Author: Hemangi Gor- SatyaDay Desk

gol1

બહારની મોટી મોટી હોટેલ અને રેસ્ટોરામાં જીવડા, જીવાત વંદા મળવાની ઘટનાઓ વધારે જોવા મળી રહી છે. ત્યારે લોકો માટે એ સવાલ સર્જાયો છેકે ખાવું તો ખાવું શું. લોકો ઘરનું ભોજન બનાવીને જ ખાશે. પરંતુ ઘરે ભોજન બનાવવા માટે પણ સામગ્રી તો બહારથી જ લાવવી પડે. ત્યારે આ સામગ્રી પણ જીવડા જીવતાથી અછૂતી નથી રહી. વાત છે સુરતની જ્યાં એક શોપિંગ મોલમાં ગોળમાંથી ઇયળો અને જીવાતો મળી આવી. ગોળમાંથી ઇયળ અને જીવાતો મળી આવવાની ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઘણા બધા સીલબંધ ડબ્બામાં ઇયળ અને જીવાતો જોવા મળી છે. ત્યારે આ વીડિયો સુરતના કતારગામ વિસ્તારના ધીરજ સન્સ…

Read More
download 38

સુરતના સીંગણપોર ચાર રસ્તા ખાતે રહેતા 57 વર્ષીય હીરાના કારખાનેદારે ત્રણ માસ અગાઉ કામરેજની મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા માંડયું હતું પરંતુ આ મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા વિના જ લિવ ઇન રીલેશનશીપ કરાર કરતાં ઉશ્કેરાયેલા તેના પતિએ હીરા કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમને બદનામ કરતો એક વિડીયો ફેસબુક ઉપર વાયરલ કર્યો હતો. કેન્સરની બિમારીથી પત્નીનું થયું હતું અવસાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામના વતની અને સુરતમાં સીંગણપોર ચાર રસ્તા પાસે અક્ષરદીપ સોસાયટીમાં રહેતા 57 વર્ષીય વિનુભાઈ ઉર્ફે વી.બી ભુપતભાઈ મોરડીયાનું કતારગામ ગોતાલાવાડીમાં હીરાનું કારખાનું છે. એક વર્ષ…

Read More
download 37

પરણિત મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ માટે કરવા ચોથનું વ્રત કરે છે. આ વર્ષે કરવા ચોથ 17 ઓક્ટોમ્બર ગુરુવારે છે. કરવા ચોથનું વ્રત ફક્ત સુહાગણ મહિલાઓ જ નહીં પરંતુ કુવારી યુવતિઓ પણ રાખે છે. પરંતુ શું લગ્ન પહેલા કરવા ચોથનું વ્રત રાખવું યોગ્ય છે? જ્યોતિષો અનુસાર કુંવારી યુવતીઓ પણ કરવા ચોથનું વ્રત રાખી શકે છે. તેનાથી કરવા માતાનો આશીર્વાદ મળે છે. કોઈ નુકશાન નથી થતું. મોટાભાગે કુંવારી યુવતીઓ પોતાના પ્રેમી અને વાગદત્તા માટે વ્રત કરે છે. પરંતુ જો તમારો હાલ કોઈ સાથે સંબંધ નથી તો તમે પોતાના ભાવી પતિ માટે પણ વ્રત કરી શકો છો. અપરણિત યુવતીઓને પણ કરવા ચોથનાં…

Read More
download 36

દશેરાથી લઈને શરદ પૂનમ સુધી ચંદ્રની ચાંદનીના વિશેષ હિતકારી કિરણો હોય છે. જેમાં વિશેષ રસ હોય છે. આ દિવસોમાં ચંદ્રની ચાંદનીનો લાભ લેવાથી આખું વર્ષ માનસિક અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રસન્નતા અને હકારાત્મકતા પણ ટકી રહે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 13 ઓક્ટોબર, રવિવારે ઉજવવામાં આવશે. આ રાત્રે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેનાથી ખીરને દિવ્ય ઔષધિ બનાવી શકાય અને આ ખીર વિશેષ પ્રકારે ખાવાથી તેનો ફાયદો પણ મળી શકે. શરદ પૂનમે અશ્વિની કુમારોની સાથે અર્થાત્ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર પૂર્ણ 16 કલાઓથી યુક્ત હોય છે. ચંદ્રની આવી સ્થિતિ વર્ષમાં એક વાર જ બનતી હોય છે. ગ્રંથોમાં…

Read More
first 1570863983

ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’નું ટ્રેલર 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં લીડ રોલમાં અથિયા શેટ્ટી તથા નવાઝુદ્દીન સિદ્દીકી છે. તેમનું ફર્સ્ટ પોસ્ટર પણ આજે એટલે કે 12 ઓક્ટોબરે રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં બંનેએ લગ્નના કપડાં પહેર્યા છે, જેમાં અથિયા પ્લેનની સીટમાં જ્યારે નવાઝુદ્દીન વરરાજાની ખુરશીમાં બેઠો છે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે. તરણ આદર્શે ફિલ્મનું પોસ્ટર ટ્વીટ કર્યું છે. ‘મોતીચૂર ચકનાચૂર’ ફિલ્મના ડિરેક્ટર દેબમિત્રા બિશ્વાલ તથા પ્રોડ્યૂસર કિરણ ભાટિયા-રાજેશ ભાટિયા છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવ્યું છે કે, અથિયાને કોઈ એનઆરઆઈ છોકરા સાથે લગ્ન કરીને વિદેશ જવું હોય છે, તો બીજી તરફ નવાઝુદ્દીન 36ની ઉંમર વટાવી હોવા છતાં લગ્ન…

