રાજકોટ-ગોંડલ હાઈવે પર રિબડા નજીક આવેલા ટોલનાકાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભરૂડી ટોલનાકા પર ટ્રકવાળાની દાદાગીરી સામે આવી છે. ટોલબુથ પર ટોલ ટેક્સ માગતા ડ્રાઈવરે ટોલ કર્મીને તલવાર દેખાડી ધમકી આપી હતી. ટોલ નાકા પર આ પ્રકારની દાદાગીરી બાદ પણ કોઈ પગલા નથી લેવાયા.
કવિ: Satya Day News
મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી અઘાડી સરકારે રાજ્યમાં હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરાં અને બાર ખોલવાની મંજૂરી આપી છે. 50 ટકાની ક્ષમતા સાથે 5 ઓક્ટોબરથી હોટલ, રેસ્ટોરન્ટ્સ અને બાર ખોલવામાં આવશે. આ માટે સરકારે આજે માર્ગદર્શિકા બહાર પાડી છે. રેસ્ટોરાં બારમાં ગેટ પર સ્ક્રિનિંગ ઉપરાંત આ વસ્તુઓનું પણ પાલન કરવું પડશે.માર્ગદર્શિકા મુજબ, ગ્રાહકોને હોટલ, રેસ્ટોરન્ટ-બારના એન્ટ્રી ગેટ પર તપાસ કરવાની રહેશે. જો કોઈને તાવ હોય અથવા બીજા કોઈને કોરોનાનાં લક્ષણો હોય, તો તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. ગ્રાહકો બહારથી આવતા અને ટેબલ પર પહોંચતા સમયે માસ્ક પહેરવા જરૂરી છે. માત્ર ભોજન સમયે માસ્ક દૂર કરવાની મંજૂરી આપવામાં આવશે. બિલ ચુકવણી માટે ડિજિટલ…
aloe vera એક એવો છોડ છે જેમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. તેના પાનમાં મોઇશ્ચરાઇઝરના ગુણ હોય છે. તે ઘણી વસ્તુઓ માટે ફાયદાકારક છે. તે ફક્ત ત્વચા માટે જ નહીં, વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે જ સમયે, મોટાભાગના લોકો આજે બજારના એલોવેરા જેલનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જો કે ઘણા હાનિકારક ઘટકો બજારના એલોવેરા જેલમાં પણ રહેલા છે. જેના કારણે ત્વચાને પણ નુકસાનનો ભય રહે છે. પરંતુ જો તમે ઇચ્છતા હો, તો તમે ઘરે એલોવેરા જેલ બનાવી શકો છો. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ કે માર્કેટ જેવું એલોવેરા જેલ કેવી રીતે બનાવવું. સામગ્રી એલોવેરાના…
ભારતમાં સોના (Gold)સાથે ભાવનાત્મક સંબંધ છે પરંતુ ઘરમાં સોનું (Gold)રાખવું પણ જોખમથી ખાલી નથી, કારણ કે ચોરી કે ખોવાઈ જવાનો ભય રહે છે, તેથી કેટલાક લોકો આ માટે સોનાને(Gold) લોકરમાં રાખે છે. ઘણી બેંકો લોકર સુવિધા આપે છે. બેન્કોમાં દાગીના સેફ રહે છે જો તમે પણ આવું કંઇક વિચારી રહ્યાં છો, તો પહેલા તે વિશે સંપૂર્ણ રીતે જાગૃત થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સોનાના આભૂષણો અથવા કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ચીજો બેંકના લોકરમાં રાખી છે કે તેઓ ત્યાં સંપૂર્ણપણે સલામત છે. તો તમારે આ જાણી લેવું જરૂરી છે. કારણ કે લોકરમાં રાખેલ માલ ચોરી, આગ અથવા અન્ય કોઈ…
રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ મહિનામાં આવ્યો હતો અને ત્યારથી અત્યારસુધીમાં શહેર અને જિલ્લા સહિત 9000 કરતાં વધુ કેસ વધી રહ્યા છે. પહેલા તાવ-શરદી અને ગળામાં બળતરા જેવાં લક્ષણો હતો. પછી સ્વાદ અને ગંધ ન આવવી એ મુશ્કેલી આવી હતી, પણ અત્યારે તો કદી ન આવી હોય એવી નબળાઈ, હૃદયના ધબકારા અનિયમિત થવા, માથાનો દુખાવો પણ થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો કોરોનાનો ચેપ ફેફસાંને 70 ટકા સુધી ડેમેજ કરી નાખે ત્યાં સુધી દર્દીને ખબર પણ રહેતી નથી. કોરોના દર્દીનાં ફેફસાંમાં જે સફેદ ડાઘા દેખાય છે એ ડેમેજ થયેલો ભાગ છે. આ દર્દીનાં ફેફસાંમાં ન્યૂમોનિયાના ઘણા પેચ દેખાય છે. 90 ટકા…
