કેરલના કોચ્ચિના રહેવાસી એક યુવકની સાથે. તેણે 300 રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી. ત્યાર બાદ તેને બિલકુલ પણ વિશ્વાસ ન થયો કે તે ક્યારેય કરોડપતિ પણ બની શકે છે. હકીકતે અમુક મિનિટ બાદ તેને ખબર પડી કે તેને 12 કરોડ રૂપિયા જીતી લીધા છે. આ વાત પર તેને વિશ્વાસ જ ન હતો આવી રહ્યો. 300 રૂપિયાની લોટરીની ટિકિટ લીધી કેરળના કોચ્ચિના આ યુવકનું નામ અનંતુ વિજયન છે. તેનું કહેવું છે, ‘મેં 300 રૂપિયાની લોટરીની ટિકિટ લીધી હતી. રવિવારે સાંજે કેરળ સરકારે ઓનમ બમ્પર લોટરી 2020ના પરિણામ ધોષિત કર્યા તો હું દંગ રહી ગયો. આ લોટરીના પરિણામમાં મેં 12 કરોડ રૂપિયા બમ્પર…
કવિ: Satya Day News
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકોટ શહેરમાં ઘાતક કોરોના વાયરસનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ જીવલેણ વાયરસના કારણે વધુ 17 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા. ત્યારે જે દર્દીઓના મોત થયા તેઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ત્યારે મોતના આંકડા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાના ૧૪૦૦થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ જારી રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪૦૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧,૨૬,૧૬૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૬ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ…
શાપૂરજી પાલોનજી ગ્રુપે મંગળવારે જણાવ્યું હતું કે, ટાટા સન્સ માંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આ ગ્રુપ છેલ્લા 70 વર્ષથી ટાટા સન્સ (Tata Sons)સાથે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સંબંધોમાં આવેલી કડવાશને કારણે હવે જોડીના તૂટી જવાનો સમય આવી ગયો છે. સાયરસ મિસ્ત્રીના પરિવારનું ગ્રુપ છે. શાપુરજી પાલનજી ગ્રુપે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, ‘અમારા અને ટાટા(Tata Sons)ના સંબંધો 70 વર્ષ જૂનાં છે. તે પરસ્પર વિશ્વાસ અને મિત્રતા પર બનાવવામાં આવ્યા હતા. મંગળવારે શાપુરજી પાલોનજી ગ્રુપે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે ટાટા ગ્રુપ(Tata Sons)માંથી અલગ થવું જરૂરી બન્યું છે કારણ કે આ ચાલી રહેલા કાયદાકીય કાર્યવાહી આજીવિકા…
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે મ્યુનિ.દ્વારા કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં લઈ નવા 12 સ્થળ માઈક્રોકન્ટેઈન્ટ જાહેર કરાયા હતા.જેમાં ધોડાસરની બે સોસાયટીના 318 મકાનમાં રહેતા 1310 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક સુત્રોમાંથી મળતી માહીતી મુજબ, આ બંને સોસાયટીમાં એટલા એકટિવ કેસ છે પણ નહીં છતાં મોટા પ્રમાણમાં મકાનો માઈક્રોકન્ટેઈન્ટ કરાયા છે. મ્યુનિ.ના હેલ્થ અધિકારીએ આ મામલે મૌન સેવી લેતા પ્રતિક્રીયા મળી શકી નથી. મ્યુનિ.ના હેલ્થ અધિકારીએ આ મામલે મૌન સેવી લેતા પ્રતિક્રીયા મળી શકી નથી મ્યુનિ.દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલાં 317 માઈક્રોકન્ટેઈન્ટ એરીયામાંથી ત્રીસમાં પરિસ્થિતિ સુધરતા નિયંત્રણ દુર કરવામાં આવ્યા હતા.…
ગુજરાત યુનિ. દ્વારા પીજી કોમર્સમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પરંતુ ગુજરાત યુનિ.ની યુજી કોલેજોમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ જ યુનિ.ની પ્રવેશ પ્રક્રિયામાં હાલ ભાગ નહી લઈ શકે.યુજી કોમર્સ બાદ પીજી કોમર્સ એટલે કે એમ.કોમ.માં પ્રવેશ માટે ગુજરાત યુનિ.એ ઓનલાઈન પિનવિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દીધુ છે. પીજી કોમર્સના ઓનલાઈન ફોર્મ ભરવા માટે યુજીના માર્કસ જરૂરી હોવાથી પીજી કોમર્સના ઓનલાઈન ફોર્મ હાલ રિઝલ્ટ વગરના વિદ્યાર્થીઓ નહી ભરી શકે. જો કે યુનિ.દ્વારા ઓનલાઈન પિન વિતરણ અને રજિસ્ટ્રેશન માટે હજુ સુધી કોઈ પણ મુદત નક્કી નથી કરાઈ.યુનિ.ની યુજીના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા હમણાં જ પૂર્ણ થઈ છે જેથી…
