કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ સ્થાન એટલે કે મલબાર હિલ પર આવેલા ‘વર્ષા’ બંગલાની દિવાલ પર કેટલાક અપમાનજક શબ્દ લખેલા જોવા મળ્યા છે. આ અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં દિવાલ પર UT લખી અપમાનજનક વાત લખવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપ રોક્સ, દેવેન્દ્ર ફડણવીસ રોક્સ જેવી વાતો પણ લખવામાં આવી છે. આ અંગેનો એક વિડિયો પણ સામે આવ્યો છે. જોકે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ શબ્દ કોણે લખ્યા છે. આ સાથે સ્પષ્ટ સંકેત મળ્યા છે કે બંગલામાં આવવા-જવાની અનુમતિ મળી હોય તેવી કોઈ વ્યક્તિ દ્વારા જ આ કામ કરવામાં આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયે આ અંગે નિવેદન આપી…

Read More

સુરત પોલીસે રિમાન્ડ પર લઈ ફ્રોડ કેસ ની તપાસ શરૂ કરી. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં કરોડો નું કરી નાખનાર સમૃધ્ધ જીવન ગ્રુપના એમડીની સુરત પોલીસે ધરપકડ કરતા પૈસા ગુમાવનાર લોકોમાં નવી આશા નું કિરણ જાગ્યું છે , કરોડોનું ફુલેકું ફેરવવાના કેસમાં તપાસ કરવા વલસાડ પોલીસ દ્વારા પણ લાવવામાં આવે તેવી એજન્ટોમાં ચર્ચા થઇ રહી છે. વલસાડ ખાતે સમૃધ્ધ જીવન મલ્ટીપર્પઝ કો.ઓપરેટિવ સોસાયટી લિ.નામે ઓફિસ ખોલીને નાના મોટા લગભગ 1 લાખ જેટલા એજન્ટો ની નિમણૂક કરીને બચત યોજનાની લાલચ આપી કરોડોનું ફુંલેકું ફેરવી તાળા મારી રાતોરાત અદ્રશ્ય થઈ જઈ ને બુચ મારવાના કેસ ના મુખ્ય સંચાલક ચીફ એમડીની સુરત પોલિસે ધરપકડ…

Read More

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ પર ઔડાનો હથોડો ચલાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપસલ કોર્પોરેશને નિત્યાનંદના આશ્રમનું બાંધકામ તોડવાનું શરૂ કરી દીધું છે. હાલ આશ્રમમાં સાધ્વીઓના રહેવાના ડોમ તોડી પડાયા હોવાની માહિતી મળી રહી છે. નિત્યાનંદના આશ્રમને તોડી પાડવા માટે ઔડા વિભાગે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરીને કચ્ચરઘાણ વાળવાનું શરૂ કર્યું હતું. તમને જણાવીએ કે, નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવા મામલે હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટમાં ચાલતા નિત્યાનંદ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઔડાએ આજે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કર્યા બાદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ 20…

Read More

ઉત્તરભારતમાં થઈ રહેલ ભારે હીમવર્ષાને પગલે ઠંડા બર્ફીલા પવનો ફુંકાવાના કારણે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ ૪ ડિ.સે. જેટલો ઘટાડો નોંધાતા આણંદ જિલ્લાવાસીઓ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી પરોઢ સુધી ઠંડીનું જોર વધુ રહેતા સામાન્ય જનજીવન ઉપર તેની અસર વર્તાઈ રહી છે. આગામી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નાતાલ પર્વની આસપાસના દિવસોમાં આણંદ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી ધીમે-ધીમે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા…

Read More

મહેમદાવાદ તાલુકાના કનીજ ગામની સીમની મેશ્વો નદીના કિનારે આવેલ અઘોરી આશ્રમમાં ગત મોડી રાત્રીએ કોઇ અજાણ્યા ઇસમોએ તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો.આ બનાવમાં એક વ્યક્તિનું મૃત નિપજયું છે.આ બનાવની જાણ થતા મહેમદાવાદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે પહોચી આગળની કાર્યવાહી આરંભી હતી. તાલુકાના કનીજ ગામની સીમમાં આવેલ મેશ્વો નદી કિનારે એક અઘોરી આશ્રમ આવેલો છે.આ આશ્રમમાં ગત મોડી રાત્રીના 12:15વાગ્યાની અરસામાં કોઇ અજાણ્યા ઇસમોએ આશ્રમની લાઇટોની મેઇન સ્વીચો બંધ કરી દીધી હતી.આ સમયે આશ્રમના ખુલ્લા શેડના અંધારામાં સુઇ રહેલા બહાદુરસિંહ બળવંતસિંહ જાદવને તીક્ષણ હથિયારથી માથાના ભાગે ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા હતા.આ હૂમલામાં મહેન્દ્રસિંહ રોઠોડ અને સંજયભાઇ ભીમાભાઇ ભોઇ…

Read More

ગુજરાત બોર્ડર ઉપર આવેલ દમણમાં વિકએન્ડમાં છેક વડોદરા , સુરત , વલસાડ ના પીવાના શોખીનો ની સતત અવરજવર રહેતી હોય છે અને જ્યાં ત્યાં બેસી દારૂ પીતા રહેતા હોય છે જે મામલે પ્રશાસન થોડું કડક બન્યું છે. દમણમાં જાહેર સ્થળ કે દરિયા કિનારે દારૂ અને બિયર વેચાણ અને પીવા ઉપર આમતો પ્રતિબંધ છે તેમ છતાં દમણમાં વાઇન શોપની બહાર જ લોકો જાહેરમાં દારૂનું સેવન તથા ઢાબાની આડમાં દારૂનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદના પગલે કલેકટરે એક એડવાઇઝરી બહાર પાડીને દમણના તમામ બાર અને વાઇન શોપ સંચાલકોને સૂચના આપી છે કે, આગામી એક માસમાં તમામ બાર અને વાઇન શોપના…

