ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં એક યુવક શાકભાજી અને કરિયાણાનો સામાન લેવા ઘરેથી નિકળ્યો હતો, પરંતુ જ્યારે તે પરત ફર્યો તો શાકભાજીની જગ્યાએ દુલ્હન લઈ આવ્યો એટલે કે શાકભાજી લેવા ગયેલો યુવક લગ્ન કરીને પરત ફર્યો હતો. આ વિચિત્ર ઘટના ગાજિયાબાદ જિલ્લાના સાહિબાબાદની છે. લોકડાઉનમાં અચાનક દિકરો લગ્ન કરીને આવતા પરિવારને બહુ મોટો આઘાત લાગ્યો. યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને આવ્યો હતો. યુવકની માતાએ તો યુવક અને જેને લગ્ન કરીને સાથે લાવ્યો હતો તે યુવતિ, બંનેને ઘરમાં પ્રવેશ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. દુલ્હનના કપડામાં રહેલી યુવતિ અને યુવક બંને પોલીસ સ્ટેશનામાં હતા, તેટલામાં યુવકની માતા…
કવિ: Satya Day News
અમદાવાદ માં લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે પોલીસ રાત દિવસ ખડેપગે ઉભી રહીને ફરજ બજાવી રહી છે ત્યારે આજે અમદાવાદ ના નારોલથી વાસણા જવાના રોડ પર આવેલ શાસ્ત્રી બ્રિજ પાસે પોલીસ દ્વારા એક બલેનો કારને ઉભી રાખવામાં આવી હતી જ્યારે પી.એસ.આઈ. દ્વારા કારની પાસે જઈને પૂછપરછ કરતા કારના ચાલક દ્વારા પી.એસ.આઈ. ને કારમાં ખેંચી ને ભગાડી ગયો હતો ત્યારબાદ જોડે ફરજ નિભાવતા બીજા પોલીસ જવાનો દ્વારા કારનો પીછો કરીને કાર પકડી પાડી હતી અને કારનો ચાલક કાર મૂકી ને નદીના પટમાં ભાગી જતા પોલીસ દ્વારા નદીના પટમાં જઇને કાર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરથી એ સાબિત થાય છે…
સુરત સિવિલ હોસ્પિટલમાંથી સલાબતપુરા વિસ્તારના ભગવાન રાણા નામના યુવકનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ યુવક બે દિવસ પહેલા સિવિલમાંથી નાસી ગયો હતો અને તેને શોધવા માટે સુરત પોલિસે આકાશ અને પાતાળ એક કરી દીધા હતા, એટલું જ નહીં તેની પ્રેમિકાએ પોલીસને મેસેજ કર્યો હતો કે તે જૂનાગઢ તરફ આવી રહ્યો છે જેથી પોલીસ આ દિશામાં તપાસ કરી રહી હતી. બીજી તરફ આજે સવારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તેનો મૃતદેહ મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી.
રાજકોટમાં 59 કોરોના કેસ નોંધાયા છે પરંતુ ગઇકાલે પહેલું મોત થયું હતું. 65 વર્ષના વૃદ્ધા મોમીનાબેન ઝીકરભાઇને 9 દિવસ પહેલા કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો પરંતુ સારવાર સફળ ન રેહતા તેનું મોત થયું નીપજયું હતું. બે દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગઇકાલે વૃદ્ધાને બચાવવા માટે બેંગ્લોરથી 37 હજારનું 10 એમએલનું ટોસીલીઝુમાબ એક્ટેંમર નામનું ઇન્જેક્શન મગાવ્યું હતું. ઇન્જેક્શન આવ્યા બાદ આઇવી ફ્લૂઇડ એટલે કે બાટલા વડે તેમના શરીરમાં અપાયું હતું. ઇન્જેક્શન શરીરમાં અસર શરૂ કરે તેની 15 મિનિટ બાદ વૃદ્ધાએ દમ તોડી દીધો હતો. વૃદ્ધાના મોત બાદ તેનો મૃતદેહ 6 કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં પડી રહ્યો હતો. બાદમાં મોડી…
રાજકોટમાં પોલીસની બીક રાખ્યા વગર દંપતી ડ્રગ્સની હેરાફેરી કરતું હતું. 3 લાખ 30 હજારના હેરોઇન સાથે એક દંપતીને પોલીસે ઝડપી લીધું છે. આ બંનેએ પોતે જંગલેશ્વરની સલમા ઉર્ફે ચીનુડી મારફત હેરોઇનનો જથ્થો મેળવ્યાની કબૂલાત કરી છે. તેમજ ભૂરો નામનો છોકરો આ જથ્થો આપી ગયાનું પણ પોલીસને જણાવ્યું છે. આથી પોલીસે તે બંનેની શોધખોળ હાથ ધરી છે. કોઠારીયા રોડ સ્વીમિંગ પુલ પાછળ માસ્તર સોસાયટીના રસ્તા પરથી રૂખડીયાપરાના દંપતીને એક્ટીવા પરથી પોલીસ ઝડપી લીધું હતું. આ બંને આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
