કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

માતા લક્ષ્મી વૈભવ અને યશના દેવી છે. તે જેના પર મહેરબાન થઇ જાય છે તેના પર ધનવર્ષા થઇ જાય છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પૂજા અર્ચના કરે છે. માન્યતા છે કે જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે ત્યાં ધનની કમી નથી થતી. માન્યતા છે કે સાંજે કેટલાંક વિશેષ કામ કરવાથી મા લક્ષ્મીના આશિર્વાય સદાય રહે છે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. સાંજે જરૂર કરો આ કામ મંદિરમાં ધૂપ દીપ પ્રગટાવીને આરતી જરૂર કરો. ભગવાનને મીઠાઇનો ભોગ ધરાવવો જોઇએ. તુલસીના છોડમાં દીવો પ્રગટાવવો જોઇએ. સાંજના સમયે ઘરમાં શાંતિનું વાતાવરણ જરૂર રાખો. સાંજે ઘરે પરત ફરતી વખતે ખાલી…

Read More

દીવમાં આજે પરિવહન સુવિધા નામની એપ અને વેબ પોર્ટલને પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના 8 હજાર 550 યુનિટ અને 2 હજાર 500 ટ્રાન્સપોર્ટરોને લાભ થશે. આ એપથી વેપારમાં અને માલ પરિવહનમાં પારદર્શિતા આવશે. તમામ યુનિટમાં અનેક પ્રકારની પ્રોડક્ટ અને મશીનરી અન્ય રાજ્યમાં કે શહેરમાં મોકલવામાં આવતી હોય છે. જેમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો મનફાવે તેવા ભાડા વસુલતા હતાં. જો કે એપ અને વેબ પોર્ટલથી તેનું નિરાકરણ આવશે.

Read More

પલવલના અસાવતી ગામના નિવાસી યુવકના લગ્ન 3 વર્ષ પહેલા ફિરોજપુર કલા ગામની રહેવાસી યુવતનીની સાથે થઈ હતી. લગ્ન પહેલા જ યુવતીનું ગામના જ એક યુવકની સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. યુવતી લગ્ન બાગ પણ ચોરી-ચૂપી પ્રેમીને મળવા માટે આવતી હતી. એક દિવસ પતિને પત્નીનું પ્રેમી સાથે મળવાની વાતની જાણ થઈ તો ત્યારબાદ બંનેની વચ્ચે ઘણી વખત ઝગડો થવા લાગ્યો હતો. પતિનો આરોપ છે કે, લગ્ન બાદ એક દિવસ યુવતી પોતાના પ્રેમીની સાથે ગાયબ થઈ ગઈ હતી. બાદમાં જ્યારે યુવતીના પરિવારવાળાને તલાશની વાત કરી તો પોતાના પ્રેમીની સાથે મળી હતી. ભાઈની સાથે પિયર આવી ગઈ હતી આ વાત જ્યારે પતિને…

Read More

મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડે લાભાર્થીઓ માટે અકસ્માત વીમા યોજના શરૂ કરી છે. માર્કેટયાર્ડે અકસ્માતના 22 કેસોમાં નિરાકરણ લાવીને કુલ રૂપિયા 36 લાખની આર્થિક વીમા સહાય ચુકવવામાં આવી છે. લાંબા સમયથી ઉકેલ ન આવતા એપીએમસીએ ગ્રાહક સુરક્ષામાં તકરાર દાખલ કરી હતી. જેનો સુખદ અંત આવ્યો હતો.વિસનગર APMC દ્વારા દર વર્ષે ભરવામાં આવતા 32 લાખ જેટલા પ્રિમયમ સામે અંદાજીત 62 લાખ ઉપરાંતની રકમનું વળતર લેવામાં આવ્યું છે. હજુ પણ કેટલાક ક્લેઇમ તકરારમાં હોવાથી આગામી દિવસોમાં ઉકેલ આવશે. જેનો અન્ય લાભાર્થીઓને પણ લાભ આપવામાં આવશે.

Read More

સભ્ય સમાજમાં હવે પારિવારિક સબંધોને લાંછન લાગે તેવા કિસ્સાઓ અમદાવાદમાં વધી રહ્યા છે. સરખેજ વિસ્તારમાં ચાર દિવસ પહેલા લિયાકત ફકીર નામના એક યુવકે પોતાન જ ઘરે ગળે ફાંસો ખાયને આત્મહત્યા કરી હતી અને ચાર દિવસ બાદ પરિવારના સભ્યોને એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં યુવકે કાલુ ઉર્ફે સલીમ નામના શખ્સ સાથે તેની પત્નીને આડા સંબંધો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને આ કારણસર પોતે આત્મહત્ય કરી હોવાનું નોંધ્યું હતું.ત્યારે સરખેજ પોલીસે આ સ્યુસાઇડ નોટના આધારે મૃતક લિયાકત ફકીરની પત્ની તસ્લીમબાનુ ફકીર અને તેના પ્રેમી સલીમ ઉર્ફે કાલુ પર આત્મહત્યા દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી છે અને મૃતકની પત્નીની અટકાયત કરી છે. જ્યારે ફરાર…

