Author: Hemangi Gor- SatyaDay Desk

9 8

દક્ષિણ સ્પેનમાં એક સદી કરતા વધુ સમયનો સૌથી ખરાબ વરસાદ થતાં ભારે પૂર આવતા વ્યાપક ખાનાખરાબી સર્જાઇ હતી. ગઇ રાત્રે પડેલા તોફાની વરસાદને કારણે વેલેન્સીઆ પ્રદેશમાં પૂર સર્જાયા હતા અને ધસમસતા પાણીમાં મોટરકારો પણ તણાઇ જવાની ઘટના બની હતી. વેલેન્સીઆથી ૬૦ માઇલ દૂર આવેલા કુડેટમાં એક રસ્તા પર એક કાર પાણીમાં ઉંધી વળી જતાં ૭૦ની આસપાસની વય ધરાવતા એક વયોવૃધ્ધ પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું. મોઇક્સેન્ટ અને ઓન્ટીયેન્ટ નગરોમાંથી મળેલા વીડિયો દર્શાવતા હતા કે પાણીમાં કારો ફસાયેલી છે અને લોકો પાણીના પ્રવાહની સામે ઝઝૂમી રહ્યા છે. મજોરીઆ જઇ રહેલ ત્રણ કન્ટેઇનર લોરીઓ પણ ઉંઘી વળી ગઇ હતી. ભારે વરસાદને કારણે વેલેન્સીઆ…

Read More
8 10

જાહેર ક્ષેત્રોના બેંકોના ચાર સંગઠનોએ 26 સપ્ટેમ્બરથી બે દિવસની હડતાળ પર જવાની ધમકી આપી છે, 10 સરકારી બેંકોને ચાર બેંકોમાં વિલય કરવાની જાહેરાતનો તેઓ વિરોધ કરી રહ્યા છે. બેંક એસોસિએશનને આપેલી નોટિસમાં અધિકારીઓના સંગઠનોએ કહ્યું હતું કે બેંકીંગ સેક્ટરમાં વિલયીકરણ અને સુધારના વિરોધમાં તેઓ હડતાળ પર જવાના છે. 30 ઓગસ્ટનાર રોજ સરકારે 10 મોટી સરકારી બેંકોને ચારમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય બાદ સરકારી બેંકોની સંખ્યા 19થી 12 થઈ હતી. આ પગલું સરકારી બેંકોને આંતરરાષ્ટ્રીય આકારની બેંક બનાવવા લેવાયું હતું. સંગઠનના એક નેતાએ કહ્યું હતું પોતાની માગણી માટે રાષ્ટ્રીયકૃત બેંકો નવેમ્બરના બીજા મહિનાથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર…

Read More
7 9

ભોપાલ માં ગણપતિ મુર્તિ વિસર્જન દરમિયાન બોટ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી અત્યાર સુધી 13 મૃતદેહો મળી આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યાં બોટ પર 20 લોકો સવાર હતા. આ અકસ્માત બોટ તૂટવાના કારણે બન્યો હતો. સરકારે મૃતકના પરિવારને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ભોપાલમાં બનેલી આ ઘટના બાદ શ્રધ્ધા અને આસ્થાના અવસરે આ તહેવાર પર શોક પ્રસરી ગયો હતો. બોટ અકસ્માતમાં માર્યા ગયેલા 13 લોકોના મૃતદેહો અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે.પોલીસ-વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે, અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહને બહાર…

Read More
6 9

470 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને 450 કરોડના આઇજીએસટી રિફંડના દાવાઓનો પર્દાફાશ નિકાસકારોએ 3500 કરોડ રૂપિયાના નકલી ઇન્વોઇસીસ બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કર્યો ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી વિજિલન્સ (ડીજીજીઆઇ) અને ડિરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ બનાવટી દસ્તાવેજોના આધારે જીએસટી રિફંડ લેનારાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી હાથ ધરી છે. 15 રાજ્યોમાં 336 સ્થળોએ દરોડા માટે 1200 અધિકારીઓ તૈનાત કરાયા હતા. એવું કહેવામાં આવે છે કે બંને વિભાગની ટીમોએ 470 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને 450 કરોડના આઇજીએસટી રિફંડના દાવાઓનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 11 સપ્ટેમ્બરે એક સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી…

Read More
WhatsApp Image 2019 09 13 at 1.25.33 PM

અમદાવાદ સ્થિત ધરણીધર ચાર રસ્તા પાસે બી.આર.ટી.એસ બસ ના ચાલકે મહિલા ને અડફેટે લીધી અને બી.આર.ટી.એસ. બસ બની મોત વાહીની. સ્થાનિકો દ્વારા મહિલા ને 108 મારફતે જીવરાજ મેહતા હોસ્પિટલ માં ખસેડવામાં આવી છે. જનતા નો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. બી.આર.ટી.એસ બસ ના ડ્રાઈવરો દ્વારા બેફામ હંકારવા માં આવતી બસો અત્યાર સુધી બી.આર.ટીલીધા છે પણ તંત્રને કોઈ ફરક પડતો નથી. મહિલા ને અડફેટે લીધી તે ડ્રાઇવર છે.

