કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

અમદાવાદ: સરકાર દ્વારા રૂ.પ૦૦ અને ૧૦૦૦ની નોટ બદલવાને લઇ સિનિયર સિટીઝનોને રાહત આપવામાં આવી છે. માત્ર સિનિયર સિટીઝનો આજે ગમે તે બેન્કમાં જઇ નોટ બદલાવી શકે તેવી જાહેરાતના પગલે આજ સવારથી શહેરની અનેક બેન્કોની બહાર સિનિયર સિટીઝનોની લાઇનો લાગી હતી. ઉપરાંત આજના દિવસ માટે લોકો જે બેન્કમાં ખાતું હોય તે જ બેન્કમાં નોટ બદલાવી શકશે તેવી જાહેરાત કરાતાં લોકો હવે માત્ર તેમની જ બેન્કમાં નોટ બદલાવી શકશે, જોકે સિનિયર સિટીઝનો ગમે તે બેન્કમાં નોટ બદલાવી શકશે. આવતી કાલે બેન્કો અને પોસ્ટ ઓફિસ બંધ હોવાના કારણે લોકોએ માત્ર એટીએમ પર નિર્ભર રહેવું પડશે. આજ સવારથી જ મોટા ભાગની બેન્કોની બહાર સિનિયર…

Read More

નવી દિલ્હી: સરકારે મુસ્લિમ ધર્મપ્રચારક ઝાકિર નાઈક વિરુદ્ધ ગા‌િળયો મજબૂત રીતે કસવાની શરૂઆત કરી દીધી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઝાકિર નાઈકના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ) વિરુદ્ધ નોંધાયેલા એક કેસમાં ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. એનઆઈએ દ્વારા આતંકવાદી વિરોધી કાયદા હેઠળ નોંધવામાં આવેલી એક એફઆઈઆરમાં નાઈક, આઈઆરએફ અને અન્યનાં નામ સામેલ કર્યાં છે. એનઆઈએના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે કાનૂની પ્રક્રિયાનો આ એક ભાગ છે. ઝાકિર નાઈક અને તેમના સંગઠન આઈઆરએફ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ માટે ઝાકિર નાઈકને પણ બોલાવવામાં આવી શકે છે. તેઓ હજુ ભારતની બહાર છે. ઝાકિર નાઈક પર…

Read More

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણયના ૧૧મા દિવસે આજે દેશમાં છ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ૧૨ બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે ૭.૦૦ વાગ્યાથી આ પેટા ચૂંટણીઓ માટે મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે ૫.૦૦ વાગ્યા સુધી મતદાન ચાલશે. આ પેટા ચૂંટણીઓમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના નોટબંધીના મહત્ત્વના નિર્ણય બાદ સામાન્ય પ્રજા વચ્ચે ભાજપની પ્રથમ અગ્નિકસોટી થવા જઈ રહી છે. આ પેટાચૂંટણી નોટબંધીના નિર્ણય પર જનમત સંગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. આજે યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની શાહડોલ લોકસભા બેઠક માટે અને નેપાનગર વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે…

Read More

અમદાવાદ: નરોડા નજીક ચિલોડા રોડ પર વલાદ અને ફિરોઝપુર વચ્ચે ગઈ મધરાતે એક લકઝરી બસ પલટી ખાઈ જતાં મુસાફરોએ ભયના કારણે ચીસાચીસ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અા ઘટનામાં છ મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. જ્યારે સદનસીબે અન્ય મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો. અા અંગેની વિગત એવી છે કે મુંબઈથી રાજસ્થાન તરફ જઈ રહેલ ખાનગી લકઝરી બસ પેસેન્જર ભરી અમદાવાદથી રાજસ્થાન જવા નીકળી હતી ત્યારે ગઈ રાતે ત્રણ વાગે ચિલોડા રોડ પર વલાદ અને ફિરોઝપુર વચ્ચે બસના ચાલકને ઝોકું અાવી જતાં તેને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ…

Read More

નવી દિલ્હી: કિડની ફેલ થયા બાદ એઇમ્સમાં ઇલાજ કરાવી રહેલાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ઘણા લોકોઅે પોતાની કિડની દાન કરવાની અોફર કરી છે. અાવા લોકોમાં મુ‌િજબ અન્સારી નામની વ્યક્તિ પણ સામેલ છે, જેણે સુષમાને કિડની અાપવાની વાત કહી. તેની અા અોફર પર િવદેશ પ્રધાને અાભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે કિડની પર ધર્મનું લેબલ હોતું નથી. સુષમાએ બુધવારે ટ્વિટર દ્વારા જાણકારી અાપી હતી કે તેમની કિડની ખરાબ થઈ ગઈ છે અને તે એઇમ્સમાં ભરતી છે, જ્યાં તેનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે. ત્યારબાદ સેંકડો લોકોઅે તેમને પોતાની કિડની દાનમાં અાપવાની અોફર કરી હતી.  મુ‌િજબ અન્સારીઅે પણ સુષમાને કિડની દાન કરવાની અોફર…

