કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

સરકાર દ્વારા પટેલો ને અનામત આપવાના મામલે એકપછીએક મિટિંગ કરી લોલીપોપ આપી રહી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે સરકારને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે આજે ગુજરાત ભાજપ સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલને આખા ભારત ના તમામ દસ્તાવેજો પુરાવાઓ પાટીદાર સમાજની કમિટી દ્વારા આપવામાં આવ્યા છે. આવતા 5 દિવસમાં સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે. હાર્દિકે આક્ષેપ કર્યો છે કે સરકાર સમય પસાર કરી રહી છે અને સમાજ તોડવાનું કામ કરી રહી છે જે સ્પષ્ટ દેખાય છે. તેણે લખ્યું છે કે સરકાર દ્વારા યોગ્ય જવાબ…

Read More

દેશભર માં સામાન્ય લોકો બેંકો બહાર ફિલ્ડિંગ ભરી રહ્યા છે ત્યારે  મની એક્સચેન્જ રેકેટનો ભાંડો ફૂટ્યો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્ધારા ચેન્નઇમાં જ્વેલર્સના આઠ અલગ અલગ સ્થળો પર રેડ કરી  90 કરોડ રૂપિયા જપ્તા કર્યા હતા. આશ્વર્યની વાત એ છે કે તેમાંથી 70 કરોડ રૂપિયા નવી નોટ સ્વરૂપે હતી. ન્યૂઝ એજન્સી એએનઆઇના કહેવા પ્રમાણે, આટલા મોટા પ્રમાણમાં કેશ જોઇને આયકર વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ સાથે આવકવેરા વિભાગે 100 કિલોગ્રામ સોનું પણ જપ્ત કર્યુ હતું. હજુ તપાસ ચાલુ હોઇ વધુ રકમ બહાર આવે તેવી સંભાવના છે. મળતી વિગતો અનુસાર, આવકવેરા વિભાગે ચેન્નઇના અન્ના નગર અને ટી નગર સહિત આઠ…

Read More

મોદી સરકારે નોટબંદી ના 30માં દિવસે જાહેર કરેલી કેટલીક જાહેરાતમાં ઓનલાઈન અને કેશલેશ વ્યવહારો ઉપર ટેક્સ માં છૂટ અને ફાયદા અંગેની જાહેરાત કરી હતી અરૂણ જેટલીએ પત્રકારોને જણવ્યું હતું કે પેટ્રોલપંપ ઉપર ડીજીટલ ખરીદી ઉપર 0.75 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મતલબ લિટરે 50 પૈસાનો તેજ રીતે ફાયદો થશે ટોલ ટેક્સમાં પણ ઓનલાઈન 10 ટકાની છૂટછાટ સહીત ખેડૂતો માટે પણ ડીજીટલ કાર્ડ અને સીચારો ની જોગવાઈ કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું. રેલ્વે માં ડીજીટલ પેમેન્ટ માં પાંચ ટકા છૂટ આપવામાં આવશે, કેટરિંગ, ટોયલેટ, બાથરૂમ નો સમાવેશ થશે તેમજ જનરલ ઇનયોરન્સ માં 10 ટકા અને લાઈફ ઇનયોરન્સ માં 8 ટકા ની છૂટ…

Read More

 સરકારની ઇન્કમ ડેકલેરેશન સ્કીમ હેઠળ બ્લેકમની જાહેર કરવાની જાહેરાત બાદ હૈદરાબાદ ના વેપારીએ પણ રૂ. ૯૮૦૦ કરોડનું કાળુંનાણું જાહેર કર્યું હતું. જોકે હૈદરાબાદ ના આ વેપારીએ ૩૦ નવેમ્બરના રોજ પૂરી થતી મુદ્દતે ટેક્સનો પહેલો હફતો નહિ ભરતા ઇન્કમટેક્સ વિભાગે હાથ ધરેલી તપાસમાં રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલો આ વેપારી સામાન્ય નીકળતા તંત્રમાં ચિંતાનું મોજું ફેલાયું છે. અગાઉ પણ મુંબઈના એક ફેમિલીનું રૂ. બે લાખ કરોડનું ડેકલેરેશન અને અમદાવાદના બહુ ચર્ચિત રૂ. ૧૩૦૦૦ કરોડ વાળા મહેશ શાહ પણ ફેંક નીકળતા ઇન્કમટેક્સ વિભાગમાં ચિંતા ફેલાઈ હતી.