Read More
5 11

૨૨ માસૂમ વિદ્યાર્થીઓને જીવતાં ભૂંજી નાંખનારા તક્ષશિલા અગ્નિકાંડે શહેરની આબરુ રાખ કરી નાંખી હતી. રાજકારણીઓ, બિલ્ડરો અને પાલિકા, વીજકંપનીના અધિકારીઓના પાપે સર્જાયેલા આ હત્યાકાંડની પોલીસે ફોજદારી રાહે પગલાં ભર્યા છે. જ્યારે તક્ષશિલાની આગ બાદ રહી ગયેલા ભ્રષ્ટાચારના હાડપિંજરનું એસીબી દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જેમાં પાલિકાના વિનુ પરમાર બાદ, ડે. ઇજનેર હરેરામસિંઘ બાદ હવે ડે. ચીફ ફાયર ઓફિસર આચાર્યએ ફરજની હત્યા કરી વસાવેલી સંપત્તિનો પર્દાફાશ થતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આચાર્યએ તેમના ફરજકાળ દરમિયાન ભ્રષ્ટ રીત રસમો અપનાવી કાયદેસરની આવક કરતાં ૬૭.૩૩ લાખની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પાલિકાની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે એવી…

Read More
4 9

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ કર્યા બાદ કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલાતા ભારે ભરકમ દંડનો વિરોધ કેટલાક રાજ્યોમાં જોવા મળ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં આ નવા નિયમો હેઠળ દંડની રાશિમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ અંગે વધુ એક સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે PUC(પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) કઢાવવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 સપ્ટેમ્બર સુધી લોકો PUC કઢાવી શકે છે. જ્યારે આ પહેલા PUC કઢાવવાની સમય મર્યાદા 16 સપ્ટેમ્બર સુધી હતી. આ સિવાય HSRP નંબર…

Read More
3 10

ગુચ્છી મશરૂમ ઔષધી ગુણોથી ભરપુર હોય છે. તેનું ઔષધીય નામ માર્કુલા એસ્ક્યૂપલેટા છે. આ સ્પંજ મશરૂમનાં નામથી દેશભરમાં જાણીતી છે. તે સ્વાદમાં બેજોડ અને ઘણા ઔષધીય ગુણોથી ભરપુર છે. સ્થાનિક ભાષામાં તેને છતરી, ટટમોર અથવા ડુંઘરૂ પણ કહેવામાં આવે છે. ગુચ્છી ચંબા, કુલ્લૂ, શિમલા, મનાલી સહિત ઘણી જગ્યાએ જોવા મળે છે. ગુચ્છી મશરૂમ જંગલો અને પહાડી વિસ્તારોમાં મળી આવે છે. આ એક મોંઘી સબ્જી છે. તેને સબ્જી તરીકે આરોગવામાં આવે છે. હિમાચલની મોટી હોટલોમાં પણ આનું સપ્લાઈ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક વાર કેટલાક પત્રકારોને જણાવ્યું હતુ કે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય હિમાચલનું મશરૂમ…

Read More
2 9

ઢબુડી ઉર્ફે ધનજી ઓડને બુધવારે પેથાપુર પોલીસે બીજી નોટિસ ફટકારી છે. ગઢડા સ્વામીના એક યુવાનના મોત મામલે તેની સામે પેથાપુર પોલીસ મથકમાં થયેલી અરજી અનુસંધાને પોલીસે તેને નિવેદન માટે અગાઉ પ્રથમ નોટિસ આપી હતી. પરંતુ તેણે પોલીસ મથકે હાજર થવાના બદલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દરમિયાન ધનજી ઓડ ફોરેન ભાગી જાય તેવી પોલીસને શંકા હોવાના કારણે બુધવારે તેને બીજી નોટીસ ફટકારવામાં આવી છે. પરંતુ હાલ ઢોંગી ઢબુડીને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને બુધવારે રાતે 11.45 વાગ્યે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો. પોલીસે બપોર બાદ આપેલા બીજા સમન્સ બાદ…

Read More
1 9

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો તરફથી ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની સંસ્થા નાસા પણ આ કાર્યમાં જોડાય ગઇ છે. હવે તો ગણતરીના 8 દિવસ સુધી સંપર્ક સાંધવાની કોશિષ ચાલુ રહી શકશે. દુનિયાભરમાંથી લોકો ઇસરોના ચંદ્રયાન-2 મિશનના વખાણ કરતાં થાકતાં નથી. લોકોની શુભેચ્છાઓની વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. કુમારસ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, ઇસરોના હેડક્વાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી લેન્ડર વિક્રમ માટે ‘અશુભ’ સાબિત થઈ. પીએમ મોદીની હાજરીના લીધે જ ચંદ્રયાન-2 મિશનના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ નહોતું થઈ શક્યું. કુમારસ્વામીએ મૈસૂરમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, હું નથી…

Read More