હાથરસ ગેંગરેપની ઘટના વિશે હોબાળા દરમિયાન કોંગ્રેસનેતા રાહુલ ગાંઘી આજે ફરી હાથરસ જવા માટે રવાના થશે. તેમની સાથે અમુક કોંગ્રેસ સાંસદ પણ જવાના છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ પહેલાં ગુરુવારે રાહુલ અને પ્રિયંકાને હાથરસ જતી વખતે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યાં હતાં. બંનેની યુપી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમને કહ્યું હતું કે તમે કલમ 188 નો ભંગ કર્યો છે. પોલીસે રાહુલ ગાંધીનો કોલર પકડ્યો હતો અને ધક્કામુક્કીમાં તેઓ નીચે પણ પડી ગયા હતા. એ સમયે રાહુલના હાથમાં થોડી ઈજા પણ થઈ હતી. રાહુલ અને પ્રિયંકાની 4 કલાક અટકાયત કર્યા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું હતું. લગભગ 10 હજાર ફૂટની ઊંચાઈએ બનેલી આ દુનિયાની સૌથી લાંબી ટનલ છે, જેની લંબાઈ 9.2 કિમી છે, જેને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. હિમાલયના પીર પંજાલ પર્વત રેન્જમાં રોહતાંગ પાસે નીચે લેહ-મનાલી હાઈવે પર એને બનાવવામાં આવી છે. આનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી થઈ જશે અને ચાર કલાકની બચત થશે, જેનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે રાખવામાં આવ્યું છે. આનાથી શું ફાયદો થશે? ટનલથી મનાલી અને લાહુલ-સ્પિતી ઘાટી 12 મહિના જોડાયેલા રહેશે. ભારે હિમવર્ષાને કારણે આ ઘાટીનો છ મહિના સુધી સંપર્ક તૂટી જાય છે.…
જાપાનમાં એક શખસે 9 લોકોની હત્યા કરી તેમના મૃતદેહોના 240 ટુકડા કરીને ફ્રિજમાં મૂકી દીધા. તકાહિરો શિરૈશી નામનો આ આરોપી શખસ ‘ટિ્વટર કિલર’ નામથી મશહૂર છે. તેને કોર્ટમાં રજૂ કરાતાં તેણે તેનો ગુનો કબૂલી લીધો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે શિરૈશી દોષિત ઠરશે તો તેને ફાંસીની સજા કરાશે. જોકે, શિરૈશીના વકીલે દલીલ કરી કે તેની વિરુદ્ધના આરોપો ઘટાડવામાં આવે, કેમ કે હત્યાનો શિકાર બનેલા તમામ લોકોએ પોતાની હત્યા કરવા મંજૂરી આપી હતી. વકીલે કહ્યું કે તમામ 9 મૃતકોએ સોશિયલ મીડિયા પર આપઘાત અંગે લખ્યું હતું. ત્યાર બાદ શિરૈશીએ તેમની હત્યા કરી. વકીલે એમ પણ કહ્યું કે શિરૈશી સામેના આરોપોને ‘સંમતિથી…
ધર્મ ગ્રંથોમાં સિંધાલૂણ મીઠાને સાત્વિક માનવામાં આવે છે. ઋષિ વાગ્ભટ્ટે પણ પોતાના ગ્રંથમાં કહ્યું છે કે, વ્રત અથવા ફળાહારમાં સિંધાલૂણ મીઠુંનો ઉપયોગ કરી શકાય છે. ત્યાં જ, આયુર્વેદમાં તેને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. રોજ ભોજનમાં સિંધાલૂણ મીઠુંનો ઉપયોગ કરવામાં આવે તો વાત, પિત્ત અને કફને લગતાં દોષ થતાં નથી. જેથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધવા લાગે છે અને કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે. સિંધાલૂણ મીઠુંનો સ્વાદ ખારો હોય છે પરંતુ ભોજન કર્યા બાદ તે શરીરમાં મધુર રસમાં બદલાઇ જાય છે. તેના આ ગુણના કારણે આ મીઠું અન્ય મીઠાથી સારું માનવામાં આવે છે. તેમાં તીખાસ અન્ય મીઠાથી ઓછી હોય…
નવસારી જિલ્લામાં રહેતા કિન્નરો વચ્ચે વિસ્તાર તેમજ અખાડાના વડાને લઈને વિવાદ ઉઠયો છે. બારડોલીના કિન્નરને સમાજના મુખ્ય અખાડામાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો હતો. આ કિન્નર નવસારીના ૩૦ કિન્નરોને હેરાનગતિ કરતો હોવાનો આક્ષેપ લાગ્યો છે. આજે વિજલપોર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કિન્નરોએ રોષ ઠાલવ્યો હતો. કિન્નરોએ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને સમસ્યાના નિરાકરણની માંગણી ઉચ્ચારી હતી. પુનમકુંવર દ્વારા નવસારીના કિન્નરોને નવસારી છોડવા સહિત માર મારવાની ધમકીઓ આપી હોવાનો આરોપ લાગ્યો છે. મુસ્કાનકુંવર સહિત ૩૦ કિન્નરોને કોઈ પણ હાની પહોંચશે તો એની જવાબદારી પુનમકુંવર,બબીતાકુંવર, ઈશિતાકુંવર અને ચંદનકુંવરની હોવાની ચેતવણી ઉચ્ચારી હતી.