જોકે વિશ્વભરમાં હનુમાન જીનાં ઘણાં અનોખા મંદિરો છે, પરંતુ ભારતમાં એવું એક મંદિર છે, જે ભગવાન હનુમાનનાં બાકીનાં મંદિરોથી ભિન્ન છે. આ મંદિર ભિન્ન અને વિશેષ છે કારણ કે આ મંદિરમાં ભગવાન હનુમાનની પૂજા પુરુષની જેમ નહીં પરંતુ સ્ત્રીની જેમ કરવામાં આવે છે. આ મંદિર છત્તીસગડ ના રતનપુર ગામમાં છે તે વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનની સ્ત્રી મૂર્તિની પૂજા કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે હનુમાનની આ પ્રતિમા 10 હજાર વર્ષ જૂની છે. જે પણ ભક્તો આ હનુમાન પ્રતિમાની આદરપૂર્વક નમન કરે છે તેઓ અસાધ્ય રોગોથી મુક્તિ મેળવે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પ્રતિમાની સ્થાપના…
કવિ: Satya Day News
તમે ચંદ્ર તો નહિ પણ તેનો એક ટુકડો ચોક્કસ ખરીદી શકો છો. લંડનમાં ક્રિસ્ટીના ઓકશન હાઉસે ચંદ્રના પાંચમા ટુકડાને હરાજીમાં મૂક્યો છે. આ ટુકડાની કિંમતની હરાજી કિંમત છે, 18.75 કરોડ રૂપિયા. ચંદ્રના આ ટુકડાનું વજન 13.5 કિલોગ્રામ અને તેની સાઈઝ ફૂટબોલ જેટલી છે. આ ટુકડો ચંદ્ર અને ધૂમકેતુ સાથેના અથડામણને લીધે સહારાના રણમાં પડ્યો હતો. ટુકડાની યોગ્ય તપાસ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ તેને ‘NWA 12691’ નામ આપ્યું હતું. આ ચંદ્રનો પાંચમો ટુકડો છે, જે પૃથ્વી પર આવ્યો છે. અત્યાર સુધી પૃથ્વી પર કુલ 650 કિલોગ્રામના ટુકડા છે, જેમાં NWA 12691 પણ સામેલ છે.
બ્રુસેલ્સના કેરહોમ લે સિનક્વેનેયર ઓરપીમાં કોરોનાને કારણે અહીંના વૃદ્ધો ક્વોરન્ટાઇનમાં છે, તેઓ આશરે દોઢ મહિનાથી પરિવારને મળી શક્યા નથી પરંતુ બુધવારે તેમને સરપ્રાઇઝ મળી. તેમને કેરહોમની બારીઓ અને બાલ્કનીની પાસે પરિવારના સભ્યો દેખાયા, તેઓ ક્રેનમાં સવાર હતા. ઘણા લોકોએ જોયું કે તેમના પરિવારજનો નીચે ઊભેલા પોતાના વારાની રાહ જોઇ રહ્યા હતા. આ જોઇ તેઓ ભાવુક થઇ ગયા હતા. પરિવારના બે-બે સભ્યોને ક્રેનથી ઉપર પહોંચાડવામાં આવતા અને વાતચીત માટે 15 મિનિટનો સમય અપાયો હતો.
અમદાવાદ ના શાહપુર માં તારીખ 26 એપ્રિલ ના રોજ રેટિયાવાડી માંથી 4 મહિલાઓ 2400/- રૂપિયાના દેશીદારૂ સાથે ઝડપાયી હતી ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી જ્યાં ચારે મહિલાઓને કોરોનાનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 2 મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એટલું જ નહીં હાલ લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે તો આ દારૂ આવે છે ક્યાંથી તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે. હાલ તો પોલીસ દ્વારા આ બુટલેગરના ત્યાં કોણ કોણ દારૂ પીવા આવતું હતું તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ચીનમાં ઝેન્ગઝોઉ શહેરમાં એક મહિલાએ એક વર્ષ પહેલાં આંખનાં પોપચાંની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી, આ પ્લાસ્ટિક સર્જરી સફળ ન થતા આ મહિલા એક વર્ષથી પોતાની આંખો બંધ કરી શકતી નથી. તે રાત્રે સૂવા માટે પેપરની સ્ટિક ચોટાડે છે. આ મહિલાની સરનેમ ‘મા’ છે. મહિલાએ સપ્ટેમ્બર, વર્ષ 2018માં શહેરની ફેમસ જીમેઈ પ્લાસ્ટિક હોસ્પિટલમાં આંખનાં પોપચાંની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી, પણ તે સમયે તેને જોઈએ તેવું રિઝલ્ટ મળ્યું નહોતું. આથી તેણે ફરીથી બીજીવાર આંખોનાં પોપચાં પર જ સર્જરી કરાવી હતી. મહિલાએ આંખો બંધ ન થવાની ફરિયાદ કોસ્મેટિક ક્લિનિકને કરતા તેમણે પોતાનાથી ભૂલ થઇ હોવાની વાત માનવાની ના પાડી દીધી હતી. મહિલાએ બંને…
હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે. 22 મેના રોજ વૈશાખી પૂનમના દિવસે આ મહિનો પૂર્ણ થશે. આ દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવશે. સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાને બધા જ મહિનામાં ઉત્તમ માનવામાં આવે છે. પુરાણો ના ઉલ્લેખ અનુસાર, જે વ્યક્તિ વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે અને વ્રત રાખે છે, તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. વૈશાખ મહિનાના દેવતા ભગવાન મધુસૂદન છે, માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં મહીરથ નામના રાજાએ માત્ર વૈશાખ સ્નાનથી જ વૈકુંઠધામ પ્રાપ્ત કર્યું હતું. આ મહિનામાં ઘરમાં સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓના નામનો જાપ કરવો જોઇએ. પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો. મંત્રનો જાપ…
આજે 1 લી મેં એટલે કે ગુજરાત નો સ્થાપનાદિન છે ત્યારે જ ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા.વાત કરીએ તો દાહોદ જિલ્લા ના દેવગઢ બારીયા ની કે જ્યાં સબજેલના તાળાં તોડી ને 13 કેદીઓ ફરાર થઈ જતા જ પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની સબજેલમાંથી એકસાથે 13 કેદીઓ ફરાર થતા લોકડાઉનના કડક અમલના દાવા પોકળ સાબિત થયા છે, કહેવાતું આવ્યું છે કે ગુજરાતભરની જેલો કિલ્લેબંધી ગણાતી હોય છે. જેલમાંથી લોખંડી સુરક્ષા વચ્ચે કેદીઓ ભાગી જતા પોલીસ માટે નાક કપાવા જેવી ઘટના સાબિત થઈ રહી છે. સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરમાં નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ…
રમઝાનના મહિનામાં પણ પાકિસ્તાન કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. રમઝાનના મહિનામાં છઠ્ઠી વખત એટલે કે ગુરુવારે પણ પાકિસ્તાને પુંછમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાર ભારે ગોળીબારી કરી હતી. આ ફાયરિંગમાં ઘરની બહાર એક બાળકનું મોત થયું છે. તે 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અહેવાલ પ્રમાણે પુંછના મનકોટે તાલુકામાં મો.રાશિદના ઘરમાં ઈફતારની તૈયારી ચાલી રહી હતી તે સમયે એક છોકરો ગુલફજાર ઘરની બહાર ઉભો હતો. તે સમયે પાકિસ્તાન તરફથી ગોળીબારી અને મોર્ટારના સ્પ્લંટર તેને લાગ્યુ હતું તેને લીધે આ છોકરાનું મોત થયુ હતું.
હાલ કોરોનાના લઈને દેશભરમાં લોક-ડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો ત્રાસી ગયા છે અને બધા આશા રાખી રહ્યા છે કે ક્યારે આ કોરોના વાઇરસ થી પીછો છૂટે તેવા માં સેવા કર્મીઓ રાત દિવસ લોકો ને ઘરે રેહવા માટે અપીલ કરી રહ્યા છે તેવા માં પોલીસની સાથે SRP અને TRB જવાન અઠવાલાઇન્સની પોલીસ કમિશનર કચેરીની બહાર બંદોબસ્તમાં ઊભા હતા. આ દરમિયાન રસ્તા પર રખડતા કુતરાએ SRP જવાન ઈશ્વર લલ્લુ સોલંકી(50) અને TRB જવાન મનહર રૂપસીંગ(35) સહિત 7 જણાને પણ બચકું ભરી ત્યાંથી હેડ કવાર્ટર તરફ ચાલી ગયુ હતું. આ ઘટનાને કારણે પોલીસે તાત્કાલિક પાલિકાની ટીમને હડકેલા કૂતરાને પકડવા બોલાવી હતી. છેવટે…
પાંડેસરા GIDC ની ટેક્સટાઈલ મીલ દ્વારા યુનિક પ્રકારનું PPE તૈયાર કરવામાં આવ્યું છે. પોલિએસ્ટર કાપડમાંથી તૈયાર કરવામાં આવેલું આ PPE લોહી અને પ્રવાહી પ્રતિરોધક બેક્ટેરીયા, વાઈરસ અને સુક્ષ્મ જીવો સામે રક્ષણ આપતા ગુણધર્મો ધરાવે છે. પાંડેસરાની મીલ દ્વારા સંશોધન કરી પોલિએસ્ટર ફેબ્રિક્સની મદદથી જે PPE તૈયાર કરવામાં આવ્યું છે. તે રિયુઝ પ્રકારનું છે. જેને લગભગ 30 વાર ધોઈને કોરોના સામે રક્ષણ મેળવી શકાય તેવો દ્વારા કંપનીના મનન ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યો છે.