Read More

શહેરમાં પાર્કિંગ માટે વિષેશ જગ્યા નહીં હોવાથી સાંકડા રોડમાં ચાલવાનું પણ મુશ્કેલ, તહેવારો દરમ્યાન તો લોકો તોબા પોકારી ઉઠે છે. વલસાડ શહેરમાં વર્ષો થી ટ્રાફિક નો પ્રશ્ન વિકટ બન્યો છે અને અગાઉના આડેધડ પાર્કિંગ છોડ્યા વગરના બાંધકામો પણ કારણભૂત છે ત્યારે હવે અહીં માથાદિટ વાહનો ની સંખ્યા વધતા પાર્કિંગ ની સમસ્યા ઉભી થઇ છે. પરિણામે વલસાડમાં ટ્રાફિક ની સમસ્યા દિનપ્રતિદિન વધતી જઇ રહી છે અને જ્યારે તહેવારો હોય ત્યારે બજારમાં ક્યાં ચાલવું તે પણ સમજાતું નથી અને લોકો ત્રાસી ઉઠ્યા છે પરંતુ આ માટે જવાબદાર કોણ તેનો કોઈની પાસે જવાબ જ નથી. શહેર ના મુખ્યમાર્ગ એવા બેચર રોડ અને ધરમપુર…

Read More

થર્ટી ફસ્ટમાં જો ચેકીંગ નહિ થાય તેવા ભ્રમમાં રહ્યા તો દંડાશો, પોલીસ તૈનાત છે. દેશ અને રાજ્યમાં નવા કાયદાઓ આવે છે પાછા બંધ થઈ જાય છે લોકોમાં આ બધા તિકડમ હવે હાસ્યાસ્પદ બની રહ્યા છે અગાઉ હેલ્મેટ નો કાયદો આવ્યો અને લોકો એ આકરા દંડ ચૂકવ્યા પછી એમ કહેવાયું કે હવે કાયદો બંધ અને માત્ર હાઇવે પર અમલ કરાશે જેથી શહેરી વિસ્તાર ના કેટલાક લોકો આ મોટા ટૉપા શનિવારીમાં વેચી નાખ્યા હવે સરકાર માંથી પાછું એવું ટીકડમ આવ્યું કે ના કાયદો કામચલાઉ છે અને પાછા ગમેત્યારે ટૉપા પાછા પહેરવાજ પડશે એટલે લોકો હસવા લાગ્યા કે યાર આ શું છે ત્યાંજ…

Read More

જમ્મુ-કાશ્મીરમાં સ્પષ્ટ હવામાન હોવા છતાં બર્ફીલા પવનોને કારણે હાલમાં કડકડતી ઠંડીથી કોઈ પ્રકારની રાહત નથી. કાળજું કંપાવી દે તેવા શિયાળામાં જમ્મુમાં શુક્રવારે મોસમનો સૌથી ઠંડો દિવસ (10.8 ડિગ્રી) રહ્યો હતો અને ગુરુવારે શ્રીનગરમાં મોસમની સૌથી ઠંડી રાત (માઇનસ 5 ડિગ્રી) હતી. ગુરુવારે દક્ષિણ ધ્રુવની એન્ટાર્કટિકા કરતા લદ્દાખનો દ્રાસ વિસ્તાર અત્યંત ઠંડો હતો. જ્યારે રાજધાની દિલ્હી લંડનથી પણ વધુ ઠંડું હતું. દ્રાસમાં લઘુતમ તાપમાન -30.2 ડિગ્રી જ્યારે એન્ટાર્કટિકામાં લઘુત્તમ તાપમાન -26 ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીરના ઘણા વિસ્તારોમાં નળમાં આવતું પાણી જામી ગયું છે. લોકો બરફને ઉકાળ્યા પછી પાણી પી રહ્યા છે.જમ્મુમાં દિવસનું તાપમાન સામાન્થી 9.6 ડિગ્રી સેલ્સિયસ નીચે પડીને 10.8 ડિગ્રી…

Read More

ભાજપ ના બે જુથો વચ્ચે ની કોન્ટ્રાવરસી ચરમસીમા એ પહોંચી. નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકાની સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઉપપ્રમુખે પ્રમુખ ને લાફો ઝીકી દેતા આ પ્રકરણે ભારે ચકચાર જગાવી હતી. વિજલપોર નગરપાલિકામાં કોંગ્રેસ ની વાત તો દૂર પરંતુ ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમા એ છે અને આજે તે વિવાદ વકર્યો હતો ,વિજલપોર શહેરને નવસારી શહેરમાં સમાવવા માટે ચર્ચા કરવા ખાસ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ચર્ચા ઉગ્ર બનતા ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખ જગદીશ મોદી ને લાફો ઠોકી દેતા ભારે અફડાતફડી સર્જાઈ હતી. વિજલપોર પાલિકામાં ભાજપનાં જ અંદરોઅંદર ડખ્ખા ચાલે છે, ભાજપનાં ચૂંટાયેલા ૧૭ સભ્યોએ બળવો કરી અલગ…

Read More