Read More
content image abe714a6 ab59 4b98 bb56 204e9f9928ce

સુરતના લિંબાયત ગોડાદરા ખાતે રહેતા શેરદલાલના પત્ની ગત સાંજે ઘરે એકલા હતા ત્યારે ડોરબેલ વાગતા તેમણે દરવાજો ખોલ્યો તે સાથે જ બે અજાણ્યા તેમના મોઢા ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી ગયા હતા અને રસોડામાં રાખેલા બોક્સમાંથી રૂ.40,000 ના રૂ.20 અને રૂ.10 ની નવી નોટના 30 બંડલ લઈ ફરાર થઈ ગયા હતા. તેઓ નીકળતા હતા તે સમયે શેરદલાલના પત્ની ભાનમાં આવતા ફરી તેમણે સ્પ્રે છાંટ્યું હતું. આ બનાવ પાછળ મહિલાએ વતન બિહારમાં દહેજનો કેસ કરનાર પુત્રવધૂના પરિજનોની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને છેલ્લા ૨૫ વર્ષથી સુરતમાં લિંબાયત ગોડાદરા ક્રિષ્નાનગર 2…

Read More
images 6

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં મોડી રાત્રે લાગેલી આગના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કલાદર્શન ચાર રસ્તાથી ડી માર્ટ જવાના માર્ગે આવેલી માય રેસીપી નામની રેસ્ટોરાંમા ગઈ રાતે પોણા બાર વાગ્યાના અરસામાં કિચનની ચીમનીમાં ઓવર હીટિંગના કારણે લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા ચાર માળ સુધી ફેલાતા ઉપર રહેતા પરિવારજનો ગભરાઈને નીચે ઉતરી આવ્યા હતા. રેસ્ટોરાંના કિચનમાં પાંચ ગેસ સિલિન્ડર હોવાના કારણે કર્મચારીઓ તેમજ આસપાસના રહીશોના જીવ ઉંચા થઈ ગયા હતા. કેટલાક યુવકોએ હિંમતભેર ચાર સિલિન્ડર બહાર કાઢી લીધા હતા જ્યારે, ફાયર બ્રિગેડ આવી જતા પાંચમો સિલિન્ડર પણ બહાર કાઢી આગ કાબૂમાં લીધી હતી.

Read More
content image 46db124d 894a 43ea 9dae fed684117096

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની મુસ્લિમ મહિલાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક મંદિર બનાવી રહી હોવાની જાણકારી મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તીન તલાક જેવી ઘૃણાસ્પદ પરંપરા રદ કરાવી તેથી આ મુસ્લિમ મહિલાઓ રાહત અનુભવી રહી છે અને તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પણ અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ ભાજપને મતો આપ્યા હતા. આ મુસ્લિમ મહિલાઓનું નેતૃત્વ કરી રહેલી મહિલા રુબી ગઝનીએ મિડિયાને કહ્યું કે તીન તલાક જેવી અમને સતત અન્યાય કરતી પરંપરા રદ કરીને નરેન્દ્ર મોદીએ અમારા જીવનને નવી દિશા આપી છે. આખી દુનિયામાં નરેન્દ્ર મોદીનું સન્માન થઇ રહ્યું છે ત્યારે ઘરઆંગણે તેમનું સન્માન કરવાની ભાવનાથી અમે મોદી મંદિર બનાવી રહ્યા છીએ. આ…

Read More
content image eb347941 44bb 4478 8a0b 33757590aa56

નવી મુંબઈના ૫૦મા સેક્ટરથી સીવૂડ્ઝ સ્ટેશને જવા માટેના રોડ પરના વૃક્ષો પરથી ગઈ કાલે સવારના સમયે રીતસરનો વરસાદ પડયો હોય તેમ વાહનો અને રીહદારીઓ પર સેંકડોની સંખ્યામાં મેન્ગ્રોવ મોથ કેટરપીલર્સ (સુંદરી વૃક્ષોના પાન પર ઇંડાં મૂકતાં પતગિંયાં જેવા પાંખોવાળા જીવડાંની ઇયળ) પડવા સાથે ટ્રાફિક જામ થયો હતો. તદુપરાંત લોકોમાં ભય ફેલાયો હતો. મેન્ગ્રોવ મોથની ઇયળો સામાન્ય રીતે ઓક્ટોબરમાં જોવા મળતી નથી, પરંતુ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ક્લાયમેટચેન્જને કારણે કાદચ આટલી મોટી સંખ્યામાં ઇટળો એકત્રીત થઈ હોય. ઇયળોના ‘વરસાદે’ સીવૂડ્ઝમાં ભય ફેલાયો હતો અને અનેક લોકોએ ત્વાચામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ જણાવ્યું હતું કે…

Read More
download 35

નાનપુરા દયાળજી બાગ નજીક અને ઉમરા ગામ દમણ ફળિયાની પાછળ તાપી નદીના પટમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલી બે લાશ મળવાની ઘટનામાં પોલીસે બંન્ને મૃતકોની ઓળખ માટે સુરત શહેર-જિલ્લામાંથી ગુમ થનારની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત હત્યાનો ભોગ બનનાર બંન્ને મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા સાથે ડીએનએ પરીક્ષણની પણ તજવીજ હાથ ધરી છે. ગત રોજ નાનપુરા દયાળજી બાગ અને નાવડી ઓવારાની વચ્ચે તાપી નદીના પટમાંથી અજાણ્યા યુવાનની લાશ રાંદેર પોલીસને મળી આવી હતી. આ લાશ મળ્યાના ગણતરીના ત્રણથી ચાર કલાકમાં જ વધુ એક લાશ ઉમરાગામ દમણ ફળિયાની પાછળ તાપી નદીના પટમાંથી ઉમરા પોલીસને મળી આવી હતી. રાંદેર અને…

Read More