કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસ સામે આક્રમક કાર્યવાહી કરવા માટે ભારતને વિનંતી કરી છે. સંગઠનનના ઇમરજન્સી હેલ્થ પ્રોગ્રામના એક્ઝિક્યુટીવ ડાયરેકટર માઇક રેયાને સ્વિત્ઝર્લેન્ડના જીનેવામાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત અંગે સીધી વાત કરી. આ પહેલા રેયાને કોરોના વાયરસના વધી રહેલા કેસો અંગે કહ્યું હતુ કે માત્ર લોકડાઉનથી વાયરસને ખતમ કરી શકાશે નહીં. માઇક રેયાને કહ્યું કે ભારત પણ ચીનની જેમ ઘણો મોટો અને ગાઢ આબાદી ધરાવતો દેશ છે.આ મહામારીનું ભવિષ્ય ઘણા અંશે તે વાત પર નિર્ભર કરશે કે ઘણા મોટા ક્ષેત્રફળ અને ગાઢ આબાદી ધરાવતા દેશમાં શું થાય છે. તેમણે કહ્યું કે તે ઘણું જરૂરી છે કે ભારત સતત આક્રમક બનીને કાર્યવાહી…

Read More

અત્યાર સુધી એ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા હતા કે, કોરોના વાયરસના કારણે વૃદ્ધ લોકો બીમાર પડશે કે, યુવાન લોકો, પરંતુ હવે એક નવો અને ખતરનાક પ્રશ્ન દુનિયાની સામે આવી રહ્યો છે. પ્રશ્ન એ છે કે, શું કોરોના વાયરસ જાડા લોકોને વધારે નુકસાન પહોંચાડે છે ? તો તમે એ જાણી લો કે, યૂરોપના નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ના પ્રમાણે યૂરોપમાં જેટલા પણ લોકો બીમાર છે તેમાંથી 2/3 લોકો જાડા છે. NHS પ્રમાણે જો તમે તમારા શરીરમાં જરૂરતથી વધારે ચરબી હોય તો તમારુ બોડી માસ ઈન્ડેક્સ (BMI) વધારે છે. તો તમારા માટે કોરોના વાયરસનો ખતરો વધી જાય છે. તે સિવાય NHS એ તે પણ…

Read More

દેશમાં કોરોના વાયરસના ફફડાટ વચ્ચે દેશમાં મંદીનો માહોલ છે ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમને મોટી જાહેરાતો કરી છે. ઇન્કમટેક્સ અને જીએસટીને લઇને પણ મોટી જાહેરાત થઈ છે. કોરાને રોકવા માટે લોકડાઉન જરૂરી હોવાનું જણાવી નાણામંત્રી સીતારમને આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આધાર અને પાન કાર્ડને એક સાથે લિન્ક કરવાની તારીખ પણ વધારી દેવાઈ છે. અગાઉ 30 તારીખની ડેડલાઈન હવે વધારીને 20 જૂન 2020 કરી દેવાઈ છે. સરકારે માર્ચ એપ્રિલ અને મે નું જીએસટી રિટર્ન ભરવાની તારીખ પણ 30મી જૂન સુધી લંબાવી દીધી છે. નિર્મલા સીતારમન માટે હાલનો સમય ઘણો કપરો છે. મંદી બાદ કોરોનાને પગલે દેશની અર્થવ્યવસ્થાને સતત ફટકો પડી…

Read More

હાલ આખી દુનિયા એક થઇને જોખમી કોરોના વાઇરસ સામે લડી રહી છે. રોજબરોજના વ્યસ્ત દેશો હાલ લોકડાઉન થઇ ગયા છે. દરેક દેશની સરકાર લોકોને વારંવાર હાથ સેનિટાઈઝ કરવા, ઘરમાં રહેવા, બહાર નીકળો તો માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે આજીજી કરી છે. હાલ ઘણી જગ્યાએ હેન્ડ સેનિટાઈઝર અને માસ્કની અછત થઇ ગઈ છે. આ દરમિયાન અમેરિકાની ‘ટિટોઝ’ વોડકા કંપનીએ હેન્ડ સેનિટાઇઝર બનાવવાની જાહેરાત કરી છે. હાલ કોરોના વાઇરસથી બચવા માટે હેન્ડ સેનિટાઇઝર બનાવવાની વોડકા કંપનીની આ પહેલના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. ટિટોઝ કંપનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે,અમે લોકોને વિનંતી કરીએ છીએ કે વોડકાનો હેન્ડ સેનિટાઇઝર તરીકે…

Read More

25 માર્ચ 2020, બુધવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. પહેલા દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજાઃ- ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કેન્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે. આપણાં જીવન પ્રબંધનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે. એટલે આ દિવસે આપણે આપણા…

