સાઉદી અરેબિયામાં સાત મહિના બાદ રવિવારે મુસ્લિમોના ધાર્મિક સ્થળ મક્કાને ઉમરા માટે ખોલવામાં આવ્યુ છે. આ માટે આવશ્યક સાવચેતીની પૂરતી કાળજી રાખવામાં આવી છે. આ ધાર્મિક સ્થળને ત્રણ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં સાઉદીના 6 હજાર લોકોને મંજૂરી આપવામાં આવશે. બીજા તબક્કામાં 18 ઓક્ટોબર બાદ વધુમાં વધુ 15,000 જાયરીને તથા નમાજ માટે 40,000 લોકોને પરવાનગી આપવામાં આવશે. ઉમરા માટે લોકોને મોબાઈલ એપ્લિકેશનથી અરજી કરવાની રહેશે. જેથી ભીડથી બચી શકાય. સાઉદી અરેબિયાના હજ બાબતોના મંત્રીએ આ માહિતી કે જાયરીન 1 નવેમ્બરથી મક્કા જઈ શકશે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 3 લાખ 35 હજારથી વધારે લોકો સંક્રમિત મળ્યા છે અને 4,850…
કવિ: Satya Day News
અહીંના એક સ્ટોરમાં હાલના દિવસોમાં ખાવાની વસ્તુઓ પર બે ટેગ લાગેલા જોવા મળી રહ્યાં છે. એક પર વેચાણ કિંમત છે તો બીજા પર કુલ ખર્ચની સાથે વાસ્તવિક કિંમત લખેલી છે. જોકે લોકોએ પહેલાંની જેમ વેચાણ કિંમત જ ચૂકવવાની છે. બે ટેગ એટલા માટે જેથી લોકો સમજી શકે કે જે ખાવાની વસ્તુઓ તેઓ એકદમ સસ્તી ખરીદી રહ્યાં છે તેને ત્યાં સુધી પહોંચાડવા માટે સમાજ અને પર્યાવરણે તેના માટે કેટલી કિંમત ચૂકવવી પડી છે. જર્મનીમાં ખાણી-પીણીની વસ્તુઓ ખાસ કરીને દૂધમાંથી બનેલી વસ્તુઓ અને પશુઓથી મળતા ઉત્પાદનોના ભાવ ખૂબ જ ઓછા છે. 2016ના એક રિપોર્ટ મુજબ યુરોપિયન યુનિયનના દેશોમાં દર વર્ષે 8.8 કરોડ…
શનિવાર, 17 ઓક્ટોબરથી દેવી પૂજાનો નવ દિવસનો પર્વ નવરાત્રિ શરૂ થઇ રહ્યો છે. આ પર્વ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ વખતે નવરાત્રિની શરૂઆતમાં 17 તારીખે જ સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે. સૂર્ય તુલામાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં પહેલાંથી વક્રી બુધ પણ રહેશે. આ કારણે બુધ-આદિત્ય યોગ બનશે. સાથે જ, 58 વર્ષ પછી શનિ-ગુરુનો પણ દુર્લભ યોગ બની રહ્યો છે. આ નવરાત્રિમાં શનિ મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે. આ બંને ગ્રહ 58 વર્ષ પછી નવરાત્રિમાં એકસાથે પોત-પોતાની રાશિમાં સ્થિત રહેશે. 2020 પહેલાં 1962માં આ યોગ બન્યો હતો. તે સમયે 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઇ હતી. આ વર્ષે નવરાત્રિ નવે-નવ દિવસ…
કોલકાતાના એસ.એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સિસના વૈજ્ઞાનિકોએ પેટના રોગોનું નિદાન કરવા માટે નવી રીત શોધી કાઢી છે. આ તકનીકની મદદથી ડોકટરો દર્દીના શ્વાસની પ્રિન્ટ પરથી શોધી શકશે. પેટ, અલ્સર અથવા કેન્સર જેવા કોઈ જીવલેણ રોગમાં સામાન્ય ચેપ છે કે કેમ તે પણ શોધી શકશે. દર્દીના શ્વાસના નમૂનાઓ જ પ્રારંભિક તબક્કે પેટના રોગની ઓળખ કરશે.તેનું નામ ‘પાયરો-શ્વાસ’ રાખવામાં આવ્યું છે. કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.માનિક પ્રધાને જણાવ્યું હતું કે, ‘પાયરો-શ્વાસ’ એ ગેસનું વિશ્લેષણ કરી આપતો એક પ્રકાર છે, જે ફેફસામાંથી પાછા ફરતા શ્વાસમાં હાજર રહેલાં ચોક્કસ પ્રકારના ગેસ અને કણોના શ્વાસ-પ્રિન્ટને સ્કેન કરી શકે છે. એક રીતે, ફિંગરપ્રિન્ટ જેવું છે, જે…
પોતાનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે આપણે બધા કસરતનો સહારો લેતા હોય છીએ, પરંતુ કસરત દરમિયાન તમારી સ્કિનનું છું. એવા ખૂબ ઓછા લોકો હોય છે, જે વર્કઆઉટ પહેલા અથવા તે દરમિયાન પોતાની સ્કિનનું ધ્યાન રાખે છે. જોકે, એ ખૂબ જ જરૂરી છે કારણ કે, વર્કઆઉટ દરમિયાન ઘણો પરસેવો નીકળે છે અને જો તમારી સ્કિન સાફ નહી હોય તો, ગંદી સ્કિન પર પરસેવાન કારણે વધુ બેક્ટીરિયા આવી શકે છે. તે સિવાય કસરત દરમિયાન તમારી સ્કિન નિર્જલીકૃત પણ હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કસરત પહેલા સ્કિનનું કેવી રીતે ધ્યાન રાખવુ જોઈએ. સ્કિન કેર એક્સપર્ટ કહે છે કે,…
પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં રહેતી 22 વર્ષિય સહેલી પાલે 3 લાખ જેટલી માચિસની સળીઓથી પ્રેમનું પ્રતિક એવા તાજમહેલને બનાવ્યો છે. કૃષ્ણાનગરના ઘુરની વિસ્તારમાં રહેતી સહેલી પાલે આ મામલે ઈરાનની મેસમ રહેમાનીનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જેણે 2013માં 1,36,951 માચિસની સળીઓથી યુનેસ્કોનો લોકો બનાવ્યો હતો. કલકત્તા વિશ્વવિદ્યાલયમાં એમ.એ કરી રહેલી વિદ્યાર્થીની પાલે છ ફૂટ લાંબો અને ચાર ફૂટ પહોંળી આ કૃતિ બનાવી છે. સહેલી પાલને ગિનીઝ બુક રેકોર્ડ્સના દિશાનિર્દેશ મળ્યા બાદ ઓગ્સટના મધ્યમાં પોતાનું કામ શરૂ કર્યુ હતું. અને 30 સપ્ટેમ્બરને તેને આ કામ પુરૂ કર્યુ હતું. આ કલાકૃતિનો એક વીડિયો બનાવ્યો છે. જે ગિનીઝ વર્લ્ડ…
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યુવતીનો બિભત્સ વિડીયો ફેસબુક પર અપલોડ કરનાર યુવક સામે ફરિયાદ નોધાઇ. યુવકે યુવતીને ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જે દરમિયાન યુવતીની મરજી વિરુદ્ધ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો. જે વિડીયો યુવકે ફેસબુકમાં અપલોડ કર્યો હતો જેને પગલે યુવક અને તેના માતાપિતા સામે ફરિયાદ નોધાઇ છે.. જો કે તમામ આરોપીઓ ફરાર છે.
અમેરિકાના નોર્થ કેરોલિનાની એક મહિલાએ તેના ઘરની અંદર બે માથાવાળો દુર્લભ સાપ જોતા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જીની વિલ્સને કહ્યું કે જ્યારે તેણે સાપને ફરતો જોયો ત્યારે તે તેના એલેક્ઝાંડર કાઉન્ટીના ઘરે હતી. વિલ્સને કહ્યું કે તે સાપની હાજરીથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે અંદાજ લગાવ્યો કે તે લગભગ એક ફૂટ લાંબો છે. ટેબલ નીચે સાપને જોતાં તેણે તરત જ તેના પરિવારને બોલાવ્યો હતો.વિલ્સને કહ્યું હતું કે, ‘મેં મારા જમાઈને ફોન કર્યો, જે બહુ દૂર ન હતો, અને તેણે કહ્યું કે તે પાછો આવી રહ્યો છે. હું ક્રેઝી ગાય્સ નથી. તેના બે માથા છે. જમાઈ ઘરે પહોંચ્યા ત્યારે તેણે બે…
કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં લોકોની જીવનશૈલીમાં ખૂબ મોટુ પરિવર્તન આવ્યુ છે. આ સાથે જ લોકોની પર્સનલ અને પ્રોફેશન લાઈફ પણ ઘણી પ્રભાવિત થઈ છે. તેથી લગ્ન કરવાની રીતોમાં ઘણા ફેરફાર આવ્યા છે. આમ તો આ વાયરસના કારણે પહેલા આવવા અને જવા પર પણ પ્રતિબંધો હતો, જો કે, હવે નવી ગાઈડલાઈન અનુસાર થોડી છૂટછાટો મળી છે. જો કે, પહેલાની માફક હવે યાત્રાઓ કરવી મુશ્કેલ છે. લોકો ક્યાંય પણ આવતા જતા પહેલા સો વાર વિચારી રહ્યા છે. આવા સમયે નવા નવા લગ્ન કરેલા કપલ્સ હનીમૂન પર જવાનો પણ પ્લાન બનાવી રહ્યા છે. આજે અમે આપને અહીં જણાવીશું કે, હનીમૂનમાં જતી વખતે…
લોકોએ પોતાના જીવનમાં આ વર્ષે આવેલા અચાનક લોકડાઉન કંઈ કેટલાય કામ કર્યા છે. અમુક લોકો વર્કઆઉટમાં જોતરાયા હતા, જ્યારે અમુક લોકો રસોયા બન્યા હતા. અમુક લોકો લેપટોપ લઈ વર્ક ફ્રોમ હોમમાં અટવાઈ ગયા હતા. પણ કેરલની આરતી રઘુનાથે તો કમાલ જ કરી નાખી છે. તેણે લોકડાઉનના સમયમાં એક સાથ 350 કોર્સ કરી નાખ્યા છે. એમઈએસ કોલમાં એમએસસી બાયોકેમેસ્ટ્રી સેકન્ડ ઈયરની સ્ટૂન્ડ છે આરતી. તેણે છેલ્લા 3 મહિનામાં 350 કોર્સ કર્યા છે. તે પણ ઓનલાઈન. આરતી કોચ્ચિના એલમકારાની રહેવાસી છે. આરતી જણાવે છે કે, તેની કોલેજ તેને ઓનલાઈન કોર્સની દુનિયાની સફર કરાવી છે. ત્યાર બાદ તેણે ઓનલાઈન કોર્સ કરવાના શરૂ કર્યા.…