આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી એક રમૂજી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ચોરના કારનામાં વાંચીને તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. તમે તમારું હસવું પણ નહીં રોકી શકો. જો કે, આ ચોર ઘરમાં હાથ સાફ કરવા માટે પ્રવેશ કર્યો, પરંતુ તેણે ઘરમાં ઘૂસીને શું કર્યું તે જાણશો તો તમે પણ વિચારતા થઈ જશો. પેટ્રોલપંપના માલિકના ઘરમાં મોટી રકમની ધાડ પાડવા ઘૂસ્યો હકિકતમાં આ ઘટના ગોદાવરી જિલ્લાના ગોકાવરમ ગામમાં બની છે. 21 વર્ષીય સુરી બાબુએ ત્યાં રહેતા સત્તી વેંકટ રેડ્ડીના ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો. સતી વેંકટ રેડ્ડી પેટ્રોલપંપનો માલિક છે તો તેના ઘરમાં મોટી રકમ મળી રહેશે એવા ઈરાદા સાથે તેમના…
કવિ: Satya Day News
સુરતની ફક્ત 10 વર્ષની એક નાની દીકરી દેવના દવેએ તેના 30 ઇંચ લાંબા વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. દેવનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી અને આજે તેણીએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા છે. કીમિયોથેરાપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સર પીડિતો પોતાના વાળ ગુમાવી દે છે ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઉભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમ નો અનુભવ ન થાય તે માટે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને તેમના વાળ વિગ બનાવવા માટે ડોનેટ કરી રહી છે. કેન્સરની બીમારીમાં સંપડાયેલા દર્દીઓને કિમોથેરેપી દરમિયાન બધા જ…
અમેરિકામાં બે તૃતીયાંશ મહિલાઓને અલ્ઝાઇમર છે. ઘણાં રિસર્ચે એવો દાવો કર્યો છે કે મહિલાઓમાં આ રોગ વધવાનું કારણ તેમનું લાંબું જીવવું છે. પરંતુ તાજેતરમાં થયેલું રિસર્ચ તેનાથી સંબંધિત અન્ય પાસાંઓ તરફ ધ્યાન દોરે છે. એક સ્ટડી મુજબ, 65 વર્ષથી વધુ વયની પાંચમાંની એક મહિલાને અલ્ઝાઇમર હોય છે. અલ્ઝાઇમરને કારણે એવી ઘણી મહિલાઓ છે કે જે એક જ વાક્ય દરમિયાન કહેવામાં આવતા ઘણા શબ્દો ભૂલવા લાગે છે. પરંતુ આ રોગની અસર પુરુષોને બદલે મહિલાઓને કેમ થાય છે? એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, વૃદ્ધાવસ્થામાં મેનોપોઝ તેનું એક કારણ હોઈ શકે છે, જેના કારણે સ્ત્રીઓના શરીરમાંથી એસ્ટ્રોજનનું સ્તર ઘટવા લાગે છે. રિસર્ચમાં…
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઘાતક વાયરસથી સંક્રમિત થયા હતા. ઉલ્લેખનીય છે કે તેમના સ્વાસ્થ્ય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક અહેવાલ પ્રમાણે સોંલકીની તબિયતમાં હાલ સુધારો થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા છેલ્લા 68 દિવસ સુધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા, સારવાર લીધા બાદ હાલ તેમની ફિઝિયોથેરાપી ચાલી રહી છે. નોંધપાત્ર છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તેઓ ઘાતક વાયરસથી સંક્રમિત થયા હતા. અને તેમની છેલ્લા 3 મહિનાથી કોરોનાની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાજ તેમની…
કૃષિ બિલ pm modi એ કહ્યું કે ગઈકાલે દેશની સંસદે દેશના ખેડુતોને નવા અધિકારો આપતા ખૂબ ઐતિહાસિક કાયદો પસાર કર્યા હતો. હું દેશની જનતા, દેશના ખેડુતો અને દેશના ઉજ્જવળ ભાવિની આશાવાદી પ્રજાને આ માટે અભિનંદન આપું છું. આ સુધારાઓ 21 મી સદીના ભારતની જરૂરિયાત છે. પાક વેચવાની મળશે આઝાદી કૃષિ મંડીઓ પહેલાની જેમ જ ચાલશે ખેડૂતની જમીની રક્ષા કરશે કૃષિ બિલ ખેડૂત જ્યાં ઈચ્છે ત્યાં પાકનું કરી શકશે વેચાણ ખેડૂતોની લાચારીનો લાભ લઈ રહ્યા હતા વડા પ્રધાને કહ્યું કે અત્યાર સુધીમાં પેદાશો વેચવાની સિસ્ટમ ચાલતી હતી, જે કાયદો હતો, તેમણે ખેડૂતોના હાથ-પગ બાંધી દીધા હતા. આ કાયદાની આડમાં દેશમાં આવી…
