે…

Read More
Pakistan squad

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો 180 રને પાકિસ્તાન સામે પરાજય થયો હતો.પાકિસ્તાને પહેલાર આઇસીસી ચેમ્પિયનશીપ જીતી હતી.પાકિસ્તાને ભારત સામે પહેલીવાર આઇસીસી ચેમ્પિયનશીપમાં મેચ જીતી હતી.ભારત સામે અન્ડરડોગ ગણાતી પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 338 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો.આ લક્ષ્ય સામે ભારતીય બેટ્સમેનો 158 રન કરીને ઘુંટણીયે પડ્યા હતા.ભારતનો 180 રને કારમો પરાજય થયો હતો.ભારત તરફથી માત્ર હાર્દિક પંડ્યાએ જ 43 બોલમાં 76 રન કરીને લડત આપી હતી. પાકિસ્તાન તરફથી બંને ઓપનરોએ 128 રનની પાર્ટનરશીપ કરીને જીતનો પાયો નાંખ્યો હતો.અઝહરઅલીએ 59 અને ફખર જમને 114 રન કર્યા હતા.બાબર આઝમે 46 અને મહંમદ હઝીફે 37 બોલમાં 57 રન કરીને ભારતીય બોલરોને હાવી…

Read More
govt office.jpg.image .784.410

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો મહામુકાબલો લંડનમાં ચાલી રહ્યો છે ત્યારે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તનની ટીમ હાલમાં 34 ઓવરમાં 2 વિકેટના નુકશાને 201 રન બનાવી રમી રહ્યું છે. પાકિસ્તાન તરફથી બાબર આઝમ 10 રન અને શોએબ મલીક 01 રન બનાવી રમી રહ્યા છે. જ્યારે અઝહર અલી 59 રન બનાવી અને ફકર ઝામન 114 રન બનાવી આઉટ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આજે ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી પાકિસ્તાનને બેટીંગ સોંપી હતી. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ બાદ આઇસીસીની કોઇ ટુનામેન્ટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજા સામે ટકરાઈ રહી છે. આ અગાઉ 2007માં ટી-20 વર્લ્ડકપની…

Read More