Author: Hemangi Gor- SatyaDay Desk

content image a9c52003 22c4 466c 8c12 d918d7412211

પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં પ્રોબેશન પિરિયડમાં ફરજ બજાવતાં જય બારોટ અડાજણ વિસ્તારમાં બુલેટ પર વગર હેલ્મેટે ફોન પર વાત રકતાં જતાં હતા તે ફોટો અતુલ કુંડાણી નામના એક વ્યક્તિ સોશ્યલ મિડિયામાં વાઈરલ કરીને પોલીસ કાયદાનો ભંગ કરે તેની સામે કેમ પગલાં ભરાતા નથી તેવી પોસ્ટ વાઈરલ કરી હતી. ત્યાર બાદ જય બારોટે અતુલનો ફોન નંબર શોધીને ગાળા ગાળી કરીને ફોટો મુકવા બદલ જીવન હરામ કરી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તું પાટીદાર છે અને દરબારના ખભા પર ચઢી જાય છે. તેવું કહીને વર્ગ વિગ્રહ થાય તેવી વાત કરી હતી આટલું જ નહીં પરંતુ તારા ઘરમાં ઘુસીને તારૂ જીવન…

Read More
7 15

એનસીપી પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાને સંબોધતા કહ્યુ હતુ કે, ગુરુવારે નાસિકના બજારમાં ડુંગળીનો જથ્થો ઠાલવવા માટે સરકારે મંજૂરી આપી નહોતી. કારણકે સરકારને બીક હતી કે, નાસિકમાં ગુરુવારે સભા સંબોધવા આવેલા પીએમ મોદીના કાફલા પર લોકો ડુંગળીઓ ફેંકશે. પવારે કહ્યુ હતુ કે, દેશમાં મંદીનો માહોલ છે અને જો આ જ રીતે મંદી રહી તો ઈકોનોમી મુશ્કેલીમાં આવી શકે છે. પીએમ મોદી દેશમાં આવી રહેલી નવી કંપનીઓની વાત કરે છે પણ એ વાત નથી કહેતા કે પહેલેથી ચાલતી કેટલી કંપનીઓ બધ થઈ. મુંબઈ એક સમયે દુનિયાનુ સૌથી મોટુ ટેક્ટાઈલ હબ હતુ. આજે મિલોની જગ્યાએ મોટી ઈમારતો દેખાય…

Read More
6 14

તહેવારોની સીઝનમાં લોકોનો ખર્ચ વધી છે, તેના કારણે કામદાર વ્યક્તિ બોનસ મેળવે છે. અને જો તમને સારી બોનસ મળે છે, તો તહેવારોની મજા બમણી થઈ જાય છે. આ વખતે સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડ (એસસીસીએલ) તેના કર્મચારીઓને દશેરા નિમિત્તે 1.01 લાખ રૂપિયાનું બોનઝા આપશે. આ કંપની રાજ્ય સરકાર ચલાવે છે. સરકારે ગુરુવારે તેની જાહેરાત કરી છે. વિધાનસભામાં જાહેરાત કરતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે એસસીસીએલની વૃદ્ધિ છેલ્લા પાંચ વર્ષમાં ઘણી સારી રહી છે અને તેનો શ્રેય કર્મચારીઓને જાય છે. તેમણે કહ્યું કે અહીંના કર્મચારીઓ તેમના જીવનને જોખમમાં મૂકીને રાષ્ટ્રની સંપત્તિ વધારવાનો પ્રયાસ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમનું કાર્ય…

Read More
5 18

સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ શરૂ કરાયું છે પરંતુ તેના કારણે કેટલાક વ્યક્તિઓની હાલત ‘જાયે તો જાયે કહા’ જેવી થઇ ગઇ છે. ટ્રાફિક પોલીસે એકને હેલ્મેટ નહીં પહેરતા રૂા. 500નો દંડ ફટકાર્યો હતો. પોલીસના મેમાને લઇને યુવક કોર્ટમાં આવ્યો હતો અને કહ્યું હતું કે, મારા માપનું હેલ્મેટ મળતુ નથી અને પોલીસ દંડ કરે છે. કોર્ટે યુવકની તકલીફને ધ્યાને રાખીને 400 રૂપિયા ઓછા કરી આપ્યા હતા અને પ00ના મેમોને બદલે રૂા. 100નો દંડ ફટકારી જવા દીધો હતો. આશ્ચર્યચકિત કરે તેવી ઘટનાની કોર્ટમાંથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરના સમયે એક વ્યક્તિ રૂા. 500નો મેમો લઇને સુરત જિલ્લા કોર્ટના ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગના…

Read More
4 16

સની દેઓલે પ્રેમિકા પૂજા સાથે લંડનમાં 1984મા લગ્ન કર્યાં હતાં. સની તથા પૂજાના લગ્નની તસવીર યુકે બેઝ્ડ મેગેઝીનના કવરપેજ પર છપાઈ હતી. આ ફોટોગ્રાફ સાથે કેપ્શન લખવામાં આવ્યું હતું ‘એક્સક્લૂઝિવ સની વેડ્સ ઈન ઈંગ્લેન્ડ’. સની તથા પૂજાની સાથે હોય તેવી તસવીરો ઘણી જ ઓછી છે. સની તથા પૂજાને બે દીકરાઓ કરન દેઓલ તથા રાજવીર દેઓલ છે. કરન દેઓલને પપ્પાએ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં લોન્ચ કર્યો છે. આ ફિલ્મને સની દેઓલે ડિરેક્ટ કરી છે. ગુરુવારે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં દેઓલ પરિવાર જોવા મળ્યો હતો. જોકે, સૌથી નવાઈની વાત એ હતી કે સની દેઓલની પત્ની પૂજા વર્ષો…

Read More
elis1 1568888848

મોટાભાગે મોડેલિંગ કરનારા લોકો 30 વર્ષની ઉંમરે તો રિટાયર્ડ થઈ જતા હોય છે. પણ આ વાત હોંગકોંગના 96 વર્ષીય દાદીને લાગુ પડતી નથી.એલિસ પેન્ગ એશિયાના સૌથી ઉંમરલાયક મોડેલ બન્યા છે. મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં તેમને બુધવારે મોસ્ટ સીનિયરનું બિરુદ મળ્યું છે. આની પહેલાં જાપાનનના 84 વર્ષીય નાઓયા કુડો અને ચીનના 84 વર્ષીય વાન્ગ ડેશન મોટી ઉંમરના મોડેલ હતાં. પૌત્રીને શ્રેય આપ્યો 96 વર્ષીય એલિસે કહ્યું કે, મને પહેલેથી સારા ડ્રેસ પહેરવા ગમતાં હતાં, પણ મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું મોડેલિંગની દુનિયામાં પગ મુકીશ. હું અત્યારે હે મુકામ સુધી પહોંચી છું તેનો શ્રેય મારી પૌત્રી જાય છે. મારી પૌત્રીએ એક…

Read More
3 19

હાલ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો પર્વ પિતૃશ્રાદ્ધ ચાલી રહ્યું છે. શનિવાર, 28 સપ્ટેમ્બરે સર્વપિતૃ મોક્ષ અમાસ છે, જે પિતૃપક્ષનો છેલ્લો દિવસ ગણાશે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે શુભ કામ કરવામાં આવે છે. જાણો શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો. ભોજન બનાવતી વખતે તેમની પ્રિય વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, ઘી અને મધનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આ વસ્તુઓના ઉપયોગથી સ્વાદિષ્ટ ભોજન બનાવો. પરિવારમાં મૃત સદસ્યની મૃત્યુ તિથિ પર શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ તિથિના એક દિવસ પહેલાં જ પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણ કે બ્રાહ્મણોને તમારા ઘરે ભોજન માટે આમંત્રિત કરવા જોઈએ. બ્રાહ્મણની દેખરેખ હેઠળ નિયમ પ્રમાણે…

Read More
3s 1568970999

વિદ્યાર્થી ભારતી સંગઠનના કેટલાંક સભ્યોએ અમિતાભ બચ્ચનના ઘર પ્રતિક્ષાની બહાર પરવાનગી લીધા વગર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને કારણે પોલીસે તેમની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમિતાભના જલસા બંગલાની બહાર પ્રદર્શનકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે અમિતાભ બચ્ચને મેટ્રોની તરફેણમાં ટ્વીટ કરતાં છેલ્લાં બેથી ત્રણ દિવસથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યાં છે. બપોરના અઢી વાગે વિદ્યાર્થીઓ ભેગા થયા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 30 વિદ્યાર્થીઓ ગુરુવારે (19 સપ્ટેમ્બર) અઢી વાગે પ્રતિક્ષાની બહાર ભેગા થયા હતાં. તેમણે એક કલાક સુધી વિરોધ કર્યો હતો. પોલીસે પરવાનગી આપી નહોતી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને…

Read More
phpThumb generated thumbnail

અચાનક તમારું લોહી લાલની જગ્યાએ નેવી બ્લૂ કલરનું થઇ જાય તો ? માનવામાં ન આવે તેવી ઘટના અમેરિકાની મહિલા સાથે બની છે. ન્યૂ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે આ મહિલાએ ડોક્ટર્સને કહ્યું કે તેણે દાંતના દુખાવા માટે પેનકિલર જેવી એક દવા લીધી હતી. બીજા દિવસે તે ઉઠીને સીધી અમેરિકાની રોડ આઇલેન્ડ હોસ્પિટલે ગઇ અને ડોક્ટરને કહ્યું- હું કમજોર અને બ્લૂ થઇ ગઇ છું. મેડિકલ ભાષામાં તેને cyanotic કહેવામાં આવે છે જેમાં વ્યક્તિની ચામડી અને નખ બ્લૂ કલરના થઇ જાય છે. ત્યાં ઉપસ્થિત ડોક્ટર ઓટીસ વોરને આ સમસ્યાને acquired methemoglobinemia જણાવી હતી. આ પરિસ્થિત ભાગ્યે જ અમુક લોકોમાં…

Read More
gavari 1568871371

રાજસ્થાનના ભીલવાડામાં મંગળવારે ભીલ સમાજના લોકોએ ગૌરજ્યા માતાની સ્થાપના માટે લવરી લોકનૃત્ય કર્યું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ નૃત્યમાં ભાગ લેતા કલાકારોનો સમૂહ 150 લોકો છે. તેમાં ભાગ લેનારા માટે ઘણા કડક નિયમો હોય છે. જે લોકો ગવરી નૃત્ય કરે છે તે લોકો 40 દિવસ સુધી સ્નાન કરતા નથી. આ ઉપરાંત તેઓ શાકભાજી, માંસ અને દારૂનો ત્યાગ કરીને દિવસમાં માત્ર એકવાર જ જમે છે. સવા મહિના સુધી ઘરને બદલે મંદિરમાં રહે છે અને જમીન પર જ સૂવે છે. એટલું જ નહીં પણ કલાકારોને બ્રહ્મચર્યનું પાલન પણ કરવું પડે છે. આ નૃત્યમાં માત્ર પુરુષો જ ભાગ લઈ શકે છે. જેમાંથી અમુક…

Read More