Read More

અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં ચાલી રહેલા હુક્કાબાર સામે પોલીસ ગમે તેટલી વખત સર્ચ ઓપરેશન કરે, પરંતુ કોઇ પણ હુક્કાબારના મા‌િલક સામે ગુનો દાખલ થતો નથી. સુપ્રીમ કોર્ટે હુક્કાબાર ચલાવવા માટે આપેલી ગાઇડલાઇનનું પાલન થતું ના હોય તો પોલીસ માત્ર હુક્કાબારના મા‌િલકોને દંડ કરીને છોડી મૂકે છે, જેના કારણે પોલીસ ગમે તેટલી વાર કાર્યવાહી કરે તો પણ હુક્કાબાર ધમધમતા જ રહે તેવી સ્થિતિ છે. શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘના આદેશથી શહેરના વસ્ત્રાપુર, સેટેલાઇટ, સોલા વિસ્તારમાં આવેલા 40 જેટલા હુક્કાબારમાં બુધવારે મોડી રાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જે પૈકી 21 જેટલા હુક્કાબાર પોલીસ આવે તે પહેલાં બંધ થઇ ગયા હતા.…

Read More

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની યોજના ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ૧૭ નવેમ્બરથી બંધ કરવાની હતી, પરંતુ ૨૦૦૦ રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ૮ નવેમ્બરે જ જાહેરાત કરવી પડી. અારબીઅાઈ તરફથી બેન્કોને અપાયેલો લેટર અા બાબતનો ઇશારો કરે છે. અારબીઅાઈઅે બેન્કોને એટીએમમાં ૧૦૦ રૂપિયા નોટોની કેસેટ વધારવાના અોર્ડર અાપ્યા હતા. અા માટે ૫ મે અને ૨ નવેમ્બરના રોજ લેટર જારી કર્યો હતો તે મુજબ બેન્કોનાં કુલ એટીએમમાં ૧૦ ટકા એટલે કે ૨૦ હજાર મશીનોમાં માત્ર ૧૦૦-૧૦૦ રૂપિયાની નોટ નીકળે તેવી વ્યવસ્થા કરવાની હતી. બેન્કોને ૧૫ દિવસનો સમય અાપતાં અા વ્યવસ્થા ૧૭ નવેમ્બર સુધી પૂરી કરવાની વાત કરાઈ હતી. જો અા…

Read More

નવી દિલ્હી : આજે જે તે બેંકના ખાતેદાર પોતાની બેંકમાંથી જ 500 અને 1000ની નોટો બદલી શકશે. જોકે સરકારના આ નિર્ણયમાં સિનિયર સિટિઝનને છૂટછાટ આપવામાં આવી છે.  એટલે કે સિનિયર સિટિઝન કોઇ પણ બેંકમાં જઇને મની એક્સચેન્જ કરાવી શકશે. પરંતુ અન્ય ખાતાધારકો પોતાની બેંકમાં જઇને જ મની એક્સચેન્જ કરાવી શકશે. ઉલ્લખનિય છે કે શુક્રવારે ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના ચેરમેન રાજીવ રૂષીએ જણાવ્યું કે શનિવારે બેંક પોતાના પેન્ડિંગ કામ પુરા કરશે, જેથી બીજી બેંકના ગ્રાહકોને એક્સચેન્જની સુવિધા નહી આપે. જો સિનિયર સિટીઝન પર આ નિયમ લાગુ નહીં પડે. એટલે કે સિનિયર સિટિઝન કોઇ પણ બેંકની શાખામાં જૂની નોટ બદલાવી શકશે. આઇબીએનાં ચેરમેન રાજીવ…

Read More

બાબા રામદેવે આજે પત્રકારો ને જણાવ્યું કે રૂ. 1000 અને રૂ. 500 ની નોટો ચલણ માંથી રદ કરવાનો મોદીજી નો નિર્ણય આવકાર્યો છે અને આ પગલાં ને લઈને દેશ ના કાળા બજારીયા અને કૌભાડિયા સ્તબદ્વ થઇ ગયા છે અને આ નાણાં થી ચાલતી ત્રાસવાદી પ્રવૃતિ ઉપર લગામ લાગી ગઈ છે પરીણામે નરેન્દ્ર મોદી સામે જાન નું જોખમ ઉભું થયું છે. કાળા નાણાં ના જોરે ત્રાસવાદી ઓ બેફામ બન્યા હતા તેમજ દેશની આર્થિક સ્તિથી ડામાડોળ થઇ ગઈ હતી પૈસાદારો વધુ પૈસાદાર અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા હતા તે બધું હવે કાબુમાં આવશે.

Read More

સ્કૂલ- કોલેજમાં નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ દિવાળીના ૨૧ દિવસના વેકેશનના વિરામ સાથેજ નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.       તમામ સ્કૂલો અને કોલેજો માં ગત તા.૨૮મી ઓક્ટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો જેનો છેલ્લો દિવસ ગુરુવારે પૂર્ણ થતા ૧૮ મી થી રાજ્યની તમામ શાળા કોલેજોમાં નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. અને રાજ્યની ૩૩૦૦૦ સરકારી તેમજ ૩૦૦ ગ્રાન્ટેડ અને નવ હજારથી વધુ ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં રવેતા મૂજબનું શેક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે સ્કૂલ કોલેજોમાં ઝાંખી હાજરી જોવા મળી હતી.

Read More