કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

કોરોનાવાઈરસના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના પગલે દરેક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. પરિવારના લોકો કોરોનાના ડરથી ડોક્ટરો પાસે નથી જતા તેમજ ગંભીર બીમારીઓથી બચવા માટેની રસીથી કરોડો બાળકો વંચિત રહી ગયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોને ડર છે કે આ રીતે કુટુંબો બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છે.  રસીકરણનો દર જોખમી રીતે ઘટી રહ્યો છે, તેનાથી કરોડો બાળકોમાં ચિકન પોક્સ, કુકર ખાંસી અને અન્ય જીવલેણ બીમારીઓનું જોખમ ઉભું થઈ ગયું છે. પીડીયાટ્રિક ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ કંપની દ્વારા અમેરિકાના 1000 ક્લિનિક્સમાંથી એકત્રિત કરવામાં આવેલી જાણકારી અનુસાર, 16 ફેબ્રુઆરીની સરખામણીએ એપ્રિલના પહેલા સપ્તાહમાં ચિકન પોક્સ અને રૂબેલાના રસીકરણમાં 50%, ડિપ્થેરિયામાં 42% અને કુકર ખાંસીની…

Read More

શુક્રવારે ચંદ્ર જોયા પછી રમઝાન માસ આજથી શરૂ થયો છે. 23 એપ્રિલથી સાઉદી અરેબિયામાં ચંદ્ર દેખાતા ત્યારથી ત્યાં રમઝાન મહિનાની શરૂઆત થઇ ગઈ હતી. મુસલમાનો પ્રથમવાર કોરોના સંક્ર્મણના કારણે લોકડાઉનમાં ઘરે તરાવીહની નમાઝ અદા કરશે. તરાવીહ રમઝાનમાં પઢનાર ખાસ નમાઝને કહેવામાં આવે છે. સાઉદી અરેબિયાની સરકારે મક્કા-મદીનાને બંધ કરી દીધી છે. આને કારણે, લોકો ઉમરાહ માટે ત્યાં જઈ શકશે નહીં. જૂન-જુલાઈમાં હજ રદ્દ થવાની સંભાવના પણ છે. 25 એપ્રિલે એટલે કે આજથી એક મહિના સુધી દરરોજ પાંચ વખત નમાઝ અને તરાવીહનું પઠન ઘરેથી જ થશે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે મસ્જિદોમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મહિનામાં…

Read More

વિશ્વભરના દેશોના બાળકોના કોરોનાના ચેપનું નવું લક્ષણ જોવા મળી રહ્યું છે. ડૉક્ટરોએ તેમને ‘કોવિડ ટો’ નામ આપ્યું છે. તેમાં બાળકોની આંગળી સુજી જાય છે અને ત્રણ-ચાર દિવસ પછી ચાઠા પડે છે, આવું પ્રથમવાર ઇટાલીના બાળકોમાં જોવા મળ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી બ્રિટનમાં જોવા મળ્યું છે. ભારત દેશમાં કોઈ પણ પ્રકારના આવા લક્ષણની પુષ્ટિ થઈ નથી.

Read More

મહારાષ્ટ્રના કોંકણમાં બુરુંડીમાં ભગવાન પરશુરામની વિશાળ મૂર્તિ સ્થાપિત છે. આ સ્થાનને પરશુરામ ભૂમિના નામથી ઓળખવામાં આવે છે. અહીં પૃથ્વી આકારનું એક ધ્યાનકક્ષ બનાવવામાં આવ્યું છે, જેના ઉપર ભગવાન પરશુરામની 21 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત છે. આ બનાવટ પાછળ પુરાણોની માન્યતા છે, જેના પ્રમાણે કાર્તવીર્ય અર્જુનના અત્યાચારોથી પૃથ્વીના બધા જ જીવ દુઃખી હતાં અને પૃથ્વીએ બધા જીવને બચાવવા માટે ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી, ત્યાર બાદ માતા પૃથ્વીની મદદ માટે ભગવાન વિષ્ણુએ પરશુરામ સ્વરૂપમાં દેવી રેણુકા અને ઋષિ જમદગ્નિના પુત્ર તરીકે અવતાર લીધો. અહી આવેલા ધ્યાનકક્ષની ખાસ વાત એ છે કે, તેની અંદર પ્રવેશ કરવાથી શાંતિનો અહેસાસ થાય છે. આ રૂમને…

Read More

લોકડાઉન દરમ્યાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. આજથી દેશની બધી દુકાનો ખુલી જશે. જો કે તેમાં કેટલીક અગત્યની શરતો પણ રાખવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે આ આદેશ ગ્રીન ઝોનવાળા વિસ્તારો માટે જ છે. જે વિસ્તારોને હોટસ્પોટ  જાહેર કરાયા છે ત્યાં આ આદેશ લાગુ નહી થાય. સાથે જ દારૂની દુકાનોને પણ આ કેટેગરીમાં નથી મુકાઇ. તેમને શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એકટને અન્ય કેટેગરીમાં રાખવામાં આવી છે એટલે દારૂની દુકાનો હજુ બંધ જ રહેશે. આ સાથે જ  શોપિંગ કોમ્પલેક્ષ અને મોલ વગેરેને પણ ખોલવાની પરવાનગી નથી અપાઇ.