Read More

ધરમપુર મામલતદાર કચેરી ખાતેના ઇ-ધરા કેન્દ્રમાં છેલ્લા આશરે બે માસથી નાયબ મામલતદારના વર્તાય રહેલા અભાવને લઇ આ કેન્દ્રમાં જમીનની રસાઇ સહીતના જમીનને લગતા મહત્વના કામો માટે અરજદારોએ આંટાફેરા મારવાની નોબત આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના કલેકટરના હુકમ આધારે આશરે બે માસ અગાઉં અત્રેના ઇ-ધરા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ગવળીએ તેમનો બદલીના સ્થળ ખાતે ચાર્જ સંભાળી લીધો હતો. જયારે તેમની જગ્યાએ વલસાડ મામલતદાર કચેરીના પૂરવઠા ખાતામાં ફરજ બજાવતા સંજય ટેલરને અત્રેના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર તરીકે હાજર થવાનો હુકમ કરાયો હતો. જો કે હુકમ થયાના દિનથી આજદિન સુધી તેમણે અહીંનો ચાર્જ ન સંભાળતા ઇ-ધરા કેન્દ્રમા નાયબ મામલતદારની છેલ્લા…

Read More

કેન્દ્ર સરકાર ના નવા નોટો ની રાજનીતિ અને 500ને 1000 ની નોટ ને લઇ ગરીબ થી લઇ સામાન્ય પ્રજા પર પડી રહેલ મુશ્કેલી થી  દેશ નું અર્થતંત્ર નીચું જઈ રહ્યું છે જેની સીધી અસર નાના-મોટા વેપારી ઓ થી લઇ ટ્રાંસપોર્ટ,જેવા બિઝનેસ માં જોવા મળી રહ્યું છે , જેમાં સૌથી મોટું નુકસાન ખેડૂતો ને પડી રહ્યું છે કારણ કે 500 અને 1000 ની નોટ ચાલી નહિ રહી ઉપર થી માર્કેટ માં નવી નોટો માંડમાંડ 50ટકા પોહચી છે અને દેશ ના વડાપ્રધાનએ આપેલ વચન 50દિવસ ની તકલીફ ના આજે 26દિવસ થઇ ગયા છે ત્યાંતો ગરીબ થી લઇ સામાન્ય પ્રજા ની મુશ્કેલી પુરી થવાનું નામ…

Read More

દેશના કાળાનાણા ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ આતંકી પ્રવુત્તિઓ, કાળા બજારીયા, સંગ્રહ ખોરો ની મોટી માયાજાળને ખતમ કરવા મોદીજી એ નોટબંધીનો માસ્તર સ્ટ્રોક તો મારી દીધો. ત્યારે જે લોકો પાસે અબજો રૂપિયાની રૂ. ૧૦૦૦ અને ૫૦૦ ની મોટા પાયે નોટો હતી. તેઓના ધોતિયા તો ઢીલા થઇ ગયા હતા. પરંતુ બીજા -ત્રીજા દિવસે જ જાત-જાતના દલાલો રાતોરાત માર્કેટમાં આવી ગયા અને અમુક કમીશન આપી નોટો બદલી આપવાનો ક્રમ શરૂ થયો. જે માત્ર બે-ત્રણ દિવસ સુધી માંડ ચાલ્યો અને તે જ કમીશનવાળી મોડલ્સ ઓપરેટરી બેંકોના જ કેટલાક કર્મચારીઓ,અધિકારીઓ અને તેમના લાગતા વળગતા સ્નેહીઓએ જ ચાલુ કરી દેતા વિવિધ શહેરોમાં રાતો રાત ફૂટી નીકળેલા એજન્ટો…

Read More

આ વખતે 11 ડિસેમ્બરે રવિવારે છે અને તમારા માટે સારૂ રહેશે કે તમે આ રવિવાર આવતા પહેલા રૂમાલની વ્યવસ્થા કરીને રાખો. ખરેખર જોવામાં આવે તો ક્રિસમસથી 2 અઠવાડિયા પહેલાનો દિવસ એટલે કે, 11 ડિસેમ્બર વર્ષનો એ દિવસ હોય છે જે દિવસે સૌથી વધારે બ્રેક-અપ થાય છે. આ આંકડા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવતા સ્ટેટસનાં આધારે તૈયાર કરાયા છે. ફેસબુક પર મુકાતી અને બદલાતી આ પોસ્ટ્સનો અભ્યાસ કરવાવાળાઓનું માનીએ તો લોકો બ્રેક-અપ પછી ‘મૂવ ઓન’ થવામાં પણ વધુ વાર નથી લગાડતા. બ્રેક-અપની ‘સિઝન’ ક્રિસમસ અને એની આસપાસ જ શરૂ થાય છે. આવું થવા પાછળનાં ઘણા કારણો છે. ડોક્ટરનાં કહેવા મુજબ કેટલાક…

Read More

સુરેન્દ્ર નગર જીલ્લાના ચોટીલા ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરના મહંતને મળેલા એક પત્રમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાતા એ પત્ર ની ગંભીરતાને ધ્યાને લઇ મહંતે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે સુરક્ષાના પગલા ધ્યાને લઇ તપાસ શરૂ કરી છે.  અંતે ઉલ્લેખનીય છે કે ચોટીલા ખાતે ડુંગર ઉપર આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. ત્યારે ભક્તોની ભારે ભીડ જમા થતી હોવાથી સુરક્ષાની દ્રષ્ટિ એ આ મામલો ગંભીર જનતા પોલીસ તપાસ કરી રહી છે.

Read More