લગભગ 280 વર્ષ પછી પ્રથવાર એવું બની શકે છે કે કોરોના વાઇરસના કારણે રથયાત્રા રોકવી પડે અને એવું પણ શક્ય છે કે, આ વર્ષે રથયાત્રા ભક્તો વગર જ નીકળે. હજુ આ વાત પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થાય તે પછી જ આગળની સ્થિતિને જોઈને રથયાત્રા પર નિર્ણય લેવામાં આવશે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે. અક્ષય તૃતીયા એટલે કે 26 એપ્રિલથી તેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. મંદિરની અંદર અક્ષય તૃતીયા અને ચંદન યાત્રાની પરંપરાઓની વચ્ચે રથ નિર્માણની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. મંદિરના અધિકારીઓ અને બ્રાહ્મણોએ ગોવર્ધન મઠના શંકરાચાર્ય જગતગુરુ શ્રી નિશ્ચલાનંદ…
અમેરિકામાં H-1B વિઝા ધરાવતા લોકોની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધી શકે છે. આ સ્પેશિયલાઈઝ્ડ વિઝાના આધારે અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સની નોકરી જતી રહે, તો તેઓ અમેરિકામાં 60 દિવસ કાયદેસર રીતે રહીને નોકરી શોધી શકે છે, તેનાથી વધુ દિવસ રહેવા વધારે પડતી રકમ ચૂકવવી પડતી હોય છે. આ વિઝા પર અમેરિકામાં નોકરી કરનારા સૌથી વધુ ભારતીયો છે. કોરોના વાઈરસના લીધે લોકડાઉન ના કારણે અનેક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને પગાર વિના રજા પર ઉતારી દીધા છે. અમેરિકન થિંક ટેન્ક નિસ્કેનેને સેન્ટરમાં ઈમિગ્રેશન પોલિસીના નિષ્ણાત જેર્મે ન્યૂફેલ્ડના કહેવા પ્રમાણે, અમેરિકામાં બે લાખથી વધુ H-1B વિઝાધારકો જૂન સુધી કાયદેસરના અધિકારો ખોઈ દેશે.
કોરોના ની મહામારી વચ્ચે કચ્છના તૃણા બંદરથી છેલ્લા ત્રણ દિવસથી થતી હતી હજારો જીવતા પશુઓનો નિકાસ. જીવદયાપ્રેમીઓ નો ઉગ્ર વિરોધ ઉઠતા અંતે નિકાસ સ્થગિત રખાઈ. વિદેશી હૂંડિયામણની લાલચએ કચ્છ થી અખાતી દેશોમાં થતી ઘેટા બકરાને નિકાસ કાયમ માટે સજ્જડ બંધ કરવાની જીવદયાપ્રેમીઓએ ઝુંબેશ શરૂ કરી હતી “અબતક”. કોરોનાની મહામારી વચ્ચે પણ કચ્છના ધૃણા બંદરથી છેલ્લા ત્રણ દિવસથી હજારોની સંખ્યામાં જીવતા પશુઓનો વિકાસ થઇ રહી હતી જેની સામે જીવદયાપ્રેમીઓએ ઉગ્ર વિરોધ ઉઠાવતા અંતે કોરોનાની સ્થિતિમાં જીવતાં પશુઓની નિકાસ સ્થગિત કરી દેવામાં આવ્યો છે જોકે આ નિકાસ હાલ પુરતી મોકૂફ રખાઇ છે હવે કાયમી માટે આ નિકાસ અટકે તે માટે જીવદયાપ્રેમીઓએ રીતસર…
દુનિયાભરમાં ફેલાયેલા ખતરનાક વાઈરસ કે જેણે અર્થતંત્રથી લઈને લોકો ના જીવન ને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું છે અને તેનું જન્મસ્થળ ચીનનું વુહાન શહેર છે. વુહાન શહેરમાં લોકડાઉન પૂરું થઇ ગયું છે અને ચીનમાં લોકો ધીમે-ધીમે ફરીથી જીવન શરુ કરી રહ્યા છે, પરંતુ કોરોના વાઈરસની બીકે લોકો હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલતા નથી,નાના ભૂલકાંઓ માથા પર અનોખી 1 મીટર લાંબી ટોપી પહેરીને સ્કૂલમાં ભણી રહ્યા છે. ચીનમાં ભલે કોરોના વાઇરસના કેસ શૂન્ય થઇ ગયા પણ હજુ પણ આ વાઈરસ ઉથલો મારશે તેનો ડર લોકોના મનમાં છે.
હાલ સમગ્ર દેશ માં કોરોના વાઇરસ ગુસી ગયો છે અને અમુક દેશો માં લોક-ડાઉન ની સ્તિથિ યથાવત રહતા લોકો ની જીવન જરૂરિયાત ની વસ્તુની ખરીદી માટે લાંબી લાઇન જોવા મળી રહી છે. ભારત માં સરકાર દ્વારા મફત અનાજ નું વિતરણ પણ જોવા મળી રહ્યું છે અને હવે અમેરિકાના ગ્રેટર પીટર્સબર્ગના બિગ બટલર ફાયરગ્રાઉન્ડમાં લૉકડાઉન વચ્ચે અહીંના ફૂડ બેન્ક નજીક વધારે માત્રામાં કારની લાઇન લાગી ગઇ હતી. આ કાર્સમાં લોકો જમવાનું લેવા પહોંચ્યા હતા અને બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખી ને પાલન કરતાં નજરે પડે છે. લોકો પોતાનો વારો આવે ત્યારે જ તેઓ કારમાંથી નીચે ઉતરી ને પોતાની વસ્તુ ખરીદવા…