Read More

કોરોનાવાયરસ ને લઈ ને હાલ દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે કડક લોકડાઉનમાં પણ માનવતાની મહેક મનોજ ભાવસાર દ્વારા પ્રસાવવામાં આવી રહી છે. પોતાની 108 મોટર સાયકલ પર મનોજ ભાવસાર ઉતરાયણ ના સમયે તો અબોલ જીવ માટે મુહિમ ચલાવે છે,સાથે સાથે રસ્તા પર પતંગ ના દોરાના કારણે થતા અકસ્માત અટકાવવા માટે તાર બાંધી લોકોની રક્ષા કરતા હોય છે ત્યારે આજે આ મનોજ ભાવસાર દ્વારા લોકડાઉનનું જે લોકો પાલન નથી કરી રહ્યા પરંતુ કોરોના યોદ્ધાઓ અને ગરીબ જનતા માટે સેવા આપી રહ્યા છે. મનોજ ભાવસાર દ્વારા અમદાવાદ ના જુદા જુદા વિસ્તારોમાં પોતાની મોટરસાયકલ માનવતાની 108 ઉપર ફરીને ગરીબોને શાકભાજી અને ફૂડ પેકેટ્સ…

Read More

દુનિયાભરના મેડિકલ સમુદાયે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના એ નિવેદનની આકરી ટીકા કરી હતી જેમાં તેમણે કહ્યું કે કોરોના વાઈરસની સારવાર માટે દર્દીઓને બ્લીચના ઈન્જેક્શન મારી દેવા જોઈએ. એ જોવાની મજા પડશે કે તેનાથી તે સાજા થઇ શકે છે. ગુરુવારે રાત્રે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, ફેફસાંમાં ડિસઇન્ફેક્ટન્ટ મોકલવાથી કોરોનાને નષ્ટ કરી શકાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે શોધમાં જાણ થઇ છે કે સૂર્યપ્રકાશ અને ગરમીથી કોરોના વાઇરસનો ખાત્મો કરી શકાય છે એટલા માટે તમારા શરીર પર અલ્ટ્રા વાયોલેટ કિરણોનું રેડિયેશન લો, તે પછી અમેરિકાના અનેક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પનાં સૂચન બેજવાબદાર અને ઘાતક…

Read More

ભારત-અમેરિકા સહિત ઘણા દેશો કોરોના વાઈરસના સંક્રમણ સામે લડી રહ્યા છે. મહામારીની વેક્સીન તૈયાર કરવામાં વિશ્વભરમાં ઘણા વૈજ્ઞાનિકો દિવસ-રાત કામે લાગેલા છે. ચીનમાં પણ રેમ્ડેસિવિર ડ્રગની ઘણા દર્દીઓ ઉપર ટ્રાયલ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ટ્રાયલ ફેઈલ રહી છે. ટ્રાયલ સાથે જોડાયેલી જાણકારી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની સાઈટ ઉપર પ્રકાશિત કરાઈ છે. જોકે WHO એ આ માહિતી હટાવી દીધી છે. આ રિપોર્ટ ભૂલમાં અપલોડ થઈ ગઈ છે. આ ડ્રગ અમેરિકાની ફર્મ ગિલિએડ સાયન્સની છે. તમામ દેશોને એન્ટી વાયરલ ડ્રગ રેમ્ડેસિવિર ડ્રગના ટ્રાયલને લઈને મોટી આશા હતી. પરંતુ ચીનમાં રેમ્ડેસિવિર ડ્રગથી દર્દીઓમાં કોઈ સુધારો જોવો મળ્યો નથી.

Read More

ગુજરાતભરના લોકોને ઉનાળાની સાંજે કે રાત્રે આઇસક્રીમ ખાધા વગર ચાલે જ નહીં. દેશની સૌથી મોટી બ્રાન્ડ વાડીલાલ, હેવમોર અને અમૂલ પણ ગુજરાતી છે. ગુજરાતમાં વર્ષે આઇસ્ક્રીમ નો બિઝનેસ ૧,૦૦૦ કરોડનો છે ત્યારે લોકોડાઉનને લઈને આખો એપ્રિલ માસ આઇસ્ક્રીમનો ધંધો થઈ શક્યો નથી. માટે જ આઇસ્ક્રીમને એસેન્શીયલ કોમોડિટી અંતર્ગત ટેક અવેની મંજૂરી માટે ચેમ્બર દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ દુર્ગેશભાઇ બુચએ એવી રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્ય આઈસ્ક્રીમ ઉદ્યોગ માટે નું એક મુખ્ય કેન્દ્ર છે. ગુજરાતમાં આઇસ્ક્રીમનું સૌથી વધુ ઉત્પાદન તેમજ વપરાશ પણ થાય છે ખાસ કરીને માર્ચથી જુલાઈ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાતમાં આઈસ્ક્રીમનો…

Read More

ચીનમાં 14 વર્ષથી એક મહિલાને ઉધરસ મટતી નહોતી. વર્ષોથી  સામાન્ય ઉધરસ સમજીને દવાઓ લઇ રહી હતી. હોસ્પિટલમાં પણ તે તપાસ માટે ગઈ નહોતી. થોડા સમય પહેલાં આ મહિલા અન્ય એક બીમારીની સારવાર માટે હોસ્પિટલ પહોચી ત્યારે તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ખબર પડી કે તેના ફેફસાંમાં એક મરઘીનું હાડકું ફસાયેલું છે. આ મહિલા 8 વર્ષની હતી તે સમયથી તેને ખાંસી આવી રહી હતી. 22 વર્ષીય મહિલાને બ્રોન્કાઇટિસ બીમારી છે. શ્વાસનળી ડેમેજ થવાથી આ બીમારી થાય છે અને ઉધરસ દરમિયાન ચીકણું પ્રવાહી પણ નીકળે છે. મહિલા ઘણા સમયથી એન્ટિબાયોટિક્સ લેતી હતી. સારવાર માટે તેણે ઘણા બધા ડોક્ટર પણ…

Read More