Read More

સાબરકાંઠા જિલ્લામાંથી નકલી આર.સી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલ.સી.બી પોલીસે નકલી ગ્રાહક મોકલી કૌભાંડ ઝડપ્યુ છે. જેમાં વાહનના નંબરના આધારે મહેતાપુરા વિસ્તારમાંથી વાહનોની આર.સી.બુક ઇશ્યૂ થતી હતી.એલ.સી.બી પોલીસે આ સમગ્ર મામલે 3 આરોપીને 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

Read More

લોકડાઉનમાં અનેક વેપાર-ઉદ્યોગો બંધ થતાં લાખોની સંખ્યામાં નોકરી પ્રભાવિત થાય તેવું મનાઇ રહ્યું છે. આ સમયે એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન પાસે રહેલા ફંડને ધ્યાનમાં રાખી સરકારે લાખો કરોડો કામદારોને રાહત થઇ શકે તેવો નિર્ણય લીધો છે.ઇએસઆઈ અંતર્ગત કોરોના મહામારીમાં નોકરી ગુમાવનાર નોકરિયાતોને ત્રણ મહિનાનો અડધો પગાર મળશે. વડોદરા રિજિયોનલ ઓફિસ હેઠળ ઈએસઆઈ સ્કીમ અંતર્ગત 11 લાખ 33 હજાર 775 લાભાર્થી છે. જેમાંથી 10 હજાર 64 યુનિટમાં કુલ 2,59,450 કર્મચારી ઈએસઆઈના સભ્ય છે. ઇએસઆઇસી દ્વારા અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના જુલાઇ-2018થી અમલમાં છે. જેના અંતર્ગત બે વર્ષ સુધી ફાળો ચૂકવ્યો હોય તેવા કામદાર બેરોજગાર બને તો તેને 730 દિવસના સરેરાશ પગારની…

Read More

વિશ્વમાં અત્યાર સુધીમાં 3 કરોડ 35 લાખ 49 હજાર 873 લોકોને ચેપ લાગ્યો છે. 10 લાખ 6 હજાર 379 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. અમેરિકા, ભારત અને બ્રાઝિલ સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં છે. ભારતમાં કોવિડ -19 કેસોથી (Covid-19 Cases in India)અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં મોટાભાગના પુરુષો છે. દરમિયાન, એક નવા અધ્યયનમાં, કોરોના વાયરસને કારણે વધુ મોત અંગે ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. અભ્યાસ અનુસાર, કોરોના પુરુષોમાં મુખ્ય સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન (Testosterone) પર હુમલો કરી રહ્યુ છે. આને કારણે તેની તબિયત લથડી રહી છે અને ચેપ લાગ્યાં બાદ શરીર નબળું પડી રહ્યું…

Read More

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાંથી છુટ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ એક બેઠકમાં હાજર રહેશે. આજે સાંજે 6 વાગ્યે થનારી સોમનાથ મંદિર ટ્રસ્ટની થનારી બેઠકમાં ત્રણ નેતાઓ ભાગ લેશે. આ બેઠક વીડિયો કોન્ફ્રેન્સીંગના માધ્યમથી થશે. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત તમામ 32 આરોપીઓને સીબીઆઈ કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયા છે. કોર્ટમાંથી બહાર આવ્યાં બાદ લાલકૃષ્ણ અડવાણીની આ પહેલી બેઠક હશે. PM મોદી, લાલકૃષ્ણ અડવાણી છે સોમનાથ મંદિર ટ્રસ્ટના સદસ્ય સોમનાથ મંદિર ટ્રસ્ટ 8 સદસ્યોના ટ્રસ્ટી બોર્ડ છે. તેમાં હાલ 7 સદસ્ય છે. આ સાત સદસ્યોમાં પ્રધાનમંત્રી…

Read More

રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગર પાલિકાની ટીમ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરમાં માસ્ક ઉતારીને સિગરેટ પીનાર વ્યક્તિ સામે તમાકુ અધિનિયમ અન્વયે જાહેરનામાના ભંગ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. તમાકુ અધિનિયમ અન્વયે રુપિયા બસો તેમજ માસ્કનો દંડ રૂપિયા એક હજાર એમ કુલ 1 હજાર 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Read More