Read More

24 માર્ચ એટલે આજે ફાગણ મહિનાની અમાસ છે. 25 માર્ચ, બુધવારથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ રહી છે. નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. દેવી પૂજામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. નવરાત્રિ પહેલાં જ ઘરની સાફ સફાઈ કરી લેવી જોઇએ. દરેક મહિનાની અમાસ તિથિએ પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરવું જોઇએ. આ તિથિ પિતૃઓને સમર્પણ છે. 1: અમાસના દિવસે કુટુંબના બધા જ મૃત લોકો માટે શ્રાદ્ધ કરવું જોઇએ. કોરોનાવાઇરસના કારણે પવિત્ર નદીમાં સ્નાન કરી શકાશે નહીં, જેથી ઘરમાં જ પવિત્ર તીર્થ અને નદીઓનું નામ લઇને સ્નાન કરવું. સ્નાન બાદ દાન-પુણ્ય કરવું જોઇએ. 2: સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પણ કરવું.…

Read More

શ્રી રામલલા વિરાજમાન તેમના નવા અસ્થાઈ મંદિરમાં 10 કિલો ચાંદી બનાવવા માટે નવા સિંહાસનમાં વિરાજમાન થશે. આના માટે સિંહાસન જયપુરથી બનાવવામાં આવ્યું છે. આ સિંહાસન અયોધ્યાના પૂર્વ રાજપરિવારના ઉત્તરાધિકારી બિમલેન્દ્ર મોહનમિશ્ર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને આજે સોંપશે. સિંહાસન એમને જ બનાવડાવ્યું છે. હાલ રામલલા લાકડાના બનાવાયેલા સિંહાસનમાં 1992માં વિરાજમાન છે. ટ્રસ્ટ તરફથી સચિવ ચંપત રાય આ સિંહાસનને રિસીવ કરશે. 27 વર્ષ બાદ ટેન્ટથી બહાર નીકળીને રામલલા 25 માર્ચે ગુડી પડવાના દિવસે સવારે અસ્થાઈ મંદિરમાં વિરાજમાન થશે. આ પ્રક્રિયાને વૈદિક રીતે પુરુ કરવાની રશમ સોમવારે સવારથી શરૂ થઈ ગઈ છે. અસ્થાઈ મંદિર અને ટેન્ટ બન્ને સ્થળો પર આચાર્યોના દળ પૂજન કરાવી…

Read More

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે મંગળવારથી તમામ ડોમેસ્ટીક ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જો કે આ પ્રતિબંધ કાર્ગો ફ્લાઈટને લાગુ પડશે નહી. મંગળવારે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં તમામ ફ્લાઈટો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર એક અઠવાડિયા માટે પહેલેથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને દેશની મોટાભાગની જમીનની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. ગઈકાલે, રાજ્યો વચ્ચે લોકોની અવરજવર બંધ કરવા ટ્રેનો, મહાનગરો અને આંતર-રાજ્ય બસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.સરકારની જાહેરાત સોમવારે કોરોનાવાયરસના કેસોની સંખ્યા વધીને 415 થઈને આવી હતી. આઠ મોત…

Read More

દિલ્હી વિધાનસભાએ શિક્ષણ, આરોગ્ય અને પરિવહન ક્ષેત્રો પર ભાર મૂકતાં સોમવારે 2020-21 નાણાકીય વર્ષનું 65,000 કરોડ રૂપિયાનું બજેટ પસાર કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ ગૃહમાં રજૂ કરેલા બજેટમાં આમ આદમી પાર્ટી (આપ) સરકારે કોરોનાવાયરસ ફાટી નીકળવાનો સામનો કરવા માટે 50 કરોડ રૂપિયા નક્કી કર્યા છે. વિધાનસભામાં સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરતાં શ્રી સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકાર રાષ્ટ્રની રાજધાનીમાં કેન્દ્રની આયુષ્માન ભારત યોજનાનો અમલ કરશે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અરવિંદ કેજરીવાલ સરકાર પર આ યોજના બંધ કરી દેવાનો અને દિલ્હીના લોકોને તેના ફાયદાઓથી વંચિત રાખવાનો આરોપ લગાવી રહી છે. ગયા મહિને ભારે બહુમતી સાથે ફરીથી સત્તામાં ચૂંટાયા…

Read More

વડાપ્રધાન મોદીની અપીલ પર રવિવારે સવારે 7 થી રાતે 9 વાગ્યા સુધી આખા દેશમાં જનતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે પરંતુ બપોર થતા ઘણા ભાગમાં તેની અસર ઘટતી જોવા મળી હતી. જે સંક્રમણથી બચવા માટે જનતા કર્ફ્યૂ અને રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું,એનાથી બેદરકાર થઈને લોકો રસ્તા પર ઉતરી ગયા છે. પરિણામ એવું આવ્યું કે, બેદરકારી અને ગંભીરતાના કારણે પંજાબના સીએમ અમરિંદર સિંહને કલમ 144 અને લોકડાઉન લાગુ કર્યા બાદ છેલ્લે કર્ફ્યૂની જાહેરાત કરવી પડી હતી. હવે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, અધિકારી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવો અને નિયમ તોડનારાઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ‘લોકડાઉનને હાલ પણ ઘણા લોકો…

Read More