Author: Hemangi Gor- SatyaDay Desk

16 4

પશ્ચિમ બંગાળના બશીરહાટથી ટીએમસી સાંસદ નુસરત જહાં ચૂંટણી જીત્યા પછી સૌથી વધુ ચર્ચામાં રહેનાર સાંસદોમાંની એક સાંસદ છે. કયારેક તેમના કપડાને લઈને તો કયારેક તેમની અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. નુસરત જહાંના સાંસદ બન્યા પહેલા પણ તેની મોટી ફેન ફોલોઈંગ હતી. પણ સાંસદ બન્યા પછી તેમની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો નુસરત જહાંની ખુબસુરતી અને ફીટનેસને લઈને ખૂબ જ ક્રેજી દેખાઈ રહ્યા છે. 17મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓનું ગઠનમાં પણ તેને મહત્વની જવાબદારી આપી છે. નુસરત જહાં જળ સંસાધન મામલાઓ માટે બનેલી સંસદીય કમીટીના સદસ્ય બનાવવામાં આવ્યા છે. તો આ કમીટીની અધ્યક્ષતા ભાજપા…

Read More
15 6

ભારતના 63 વ્યક્તિઓ સાઉદી અરેબિયામાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ભારતના 63 વ્યક્તિઓમાંથી ભાવનગરના કુલ 8 અને ગુજરાતના કુલ 14 વ્યક્તિઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ મુદ્દે ઘોઘા ગામના સરપંચે ભાવનગરના કુલ 8 લોકોને સહીસલામત રીતે છોડાવવા માટે પીએમ ગૃહમંત્રીને રજૂઆત કરી છે. તમને જણાવીએ કે, સાઉદી અરેબિયાની SSCI દુબઈની A&P કંપનીમાં ભારતના 63 લોકો ફસાયા છે, તેમાંથી ગુજરાતના કુલ 14 વ્યક્તિઓ છે. આ મુદ્દે મળતી માહિતી પ્રમાણે, સાઉદી અરેબિયાની SSCI દુબઈની A&P કંપનીમાં ભારતના 63 લોકો ફસાયા છે, તેમાંથી ગુજરાતના કુલ 14 વ્યક્તિઓ છે, જ્યારે ભાવનગરના કુલ 8 લોકો ફસાયા છે. જેના કારણે ભાવનગરના ઘોઘા ગામના…

Read More
14 6

રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મુંજકા નજીક રહેતી મહિલાના પુત્રને અભ્યાસમાં મદદરૂપ થવાના બહાને પરિચય કેળવી મૂળ લખનઉના અને હાલ રાજકોટ રહેતા મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ માતા-પુત્ર બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ મુંજકા નજીક વસાહતમાં ભાડે મકાન રાખીને રહેતી મહિલાએ મૂળ લખનઉના અને હાલ રાજકોટ સ્થાયી થયેલા દીપેશ મિશ્રા નામના શખ્સો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી અને મહિલાઓ વચ્ચે પરિચય હતો અને તેને મહિલાના પુત્રને અભ્યાસમાં મદદરૂપ થવાના બહાને વિશ્વાસમાં લઈને…

Read More
13 10

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજરોજ દુશ્મનોને મ્હાત આપવાની ક્ષમતા ધરાવતા સ્વદેશી યુદ્ધ વિમાન તેજસમાં ઉડાન ભરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજનાથ સિંહ તેજસમાં ઉડાન ભરનાર સૌપ્રથમ રક્ષા મંત્રી બન્યા છે. તેજસનું વજન પ્રમાણમાં ઘણું ઓછું છે અને હવામાં ઝડપથી ઉડાન ભરવામાં સક્ષમ છે. આવા યુદ્ધ વિમાન ખૂબજ સફળ ગણાય છે. ભારતનું તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એસલીએ) એક એવું વિમાન છે, તે પોતાની શ્રેણીમાં પાકિસ્તાન અને ચીનના યુદ્ધ વિમાનોને પણ ટક્કર આપી રહ્યું છે. ભારતીય વાયુસેનાએ તેજસ વિમાનની પ્રથમ ખેપને પોતાના કાફલામાં સામેલ કરી લીધી છે. આને ઉડાવનારા પાયલટ તેની ખાસિયતોથી ઘણા સંતુષ્ટ છે. તેજસને ડીઆરડીઓના એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઈન કર્યું…

Read More
12 11

આઇઆઇટીની પ્રવેશ પરિક્ષાની તૈયાર કરાવનારી સંસ્થા સુપર 30ના સ્થાપક અને જાણીતા ગણિતશાસ્ત્રી આનંદ કુમારને અમેરિકાના પ્રતિષ્ઠિત ટીચિંગ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને આ સન્માન જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામા તેમના યોગદાન બદલ આપવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના સેન જોસમાં ફાઉન્ડેશન ફોર એક્સેલન્સ સંગઠનના કાર્યક્રમમાં આનંદ કુમારને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ 2019થી સન્માનિત કરાયા હતા. આ અવસરે આનંદ કુમારે જણાવ્યું હતું કે, લોકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાને કારણે વૈશ્વિક સ્તર પર ફેરફાર આવશે. જેનાથી ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, પર્યાવરણને નુકસાન સહિત અન્ય સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ મળશે. આનંદ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતીય અમેરિકનો સહિત વિશ્વભરમાં અલગ-અલગ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે.…

Read More
11 9

અભિષેક બચ્ચન લાંબા સમય બાદ રૂપેરી પડદે  જોવા મળવાનો છે. તેણે હાલ જ ઇલિયાના ડિક્રુઝ સાથે એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મનો નિર્માતા અજય દેવગણ છે. આ ફિલ્મ શેરબજારના એક જાણીતા ખેલાડી પર આધારિત છે.  ૧૯૯૦ અને ૨૦૦૦ની સાલ દરમિયા શેરબજારમાં થયેલી વાસ્તવિક ઘટનાઓને આ ફિલ્મના કેન્દ્રમાં હશે. સમાવામાં આવી છે. આ ફિલ્મ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતા પર આધારિત છે. જેણે શેરબજારમાં એ સમયે બહુ ઊથલપાથલ કરી હતી. તેની ફાઇનાન્સિયલ ક્રાઇમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને કારાવાસ દરમિયાન તેનું નિધન થયું હતું. અભિષેક લાંબા સમયે રૂપેરી પડદે પરત છોડી રહ્યો છે. તેણે આ ફિલ્મનું પિકચર શેર કરીને લખ્યું…

Read More
10 12

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બુધવારે વડા પ્રધાન સાથે બેઠક કર્યા બાદ મિડિયા સાથે વાત કરતાં હતાં ત્યારે એક પત્રકારે તેમને શારદા કૌભાંડ વિશે સવાલ કરતાં એ નારાજ થયાં હતાં અને કહ્યું હતું કે આ મુદ્દે મારે જે કહેવાનું હતું એ અગાઉ કહી ચૂકી છું. હવે મને આવા સવાલો પૂછવા નહીં… તેમણે એમ પણ કહ્યું હતું કે હું જ્યારે જ્યારે દિલ્હી આવું છું ત્યારે દેશના ગૃહ પ્રધાનને પણ મળતી હોઉં છું. ગૃહ પ્રધાન મને સમય ફાળવશે તો ગુરૂવારે હું ગૃહ પ્રધાન અમિત શાહને મળવાની છું. જો કે ગૃહ પ્રધાન સાથે કયા મુદ્દાની ચર્ચા કરવાનાં છે એ વિશે મમતાએ કોઇ…

Read More
9 11

અન્ય ભાગોમાં જિલ્લા કલેકટરો નિર્ણય લેશે કે આજે શાળાઓ બંધ રહેશે કે કેમ હવામાન વિભાગ દ્વારા રેડ એલેર્ટએ ગુરુવારે સવારથી શરૂ થતો વરસાદ 24 કલાકમાં 204 મીમીથી વધુ થવાનો સંકેત આપ્યો હતો. મહારાષ્ટ્રના મુંબઇ સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારે વરસાદની ચેતવણીને કારણે મુંબઈ, થાણે અને કોંકણ ક્ષેત્રની શાળાઓ અને જુનિયર કોલેજો આજે બંધ રહેશે. શાળા શિક્ષણ રાજ્યમંત્રી આશિષ શેલાર ટ્વિટર પર લખ્યું, ‘ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી રૂપે, આજે, (19 સપ્ટેમ્બર 2019) મુંબઈ, થાણે, કોંકણ ક્ષેત્રની તમામ શાળાઓ અને જુનિયર કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક પરિસ્થિતિઓનું…

Read More
8 15

હડતાળની અસર સવારથી જ દેખાવા માંડી હતી – દિલ્હી રેલ્વે સ્ટેશન પર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક નિયમોમાં વધેલા દંડ સામે આજે દિલ્હી અને એનસીઆરમાં પરિવહન હડતાળ છે. મતલબ કે, દિલ્હીમાં ન તો ટેક્સી છે, ન તો ઑટો. ટ્રકોએ તેમની ગાડી પાર્ક કરવાનું પણ નક્કી કર્યું હતું. આ હડતાળની અસર સવારથી જ દેખાવા માંડી હતી. દિલ્હી રેલ્વે સ્ટેશન પર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર, ટેક્સી અને ઑટો ડ્રાઇવરોએ સવારી કરતા વાહનોને બળજબરીથી અટકાવ્યા. જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં મુસાફરોને ગાડીઓ માંથી ઉતારી લેવામાં આવ્યા હતા. હડતાળની અસર ઓલા-ઉબર…

Read More
7 14

ટેક્નોલોજીએ માણસની લાઈસ્ટાઈલ પર કન્ટ્રોલ કરી લીધો છે. ફોનની બેટરીથી વ્યક્તિના મૂડમાં ફેરફાર આવે છે. તાજતેરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. લંડન યુનિવર્સિટીના માર્કેટિંગ રિસર્ચર્સ થોમસ રોબિન્સન અને અલ્ટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ફિનલેન્ડના રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ, હંમેશાં ફુલ ચાર્જ બેટરી રાખતી વ્યક્તિ વધારે ઓર્ગેનાઇઝ્ડ હોય છે. ફોનની બેટરી પર ધ્યાન ન રાખતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત હોય છે. આ રિસર્ચ 23થી 57 વર્ષની વયના 22 લોકો પર કરવામાં આવ્યું હતું. આ તમામ લોકો ક્યાંક જવા માટે 60થી 180 મિનિટનો સમય લેતા હોય છે. આ લોકો પોતાના મુકામથી 10 કિલોમીટર દૂર હોય અને રસ્તામાં…

Read More