ભારતમાં એક જ દિવસમાં એક લાખથી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે અને આ સાથે કોરોનાથી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 45 લાખને પાર થઈ ગઈ છે તેમજ રિકવરી રેટ 80.86 ટકા થયો છે. દેશમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું. પીટીઆઈની ટેલી મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 45,68,479 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 56,30,192 થયા છે, મૃત્યુઆંક 89,911 થયો છે.ભારતમાં કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 79 ટકા દર્દીઓ નવ રાજ્યોના છે. આ નવ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશષ તમિલનાડુ, ઓડિશા, દિલ્હી, કેરળ,…
ગુજરાત વિધાનસભામાં ભાજપે બહુમતીને જોરે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત – સુધારા – વિધેયક બહુમતીથી આજે પાસ કરાવી લીધું છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએ કહ્યું હતું કે વિપક્ષો ભલે વિરોધ કરતાં રહે, અમે આ કાયદો પસાર કરાવી જ લઈશું. બળાત્કાર કરનારાઓને કે પછી વ્યાજ વટાવના ધંધા કરનારા શાહુકારોને કારણે વ્યાજે પૈસા લેનારને આપઘાત કરવો પડે તે સ્થિતિ અમે નિભાવી લેઈશું નહિ. બળાત્કારીઓ અને શાહુકારો સામે રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણય સાયબર ક્રાઈમ કરનારાઓ દ્વારા સામાન્ય વ્યક્તિના બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉસેડી લેવાની ચાલતી પ્રવૃત્તિ અમે ચલાવવા માગતા નથી. તેમ જ નાની અને માસૂમ છોકરીઓ પર બળાત્કાર કરનારાઓને સહન કરી લેવા માગતા…
કુદરત માણસને હેરાન કરવા માટેનો એક પણ મોકો છોડવા માગતુ નથી. ઓછા વરસાદ બાદ દેખાતા ઈંદ્રઘનુષમાં દેખાતા 7 રંગો આપણને મંત્રમુગ્ધ કરી દે છે. ક્યારેક ક્યારેક સૂર્ય અને ચંદ્ર્ની એવી નયનરમ્ય પ્રકૃતિ આપણને શાયર બનવા મજબૂર કરે છે. આજે અમે પણ આપને કુદરતી આવી જ એક અનોખી રચના વિશે જણાવા જઈ રહ્યા છીએ. 5 રંગવાળી ખૂબસુરત નદી મોટા ભાગે નદીના પાણીનો રંગ વાદળી અથવા તો સફેદ હોય છે. જ્યારે તેના પર સૂર્યના કિરણો પડે છે, ત્યારે તેનો નજારો કંઈક અલગ જ હોય છે. આજૂબાજૂમાં ગાઢ અંધારૂ હોય અથવા તો પાણી ગંદૂ હોય ત્યારે તેનો રંગ કાળો દેખાય છે. જો કે,…
કોરોનાના કેર વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ચાલુ માસમાં મલેરિયાના 74 અને ચીકનગુનિયાના 38 કેસ નોંધાયા છે. કોરોનાના કેરની વચ્ચે સ્માર્ટ સીટી અમદાવાદમાં રોગચાળો વધ્યો છે. વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ થયો છે. દર વર્ષે વરસાદી સીઝનમાં મોટા પાયે ડેન્ગ્યુ-મેલરિયા-ઝાડા ઉલટી સહિતના વિવિઘ રોગનો ભોગ લોકો બનતા હોય છે. આ વર્ષે પણ આ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે. ચાલુ માસમા એટલે કે સપ્ટેમ્બર માસમાં નોધાયેલા આંકડા પર નજર કરીએ તો,
લસણ તથા ડુંગળીના આયુર્વેદિક ફાયદા ઘણા બધા છે. તેના વિશે પણ બધા જ જાણે જ છે. જોકે મોટાભાગના લોકોના મનમાં એ સવાલ આવે છે કે લસણ તથા ડુંગળીનો ઉપયોગ વ્રત અને પુજામાં કેમ નથી કરવામાં આવતો? આ સવાલનો જવાબ સમુદ્ર મંથનની પૈરાણિક ઘટનમાં છુપાયેલો છે. આવો જાણીએ કે સમુદ્ર મંથનના સમયે આવું તો શું થયું હતું જેના કારણે લસણ અને ડુંગળીનો ઉપયોગ પુજા તથા વ્રતમાં નથી કરવામાં આવતો. સમુદ્ર મંથનની ઘટના શ્રીહીન થઈ ચુકેલા સ્વર્ગને ખોવાયેલા વૈભવ-સંપદાની પ્રાપ્તિ માટે દેવ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથન કરતી વખતે લક્ષ્મીના સાથે સાથે ઘણા રત્નો સહિત અમૃત કળશ પણ…