ભારતમાં કોરોના વાયરસ ના દર્દીઓની સ્થિતિ કેવી ગંભીર છે તે પેન ઇન્ડિયાના એક સર્વેક્ષણમાં માલુમ પડે છે. પેન ઇન્ડિયાના સર્વે અનુસાર દેશમાં ફક્ત 4 ટકા દર્દીઓને જ નિયમિત રૂપથી ICUની સગવડ મળી છે જયારે બાકીના 78 ટકા કોરોના દર્દીઓને ICU બેડ મેળવવા માટે ભલામણ અને લાગવગ બાદ જ બેડ મળી શક્યા છે. લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલ આ સર્વેમાં દેશના 211થી વધુ જિલ્લાઓમાં સ્થિત 17,000થી વધુ વ્યક્તિઓએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. વધુમાં કોરોનાના વધતા કેસને લઈને ખાનગી હોસ્પિટલોની સાથે સાથે સરકારી હોસ્પિટલ્સમાં પણ બેડની અછત સામે આવી છે. લોકલ સર્કલ્સનાં સંસ્થાપક સચિન તપરીયાએ જણાવ્યું હતું કે ICU બેડની અક્ષમતા…
રાજ્યમાં આવેલી રક્ષા યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. જે અંગેનું બિલ લોકસભામાં પાસ થયુ છે. આ મામલે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, આ બિલના માધ્યમથી ગુજરાતના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરાઈ છે. આની સાથે જ RSUને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. RSUને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો પણ દરજ્જો આપવામાં આવ્યો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે, પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી એક શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો અપાઈ રહ્યો છે.…
જગપ્રસિદ્ધ મુઘલ સ્થાપત્ય તાજમહાલ આજથી ફરી દેશીવિદેશી પર્યટકો માટે ખુલ્લો મૂકાયો હતો. કોરોનાના પગલે છેલ્લા 188 દિવસથી તાજમહાલ લૉકડાઉન હેઠળ હતો. આજથી એને ફરી ખુલ્લો મૂકાયો હતો. એની સાથોસાથ આગ્રાના કિલ્લાને પણ આજે ખુલ્લો મૂકાયો હતો. ફક્ત પાંચ હજાર પર્યટકોને તાજમહાલ સુધી જવાની પરવાનગી મળશે આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટ પી એન સિંઘના કહેવા મુજબ શરૂઆતમાં રોજ ફક્ત પાંચ હજાર પર્યટકોને તાજમહાલ સુધી જવાની પરવાનગી મળશે. આગ્રાના કિલ્લા માટે આ આંકડો 2500નો રાખવામાં આવ્યો હતો. આ બંને પ્રવાસ સ્થળો માટેની ટિકિટો ઓનલાઇન ખરીદવાની રહેશે. આ બંને સ્થળે આવનારા લોકોએ કોરોના વાઇરસ માટે જાહેર કરાયેલી ગાઇડલાઇન્સનો કડક રીતે ઉપયોગ કરવાનો રહેશે. દેશી પર્યટકો માટે…
માણસ હોય કે પશુ, દરેકના લોહીનો રંગ લાલ હોય છે પરંતુ આજે અમે તમને એક એવા જીવ વિશે જણાવવા જઇ રહ્યા છે જેનું લોહી લાલ નહી પરંતુ વાદળી છે, જેના કારણથી તેના લોહીની કિંમત લાખોમાં છે. લોહીનો રંગ વાદળી કઇ રીતે હોઇ શકે આ સવાલ થવો જરૂરી છે, પરંતુ ખરેખરમાં ઉત્તરી અમેરિકાના સમુદ્રમાંથી મળી આવતા હૉર્સશૂ કરચલાના લોહીનો રંગ વાદળી છે, જે કારણથી તેણું લોહી ચિકિત્સા વિજ્ઞાન માટે કોઇ અમૃતથી ઓછું નથી.આ કરચલાની બનાવટ ઘણી અજીબોગરીબ છે જેને તમે ઘોડાની નાળથી સરખામણી કરી શકો છો. આ ખાસ કરચલાનું સાઇન્ટિફિક નામ Limulus Polyphemu છે. કહેવાય છે આ કરચલાની પ્રજાતિ 45 કરોડ…
ગુજરાતમાં દિવસેને દિવેસ કોરોનાના કેસ વધી રહ્યા છે અને મોટા ભાગના તમામ જિલ્લામા કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર પાસે તમામ જિલ્લામા પુરતો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ-આસિસ્ટન્ટ સ્ટાફ ન હોવાથી સરકારે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો અને પેરામેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી સોંપવા ઠરાવ કર્યો છે. જો કે આ વખતના ઠરાવમાં કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓનો ઉ્લ્લેખ કરવામા આવ્યો નથી. સરકારે અગાઉ પણ મેડિકલ-પેરામેડિકલના વિદ્યાર્થીઓને કોવિડની ડયુટી સોંપી કોવિડ સહાયક તરીકે કામગીરી લેવા ઠરાવ કર્યો હતો. નર્સિંગના વિદ્યાર્થીઓને પણ કોવિડ ડયુટી સોંપાઈ જે અંતર્ગત સરકારી મેડિકલ કોલેજો તથા એનએચએલ-એલજી સહિતની અમદાવાદ કોર્પોરેશન સંચાલિત અને સુરતની સ્મીમેર મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી…